બિહારના મોતિહારીમાં મોટી દુર્ઘટના,નાવ પલટી જતા 22 લોકો નદીમાં ડૂબ્યા !

|

Sep 26, 2021 | 12:58 PM

બિહારના મોતિહારીમાં નાવ પલટી જતા 22 લોકો નદીમાં ડુબી ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

બિહારના મોતિહારીમાં મોટી દુર્ઘટના,નાવ પલટી જતા 22 લોકો નદીમાં ડૂબ્યા !
File Photo

Follow us on

Bihar : બિહારના મોતીહારીમાં મોટી દુર્ઘટના થઈ છે.નાવ પલટી જતા 22 લોકો નદીમાં ડુબી ગયા છે.મળતી માહિતી અનુસાર હાલ 6 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.શિકરગંજ પોલીસ સ્ટેશનના (Shikarganj Police Station)અધિકારીના જણાવ્યા અનુસાર, એક બાળકીનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.જેની ઓળખ ચાંદની કુમારી તરીકે થઈ છે. હાલ અન્ય લોકોને બહાર કાઢવા માટે રેસ્કયૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે.

પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે હાજર

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

મળતી માહિતી મુજબ, ઘણા અધિકારીઓ (Officers) પણ સ્થળ પર હાજર છે. બચાવ ટીમ દ્વારા હાલ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.તમને જણાવી દઈએ કે, સ્થાનિક ડાઇવર્સ પણ આ બચાવ કામગીરીમાં જોતરાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે બોટ ચલાવનાર વ્યક્તિ સ્વિમિંગ કરીને બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. હાલ પોલીસનો (Police) કાફલો પણ ઘટનાસ્થળે હાજર છે.

ગણેશ મૂર્તિ વિસર્જન દરમિયાન મોટી દુર્ધટના થઈ હતી

અગાઉ પણ બિહારના પરવલપુરના લક્ષ્મી બિઘા ગામમાં મૂર્તિ વિસર્જન દરમિયાન મોટી દુર્ધટના (Big Tragedy) થઈ હતી.જેમાં સાત છોકરીઓ પાણીમાં ડૂબી ગઈ હતી. તેમાંથી બે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં ગ્રામજનો સફળ રહ્યા હતા.મળતી માહિતી મુજબ બ્યુટી કુમારી, રિંકી કુમારી, સિમરન કુમારી, અંશુ કુમારી અને વિરમાણી કુમારી સહિતની છોકરીઓ મુર્તિ વિસર્જનમાં જોડાઈ હતી,જેમાં મુર્તિ વિસર્જન દરમિયાન તેમના પગ લપસી જતા તેઓ નદીમાં (River) ડુબી ગયા હતા.

બાંકાની નદીમાં ડૂબી જવાથી ત્રણ છોકરીઓના મોત થયા હતા

ઉપરાંત આ પહેલા બિહારના બાંકામાં (Banka Village) નદીમાં ડૂબી જવાથી ત્રણ છોકરીઓના મોત થયા હતા. જ્યારે બે છોકરીઓને ગ્રામજનોએ બચાવી હતી. આ છોકરીઓ નદીમાં સ્નાન કરવા ગઈ હતી. ત્યારે નદીમાં પ્રવેશતાની સાથે જ છોકરીઓને કરંટ લાગ્યો હતો.જેને કારણે તેના નદીમાં ડૂબી જવાથી ઘટનાસ્થળે જ મોત થયા હતા.

 આ પણ વાંચો: ભારતીયો માટે ખુશ ખબર ! આ તારીખથી ભારત-કેનેડા વચ્ચે સીધી ફ્લાઇટ સેવા ફરી થશે શરૂ

 આ પણ વાંચો:  Punjab: રાજકીય ધમાસાણ વચ્ચે, પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ ‘ઓ ગોરે-ગોરે’ પર મહેફિલ જમાવી

Published On - 12:20 pm, Sun, 26 September 21

Next Article