દિલ્હી હિંસાને લઇને ભાજપનો કોંગ્રેસ પર પલટવાર, કહ્યું રાહુલ ગાંધીએ ખેડૂતોને ભડકાવ્યા

દિલ્હીમાં ખેડૂતોની પરેડમાં થયેલી હિંસાને લઇને કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર હુમલો કર્યો હતો. ભાજપે બુધવારે પલટવાર કર્યો છે. ભાજપે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ખેડૂતોને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.

દિલ્હી હિંસાને લઇને ભાજપનો કોંગ્રેસ પર પલટવાર, કહ્યું રાહુલ ગાંધીએ ખેડૂતોને ભડકાવ્યા
Prakash Javadekar

દિલ્હીમાં ખેડૂતોની પરેડમાં થયેલી હિંસાને લઇને કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર હુમલો કર્યો હતો. ભાજપે બુધવારે પલટવાર કર્યો છે. ભાજપે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ Rahul Gandhi  પર ખેડૂતોને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. તેની સાથે જ ભાજપે કૃષિ કાયદા પર કહ્યું કે કેન્દ્ર સરકારે અનેક તબક્કાની વાત કરી છે અને કાયદા સ્થગિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ સાંસદ Rahul Gandhi  ને ધેરતા કહ્યું કે સમર્થન નહોતા કરતાં પરંતુ ખેડૂતોને ભડકાવી રહ્યા હતા. સીએએ લઇને રાહુલ ગાંધીએ આમ જ કર્યું હતું. લોકોને રોડ પર આવવા માટે ભડકાવે છે અને લોકો બીજા દિવસે રોડ પર આવી અને આંદોલન શરૂ કરી દે છે.

કેન્દ્રીય મંત્રી જાવડેકરે કોંગ્રેસને હતાશ અને નિરાશ ગણાવતા કહ્યું કે તે સતત ચુંટણી હારી રહ્યા છે. આના લીધે તે દેશમાં અશાંતિ ફેલાવવા માંગે છે. કોંગ્રેસ ઉપરાંત કોમ્યુનીસ્ટોની પણ એ હાલત છે. કેન્દ્રીય મંત્રીએ ક્હ્યું કે કોંગ્રેસની સરકાર જાણી જોઇને ખેડૂતોને ઉશ્કેરી રહી છે. ગઇકાલના યૂથ કોંગ્રેસ અને કોંગ્રેસ સબંધિત સંસ્થાઓની ટ્વિટ તેનું પ્રમાણ છે. તેમજ ગણતંત્ર દિવસ પર થયેલી હિંસામાં સામેલ લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસ ખેડૂતોના પ્રદર્શનમાં હિંસાની જવાબદારીમાંથી બચી શકે તેમ નથી.

Click on your DTH Provider to Add TV9 Gujarati