Bihar: નાલંદામાં જમીન પર બેસીને BAની પરીક્ષા આપી રહ્યા છે વિદ્યાર્થીઓ, ધડાધડ થઈ રહી છે નકલ, વીડિયો જોઈ તમે પણ રહી જશો દંગ

|

Jul 23, 2022 | 11:29 PM

નખલખોરોનો વાયરલ વીડિયો (Virul Video) સ્ટેશન રોડ સ્થિત અલ્લામા ઈકબાલ કોલેજનો જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં નાલંદા રિસર્ચ ઈન્સ્ટીટ્યુટનું કેન્દ્ર આવેલુ છે.

Bihar: નાલંદામાં જમીન પર બેસીને BAની પરીક્ષા આપી રહ્યા છે વિદ્યાર્થીઓ, ધડાધડ થઈ રહી છે નકલ, વીડિયો જોઈ તમે પણ રહી જશો દંગ

Follow us on

પરીક્ષામાં નકલ કરવાને લઈને ફરી એકવાર બિહાર (Bihar) ખબરોમાં છવાયેલુ છે. તાજેતરની જ ઘટના નાલંદા (Nalanda) જિલ્લાથી સામે આવી છે. હાલમાં અહીં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર BA બીજા વર્ષની પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષા કેન્દ્રનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો (Viral Video)માં જોઈ શકાય છે કે એક જ રૂમની અંદર અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ જમીન પર બેસી પરીક્ષા આપી રહ્યા છે. તેમની પાસે મોબાઈલ પણ છે અને આરામથી કોઈ ડર વિના એકબીજામાંથી પેપરમાં નકલ કરી રહ્યા છે.

વાયરલ વીડિયો સ્ટેશન રોડ પર સ્થિત અલ્લામા ઈકબાલ કોલેજનો જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં નાલંદા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું કેન્દ્ર આવેલું છે. વીડિયો બનાવનાર વિદ્યાર્થી અનેક વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડ પણ વારંવાર બતાવી રહ્યો છે, જેમાં કોલેજનું નામ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વાયરલ થયેલા વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે કોપી કરતા કરતા વિદ્યાર્થીઓ આરામથી પરીક્ષા આપી રહ્યા છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

નકલખોરોને શરણ આપનારા સામે કોઈ કાર્યવાહી નહીં

બિહારમાં પરીક્ષા અને નકલ વચ્ચે ટૂટી ન શકે તેવો સંબંધ બની ગયો છે. પરીક્ષા બિહાર બોર્ડની હોય કે પછી યુનિવર્સિટીની, અવારનવાર અહીં કોપી કરવાના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર બિહારની શિક્ષણ વ્યવસ્થાને લઈને સવાલો ઉઠ્યા છે. નકલખોરોને શરણ આપનારાઓ સામે પોલીસ કાર્યવાહી ન થવાને કારણે આવી ઘટનાઓ સામે આવે છે. દરરોજ કોઈને કોઈ જિલ્લામાં આ જ પ્રકારે પરીક્ષાઓ લેવાઈ રહી છે અને જિલ્લા વહીવટી તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે.

આખરે બિહારની ડિગ્રી પર વિશ્વાસ કેવી રીતે કરવો?

જો કે TV9 ભારતવર્ષ કોપી કરનારાના આ વાયરલ વીડિયોની પુષ્ટિન નથી કરતુ કે આ વીડિયો ક્યારનો છે. પરંતુ આ વીડિયો બિહારની શિક્ષણ પ્રણાલી પર સવાલ ઉઠાવી રહી છે. આ તરફ લોકોનું કહેવુ છે કે આખરે બિહારની ડિગ્રી પર અમે લોકો કેવી રીતે વિશ્વાસ શકીએ. બિહારમાં પરીક્ષાના પ્રશ્નપત્રો વેચાય જાય છે અને કોઈને જાણ થઈ શકતી નથી. અમુક પૈસા ખાતર સમગ્ર બિહારના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડ઼ા કરાઈ રહ્યા છે.

Published On - 11:25 pm, Sat, 23 July 22

Next Article