
પાકિસ્તાન સૈન્ય અને પોલીસ દ્વારા PoJK શરણાર્થીના શરણાર્થીઓ ઉપર થઈ રહેલા જુલમ તેમજ પાકિસ્તાનમાં મોંઘવારી અને બેરોજગારીથી પિડાઈ રહેલ PoJK શરણાર્થી પ્રજાના મુદ્દાઓ સામે અવાજ ઉઠાવ્યો હતો. ભાજપના કાર્યકરોએ ભારત સરકારને PoJK ને ભારતમાં ભેળવવા માટે નિર્ણાયક કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.
ભાજપના PoJK શરણાર્થી મોરચાના કાર્યકરો, આજે શનિવારે જમ્મુમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને PoJK માં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને સ્થાનિક વસ્તી પર થઈ રહેલા કથિત જુલમનો ભારે વિરોધ કર્યો હતો. પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરતા, વિરોધીઓએ PoJK ના લોકો માટે પોતાનો ટેકો વ્યક્ત કર્યો અને માંગ કરી કે કેન્દ્ર સરકાર આ મુદ્દા પર તાકીદે નિર્ણાયક પગલાં લે.
વિરોધ દરમિયાન, કાર્યકરોએ આરોપ લગાવ્યો કે, પાકિસ્તાન સરકાર PoJK માં વધી રહેલા જન આંદોલનોને દબાવવા અને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે વધતી જતી મોંઘવારી, બેરોજગારી, વીજળી સંકટ અને રાજકીય અધિકારોના અભાવને કારણે PoJK શરણાર્થી લોકોમાં પાકિસ્તાની વહીવટ સામે ઊંડો રોષ વ્યક્ત કરી રહ્યા છે.
મોરચાના નેતાઓએ ટિપ્પણી કરી કે જેમ 1971માં ભારતના હસ્તક્ષેપ પછી બાંગ્લાદેશની રચના થઈ હતી, તેમ હવે સમય આવી ગયો છે કે PoJK ના લોકોની આકાંક્ષાઓ અને લાગણીઓને ધ્યાનમાં લેવામાં આવે. PoJK ભારતનો એક અભિન્ન ભાગ છે તેવું ભારપૂર્વક જણાવતા, તેમણે કેન્દ્ર સરકારને આ પ્રદેશને ભારતમાં જોડવા માટે જરૂરી પગલાં લેવા અપીલ કરી.
પ્રદર્શન દરમિયાન, ભાજપના કાર્યકરોએ ત્રિરંગો લહેરાવ્યો, પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને PoJK ના લોકો સાથે છીએ તેવી એકતા વ્યક્ત કરી. જમ્મુ કાશ્મીર પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી પૂરતી સુરક્ષા વ્યવસ્થાને કારણે વિરોધ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો.
પાકિસ્તાન હસ્તકના જમ્મુ કાશ્મીરમાં, PoJK શરણાર્થી ઉપર, પાક સૈન્ય અને પોલીસ દ્વારા ગુજારાઈ રહેલ અમાનુષ અત્યાચારના વિરોધમાં જમ્મુમાં ભાજપ દ્વારા PoJK રેફ્યુજી મોરચાની તરફેણમાં પ્રદર્શન યોજીને પાકિસ્તાન વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.