AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDIA ગઠબંધન પર BJPએ કર્યો કટાક્ષ, ક્રિકેટ સ્ટાઈલમાં રાહુલ ગાંધીનું પોસ્ટર રિલીઝ

ભાજપે એક પોસ્ટર બહાર પાડ્યુ છે જેમાં જોઈ શકાય છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પીચ પર ઉભા છે, હાથમાં બેટ છે પણ એ બેટ ગિટારની જેમ પકડેલુ છે. આ સાથે ભાજપ સામે પડેલ અનેક પાર્ટીઓના ગઠબંધનથી બનેલ INDIA પર પણ કટાક્ષ કરતો પોસ્ટ મુક્યા છે. INDIA એલાયન્સના અન્ય નેતાઓના પણ આવા જ પોસ્ટર બહાર પાડવામાં આવ્યા છે.

INDIA ગઠબંધન પર BJPએ કર્યો કટાક્ષ, ક્રિકેટ સ્ટાઈલમાં રાહુલ ગાંધીનું પોસ્ટર રિલીઝ
Rahul Gandhi poster released in cricket style
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2023 | 12:59 PM
Share

“બિચારો પપ્પુ,  બેટને જ ગિટાર સમજી બેઠો છે! INDIA ગઠબંધન ફરીથી હારવા માટે તૈયાર છે..” ભાજપે ક્રિકેટ સ્ટાઈલમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતુ પોસ્ટર રિલીઝ કર્યુ છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી નજીક છે અને આવા સંજોગોમાં ભાજપ પોતાના જૂના અંદાજમાં રાહુલ ગાંધીને ટાર્ગેટ કરી રહ્યું છે.

ભાજપે એક પોસ્ટર બહાર પાડ્યુ છે જેમાં જોઈ શકાય છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પીચ પર ઉભા છે, હાથમાં બેટ છે પણ એ બેટ ગિટારની જેમ પકડેલુ છે. આ સાથે ભાજપ સામે પડેલ અનેક પાર્ટીઓના ગઠબંધનથી બનેલ INDIA પર પણ કટાક્ષ કરતો પોસ્ટ મુક્યા છે. INDIA એલાયન્સના અન્ય નેતાઓના પણ આવા જ પોસ્ટર બહાર પાડવામાં આવ્યા છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે અને ઝારખંડના સીએમ હેમંત સોરેનના પોસ્ટર પણ બનાવવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલને જમીન પર ઉજવણી કરતા બતાવવામાં આવ્યા છે અને પોસ્ટરનું કેપ્શન છે, “કેજરીવાલ પકડવાને બદલે ફેંકતા રહે છે, ભારત ગઠબંધન હારવા માટે તૈયાર છે.”

સપા ચીફ અખિલેશ યાદવને વિકેટ કીપર અને ઉદ્ધવ ઠાકરેને બેટિંગ દર્શાવવામાં આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેના પોસ્ટર પર કેપ્શન છે, “ઉદ્ધવ પોતાની જ ગુગલીનો શિકાર બન્યા.” જ્યારે ભાજપે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના પોસ્ટરને કેપ્શન આપ્યું છે, “ભગવંત રાજકીય પીચ સમજી ગયા છે”. સીપીઆઈના નેતા સીતારામ યેચુરી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને એક વિકેટ પર એકબીજા સાથે લડતા દર્શાવવામાં આવ્યા છે અને પોસ્ટરમાં લખ્યું છે, “ખેલાડીઓ તલવારો સાથે અથડામણ કરે છે.”

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ભ્રષ્ટાચાર અને મહિલાઓ પર અત્યાચારના આરોપો લાગ્યા છે. પાર્ટીએ લખ્યું, “દીદીની ભ્રષ્ટાચાર અને મહિલાઓ પર અત્યાચારની રમત, ઈન્ડિયા એલાયન્સ ફરીથી હારવા માટે તૈયાર છે.” બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી ચૂકેલા લાલુ યાદવનું એક પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં જોઈ શકાય છે કે આરજેડી ચીફને ભેંસ સાથે સ્ટ્રો પર બેઠેલા બતાવવામાં આવ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">