ITBP Bus Accident : પહેલગામમાં મોટી બસ દુર્ઘટના, ITBPના 6 જવાન શહીદ 32 ઘાયલ

|

Aug 16, 2022 | 1:08 PM

પહેલગામના ફ્રિસલાન ગામમાં ITBP બસનો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 6 જવાન શહીદ થયા છે અને 32 ઘાયલ હોવાનું કહેવાય છે.

ITBP Bus Accident : પહેલગામમાં મોટી બસ દુર્ઘટના, ITBPના 6 જવાન શહીદ 32 ઘાયલ
પહેલગામમાં મોટી દુર્ઘટના, ITBP બસ દુર્ઘટના

Follow us on

ITBP Bus Accident : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ITBPનું વાહનન અકસ્માત (Bus Accident)નો શિકાર બન્યું છે. આ અકસ્માતમાં 6 જવાન શહીદ થયા છે અને 32 ઘાયલ થયા છે. તે અમરનાથ યાત્રાની ડ્યુટી પર હતા. આ અકસ્માત ચંદનવારી પહલગામમાં થયો હતો. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસે (Indo Tibetan Border Police)માહિતી આપી છે કે, બસમાં કુલ 39 જવાન હતા, જેમાંથી 37 આઈટીબીપીના અને 2 જમ્મુ-કાશ્મીર પોલીસના હતા. બસની બ્રેક ફેલ થયા બાદ તે રોડ કિનારે પડી હતી. આ અક્સમાત સર્જાયો છે,સૈનિકો ચંદનવાડીથી પહેલગામ તરફ જઈ રહ્યા હતા.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

એક અધિકારીએ જણાવ્યું કે, દુર્ઘટનાના સમાચાર મળતાં જ પોલીસ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને જવાનોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

 

ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું કે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ITBP અને પોલીસ કર્મચારીઓને લઈ જતી બસના અકસ્માત વિશે જાણીને દુઃખ થયું. મારી પ્રાર્થના અને સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય.

 

 

 

Published On - 12:13 pm, Tue, 16 August 22

Next Article