ભરતપુરના BJP સાંસદ રંજીતા કોલી પર હુમલો, સાંસદે કહ્યું, ‘ટ્રક ચડાવવાની કરી કોશિશ’

|

Aug 08, 2022 | 10:57 AM

ભરતપુરથી BJP સાંસદ રંજીતા કોલી (MP Ranjeeta Koli ) પર હુમલાનો મામલો સામે આવ્યો છે. રંજીતા કોલીએ અશોક ગેહલોત સરકાર અને પોલીસ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે.

ભરતપુરના BJP સાંસદ રંજીતા કોલી પર હુમલો, સાંસદે કહ્યું, ટ્રક ચડાવવાની કરી કોશિશ
BJP MP Ranjeeta Koli

Follow us on

રાજસ્થાનના (Rajasthan) ભરતપુરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ રંજીતા કોલી (MP Ranjeeta Koli  પર હુમલાનો મામલો સામે આવ્યો છે. કોલી પર કથિત રીતે ખાણ માફિયાઓએ હુમલો કર્યો હતો. રંજીતા કોલીએ જણાવ્યું કે તેમના પર ડમ્પર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, આ દરમિયાન તેમની કારનો કાચ પણ તૂટી ગયો. સાંસદે રાજસ્થાન પોલીસ (rajsthan police) પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે બે કલાકની માહિતી બાદ પણ પોલીસ પહોંચી નથી. હુમલા બાદ સાંસદો ધરણા પર બેસી ગયા છે. સાથે જ તેમણે CM અશોક ગેહલોત અને રાજસ્થાનની કોંગ્રેસ સરકાર (Congress govt) પર પણ આકરા પ્રહાર કર્યા હતા.

BJP સાંસદ રંજીતા કોલીએ ઘટના અંગે કહ્યું કે,લગભગ 150 ટ્રક ઓવરલોડ હતી. મેં તેમને રોકવાનો પ્રયાસ કર્યો પણ તેઓ ભાગ્યા. તેઓએ વિચાર્યું કે હું કારમાં છું અને તેમણે પથ્થરમારો કર્યો, મારી કારનો કાચ તોડી મારા પર હુમલો કરવામાં આવ્યો છે પણ હું ડરતી નથી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પોલીસે કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ

આ મામલે ASP આરએસ કાવિયાએ કહ્યું કે, સાસંદ દિલ્હી (Delhi)  જઈ રહ્યા હતા.રસ્તામાં તેણે ઓવરલોડ ટ્રક જોઈ અને તેમને રોકવાનો પ્રયાસ કર્યો, 2-3 ટ્રકો રોકાઈ, જ્યારે અન્ય ભાગી ગયા. જો કે તેણે એમ પણ કહ્યું કે ભાગતી વખતે તેઓએ સાંસદની (Rajasthan MP) કાર પર પથ્થરમારો કર્યો, અને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સાંસદ રંજીતા કોલીએ દાવો કર્યો હતો કે ખાણ માફિયાઓએ કાર પર હુમલો કર્યો હતો. હાલ પોલીસ પર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવીને સાંસદ તેના સમર્થકો સાથે ધરણા પર બેસી ગઈ છે. તેમણે કહ્યું કે ઘટનાની જાણ થયાના બે કલાકબાદ પણ પોલીસ પહોંચી ન હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે.

Published On - 10:55 am, Mon, 8 August 22

Next Article