BIHAR: ઘોર બેદરકારી આવી સામે, કોરોના દર્દીઓના મૃતદેહોને ફેંકી રહ્યા છે એમ્બ્યુલન્સ ચાલકો

|

May 11, 2021 | 10:21 PM

Bihar : એમ્બ્યુલન્સ ચાલકો આવી જ રીતે મૃતદેહોને ફેંકીને જતાં રહે છે. આ કામ યુપી અને બિહાર બન્ને રાજ્યો તરફથી આવતા લોકો કરી રહ્યા છે.

BIHAR: ઘોર બેદરકારી આવી સામે, કોરોના દર્દીઓના મૃતદેહોને ફેંકી રહ્યા છે એમ્બ્યુલન્સ ચાલકો
જયપ્રભા સેતુ હવે કોવિડ સંક્રમિત દર્દીઓના મૃતદેહોનો "નિકાલ" કરી રહ્યા છે.

Follow us on

BIHAR: કોરોનાની બીજી લહેર દેશ અને દુનિયામા હાહાકાર મચાવી રહી છે તેવામાં ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આવી ગંભીર ઘટનાઓને લીધે સંક્રમણ ફેલાવાની પૂરેપુરી શક્યતાઓ છે.

આ અસંવેદનશીલતાના દ્રશ્યો ઉત્તરપ્રદેશના સીમાવર્તી વિસ્તાર બિહારના સારણ જિલ્લાના માંઝી પ્રખંડના જાય પ્રભા સેતુ પર સર્જાયા હતા. બિહાર અને યુપીની સરહદને જોડતી અત્યંત મહત્વપૂર્ણ સડક પુલ જયપ્રભા સેતુ હવે કોવિડ સંક્રમિત દર્દીઓના મૃતદેહોનો “નિકાલ” કરી રહ્યા છે.

તાજેતરના દિવસોમાં એમ્બ્યુલન્સ ચાલકો હોસ્પિટલો માંથી લાવેલા મૃત દેહોને આરામથી ફેંકીને જતાં રહે છે અને તંત્ર આ સ્થિતિને સામાન્ય ગણાવીને આંખ આડા કાન કરીને બેઠું છે. સ્થાનીય લોકોનું જો માનવમાં આવે તો બિહાર હોય કે ઉત્તર પ્રદેશ, બંને તરફના રાજયોની એમ્બ્યુલન્સ માંથી લાશોને પુલ નીચે ફેંકીને રફ્ફુચક્કર થઈ જાય છે. આવા મૃતદેહોનો ન તો અંતિમ સંસ્કાર થાય છે કે ન તેને જમીનમાં દફનાવામાં આવે છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

માંઝી નિવાસી અરવિંદ સિંહ જણાવે છે કે એમ્બ્યુલન્સ ચાલકો આવી જ રીતે મૃતદેહોને ફેંકીને જતાં રહે છે. આ કામ યુપી અને બિહાર બન્ને રાજ્યો તરફથી આવતા લોકો કરી રહ્યા છે. સ્થાનિક લોકોની માંગ છે કે આ ઘટનાની ગંભીરતા સમજીને તરત જ પગલાં ભરવામાં આવે.

Next Article