BJP Digital Election Management: ડીજીટલ ઈન્ડિયા(Digital India)ને પ્રોત્સાહન આપતી ભાજપ હવે પાર્ટીને આગળ લઈ જવાથી લઈને ઉમેદવારોની પસંદગી સુધી એપ આધારિત સિસ્ટમનો ઉપયોગ કરશે. પન્ના પ્રમુખથી માંડીને બૂથ પ્રમુખની નિમણૂક અને ઉમેદવારોની પસંદગી આના દ્વારા થશે. ગુજરાતમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. તાજેતરમાં હૈદરાબાદ(Hyderabad)માં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ તમામ રાજ્ય એકમોને તેમની ચૂંટણીઓનું સંચાલન કરવા માટે ગુજરાત મોડલ(Gujarat Model)ને અનુસરવાનું સૂચન કર્યું છે. પાર્ટીએ ચૂંટણીના 6 મહિના પહેલા એપ આધારિત ઓટોમેટેડ સિસ્ટમ અપનાવવાની સલાહ આપી છે.
ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કારોબારી બેઠકમાં નવી એપ આધારિત સિસ્ટમ કેવી હશે તેની માહિતી આપી હતી. ચૂંટણીની તૈયારીઓ અંગે કારોબારીમાં પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. રજૂઆત મુજબ, પન્ના પ્રમુખો અને બૂથ પ્રમુખોની નિમણૂકમાં આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. ઉમેદવારોએ દરરોજ કેટલો જનસંપર્ક કર્યો તેની માહિતી પણ ઉપલબ્ધ થશે. આ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ સાથે સંબંધિત ડેટા પણ હાજર રહેશે. કેટલા લોકોને યોજનાનો લાભ મળી રહ્યો છે.
ઉમેદવારોની પસંદગીમાં આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. છેલ્લા 25 વર્ષમાં કયા બૂથમાં કયા ઉમેદવારને કેટલા મત મળ્યા તેની વિગતો પણ જોઈ શકાશે. આ ઉપરાંત વર્તમાન ધારાસભ્ય અને પક્ષના કાર્યકર્તાએ કોઈપણ વિધાનસભા વિસ્તારમાં બુથ પ્રમાણે જનસંપર્ક કરવા તેની વિગતો પણ સિસ્ટમ પર આપવામાં આવશે. આ સિસ્ટમમાં દરરોજ સાંજ સુધી તમામ ડેટા એકત્ર કરવામાં આવે છે, જેનાથી સાબિત થશે કે જનસંપર્કને લઈને કરવામાં આવેલા દાવાઓ પૂરા થયા છે. કેટલા ઉમેદવારો પોતાનું લક્ષ્ય હાંસલ કરી શક્યા અને કેટલા નથી.
નવી એપ આધારિત સિસ્ટમ મુજબ જો કોઈ યુવક કે યુવતી આ વિસ્તારમાં સક્રિય હશે તો તેને વધુ પોઈન્ટ મળશે. બંને લોકોના નામ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે. પસંદગી પ્રક્રિયામાં જેમની પસંદગી થશે, તેમને જ ચૂંટણી સંબંધિત જવાબદારી સોંપવામાં આવશે. ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ કહે છે કે, સિસ્ટમને એવી રીતે અપગ્રેડ કરવામાં આવી છે કે રોજનો ડેટા સરળતાથી જોઈ શકાય.
માત્ર ચૂંટણી સંબંધિત જ નહીં પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ કેટલા લોકો સુધી પહોંચી છે, કોણ તેનો લાભ લઈ રહ્યું છે, તેનો સંપૂર્ણ હિસાબ એપ બેસ્ટ સિસ્ટમ પર ઉપલબ્ધ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સિસ્ટમમાં ડિવિઝન વાઇઝ ડેટા અને ટેલિફોન નંબરની યાદી ઉપલબ્ધ હશે.