ભાજપના સાંસદ નંદકુમાર સિંહ ચૌહાણનું અવસાન, જાન્યુઆરીમાં લાગ્યો હતો કોરોનાનો ચેપ

|

Mar 02, 2021 | 4:38 PM

મધ્યપ્રદેશના ખંડવાના ભાજપના સાંસદ (BJP MP) નંદકુમાર સિંહનું સોમવારે રાત્રે નિધન થયું હતું. તેમનો જાન્યુઆરીમાં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ બાદ તેમની સારવાર ચાલી રહી હતી.

ભાજપના સાંસદ નંદકુમાર સિંહ ચૌહાણનું અવસાન, જાન્યુઆરીમાં લાગ્યો હતો કોરોનાનો ચેપ
નંદકુમાર સિંહ ચૌહાણ

Follow us on

મધ્યપ્રદેશના ખંડવાના ભાજપના સાંસદ (BJP MP) નંદકુમાર સિંહનું સોમવારે રાત્રે નિધન થયું હતું. તેઓની દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમને કોવિડ -19નું સંક્રમણ લાગ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના તેમજ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે લોકસભા સાંસદના નિધન પર શોક વ્યક્ત કર્યો.

ખંડવાના સાંસદ અને ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ નંદકુમાર સિંહ ચૌહાણ છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં દાખલ હતા. 11 જાન્યુઆરીના રોજ કોરોના પોઝિટિવ હોવાથી તેઓ ભોપાલની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. પરંતુ ગંભીર હાલતને કારણે તેમણે દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

વડા પ્રધાને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રીએ લખ્યું, ‘ખંડવાના લોકસભાના સાંસદના નિધનથી હું દુઃખી છું, સંસદની કાર્યવાહીમાં તેમજ રાજ્યમાં પાર્ટીના સશક્તિકરણ માટે કરેલા પ્રયાસોમાં તેમના યોગદાનોને યાદ રાખવામાં આવશે. તેમના પરિવારને સંવેદના. ઓમ શાંતિ.’

 

 

રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે સાંસદના નિધન પર દુ: ખ વ્યક્ત કરતાં ટિ્‌વટ કર્યું હતું કે, ‘નંદુ ભૈયાનું જવું એ મારા માટે વ્યક્તિગત ખોટ છે. નંદુ ભૈયાએ પ્રદેશ પ્રમુખ તરીકે શ્રેષ્ઠ યોગદાન આપ્યું. નંદુ ભૈયાનું પાર્થિવ શરીર આજે તેમના ઘરે પહોંચશે. આવતીકાલે આપણે બધા તેમને વિદાય આપીશું. હું તેમના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરું છુ.’

 

Next Article