ભારતીયો માટે ખુશ ખબર ! આ તારીખથી ભારત-કેનેડા વચ્ચે સીધી ફ્લાઇટ સેવા ફરી થશે શરૂ

ભારત-કેનેડા વચ્ચે સીધી ફ્લાઇટ પર પ્રતિબંધ હોવાનો કારણે વિદ્યાર્થીઓ અન્ય દેશથી કેનેડા પહોંચી રહ્યા હતા જેના કારણે તેમને હેરાન થવુ પડતુ હતુ અને સાથે જ ટિકીટ માટે ડબલ રૂપિયા ખર્ચ કરવા પડતા હતા

ભારતીયો માટે ખુશ ખબર ! આ તારીખથી ભારત-કેનેડા વચ્ચે સીધી ફ્લાઇટ સેવા ફરી થશે શરૂ
File photo

કોરોનાના કારણે સમગ્ર દુનિયા પર અસર થઇ છે. તેમાં ખાસ કરીને દરેક દેશોએ પોતાની બોર્ડર્સને લઇને જે કડક નિયંત્રણો લગાવ્યા હતા તેના કારણે ભારતના વિદ્યાર્થીઓ કે જેઓ વિદેશમાં ભણવા જવા માંગતા હોય તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતમાં ડેલ્ટા વેરિએન્ટના કેસ નોંધાયા બાદ ઘણા બધા દેશોએ ભારતથી સીધી ફ્લાઇટ પર રોક લગાવી દીધી હતી આ દેશોમાં કેનેડા પણ સામેલ છે. ભારત અને સમગ્ર એશિયામાંથી મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ કેનેડા જતા હોય છે. ફ્લાઇટ્સ પર બેન હોવાના કારણે તેમને ભારે મુસિબતનો સામનો કરવો પડતો હતો.

કેનેડાએ લગભગ 5 મહિના પછી ભારતથી સીધી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. કેનેડાએ આ વર્ષે એપ્રિલમાં પ્રતિબંધ લાદ્યો હતો. તે સમયે ભારત કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યું હતું. એરલાઇન પ્રદાતા કેનેડા એર સોમવારથી બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરી શકે છે. તે જ સમયે, ભારતની સરકારી કંપની એર ઇન્ડિયા 30 સપ્ટેમ્બરથી તેની ફ્લાઇટ શરૂ કરી શકે છે.

ટ્રાન્સપોર્ટ કેનેડાએ ટ્વીટ કર્યું કે 27 સપ્ટેમ્બરથી ભારતથી આવતી સીધી ફ્લાઇટ્સ કેનેડામાં ઉતરી શકે છે. જો કે, જાહેર સલામતીના વધારાના પગલાં લેવા પડશે. તેમણે કહ્યું કે મુસાફરી કરનારાઓએ દિલ્હી એરપોર્ટ પર માન્ય લેબમાંથી કોરોના વાયરસના RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. આ અહેવાલ વિમાનની ઉડાનના 18 કલાકની અંદર જારી થવો જોઈએ.

કેનેડિયન સરકારની ટ્રાવેલ એડવાઈઝરી જણાવે છે કે કેનેડા જતા મુસાફરોએ વિમાનમાં ચડતા પહેલા લેબ દ્વારા જારી કરાયેલ QR કોડ રિપોર્ટ એરલાઈનને બતાવવો પડશે. તે જણાવે છે કે જેઓ અગાઉ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું તેઓએ માન્ય લેબમાંથી પોઝિટિવ રિપોર્ટ આપવો પડશે. આ સેમ્પલ કલેક્શન કેનેડિયન સુનિશ્ચિત પ્રસ્થાનના સમયથી 14 થી 180 દિવસની વચ્ચે હોવો જોઈએ.

વિદ્યાર્થીઓને મળી રાહત

ભારત-કેનેડા વચ્ચે સીધી ફ્લાઇટ પર પ્રતિબંધ હોવાનો કારણે વિદ્યાર્થીઓ અન્ય દેશથી કેનેડા પહોંચી રહ્યા હતા જેના કારણે તેમને હેરાન થવુ પડતુ હતુ અને સાથે જ ટિકીટ માટે ડબલ રૂપિયા ખર્ચ કરવા પડતા હતા પરંતુ હવે ફરીથી વિમાન સેવા શરૂ થતા આ વિદ્યાર્થીઓને ચોક્કસ રાહત મળશે. આ સાથે જ કેનેડામાં રહેતા ભારતીયોને સરળતા રહેશે.

આ પણ વાંચો –

ગુજરાત વિધાનસભાના સત્ર પૂર્વે આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ હાજર રહેશે

આ પણ વાંચો –

IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદ ભલે 1 મેચ જીતી હોય, પરંતુ પ્લેઓફ માટે આ એક દરવાજો હજુ ખુલ્લો, જાણો પોઇન્ટનો ખેલ

આ પણ વાંચો –

Viral Wedding Video : મંડપમાં વરરાજા પાસે સાળીઓએ માંગ્યા શુકનના રૂપિયા, વરરાજાએ આપ્યો એવો જવાબ કે વીડિયો થયો વાયરલ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati