દિલ્હી આવી રહેલા પ્લેનમાં સવાર મુસાફરેએ કહ્યું- મારી બેગમાં બોમ્બ છે, તમામ મુસાફરોને તાત્કાલિક ઉતારવામાં આવ્યા, બેગમાંથી જે મળ્યું તે જાણીને તમે પણ ચોંકી ઉઠશો

|

Jul 22, 2022 | 6:32 AM

દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ મળી આવ્યો હોવાની માહિતી સામે આવી હતી. માહિતી મળતાની સાથે જ વિમાનમાં સવાર તમામ મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારી લેવામાં આવ્યા હતા અને બોમ્બ વિરોધી ટુકડીએ સ્થળ પર તપાસ શરૂ કરી હતી.

દિલ્હી આવી રહેલા પ્લેનમાં સવાર મુસાફરેએ કહ્યું- મારી બેગમાં બોમ્બ છે, તમામ મુસાફરોને તાત્કાલિક ઉતારવામાં આવ્યા, બેગમાંથી જે મળ્યું તે જાણીને તમે પણ ચોંકી ઉઠશો
There was a stir due to the news of the bomb being found in the Indigo plane.

Follow us on

બિહારના પટના એરપોર્ટ પર દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ (Bomb in flight) મળી આવ્યો હોવાની માહિતી સામે આવી હતી. માહિતી મળતાની સાથે જ વિમાનમાં સવાર તમામ મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારી લેવામાં આવ્યા હતા અને બોમ્બ વિરોધી ટુકડીએ સ્થળ પર તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, એક મુસાફરે ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી આપી હતી. પેસેન્જરે કહ્યું કે, તેની બેગમાં બોમ્બ છે. જોકે, બોમ્બ વિરોધી ટુકડીએ તપાસ કરતાં બેગમાંથી કોઈ બોમ્બ મળી આવ્યો ન હતો. આ પછી સુરક્ષાકર્મીઓએ મુસાફરની ધરપકડ કરી છે અને તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

થોડા સમય માટે પટના એરપોર્ટ પર બોમ્બના સમાચારથી ગભરાટનો માહોલ સર્જાયો હતો. બોમ્બના સમાચારથી બધા ચોંકી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હકીકતમાં, દિલ્હી જતી ફ્લાઈટમાં એક વ્યક્તિએ કથિત રીતે દાવો કર્યો હતો કે, તેની બેગમાં બોમ્બ હતો. જે બાદ ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે તેની બેગમાંથી કોઈ બોમ્બ મળ્યો ન હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચારથી ખળભળાટ

પેસેન્જરે બેગમાં બોમ્બ રાખેલો હોવાની માહિતી આપી

પટના ડીએમ ચંદ્રશેખરના જણાવ્યા મુજબ, વ્યક્તિએ જણાવ્યું કે, તે બેગમાં બોમ્બ લઈને ઈન્ડિગો ફ્લાઈટથી દિલ્હી જઈ રહ્યો હતો. જે બાદ એરપોર્ટની સુરક્ષામાં તૈનાત સુરક્ષા અધિકારીઓ તરત જ એક્શનમાં આવી ગયા હતા. બોમ્બના સમાચાર આપનાર વ્યક્તિને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી હતી. ડીએમ ચંદ્રશેખરે કહ્યું કે, માહિતી આપનાર વ્યક્તિ માનસિક રીતે બીમાર હોય તેવું લાગી રહ્યું છે. બોમ્બના સમાચારથી એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો હતો. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી. જો કે બોમ્બ મળવાની વાત ખોટી નીકળી હતી. સમાચાર આપનાર વ્યક્તિને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચારથી ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ ગુરપ્રીત નામના યુવકે કહ્યું હતું કે, તેની બેગમાં ઘણું બધું છે. આ સમાચારથી મુસાફરોમાં ખળભળાટ મચી ગયો હતો. શોધખોળ કરતાં તેની બેગમાંથી કંઈ મળ્યું ન હતું. તેને કસ્ટડીમાં લઈને સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. ડીએમના જણાવ્યા અનુસાર બોમ્બના સમાચાર આપનાર વ્યક્તિ માનસિક રીતે બીમાર છે.

Published On - 6:30 am, Fri, 22 July 22

Next Article