ઉદ્ધવ જૂથને મોટો ઝટકો? શિંદે સાથે જોડાશે આ સાંસદ, કાર્યકરોને કહ્યું- જનકલ્યાણ માટે સત્તા સાથે રહેવું જરૂરી

ધારાશિવના સાંસદ ઓમરાજે નિંબાલકર એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ શકે છે. કાર્યકરોની બેઠકમાં તેમણે લોકહિતના કામો માટે સત્તા સાથે રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

ઉદ્ધવ જૂથને મોટો ઝટકો? શિંદે સાથે જોડાશે આ સાંસદ, કાર્યકરોને કહ્યું- જનકલ્યાણ માટે સત્તા સાથે રહેવું જરૂરી
Image Credit source: TV9 Network
| Updated on: Jun 21, 2026 | 9:19 PM

મહારાષ્ટ્રના રાજકારણમાંથી ફરી એકવાર મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શિવસેના (UBT) ના લોકપ્રિય સાંસદ ઓમરાજે નિંબાલકર હવે મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થવા જઈ રહ્યા છે. રવિવારે ઓમરાજે નિંબાલકરે પોતાના મતવિસ્તારના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે એક મહત્વની બેઠક યોજી હતી, જેમાં તેમણે એકનાથ શિંદેના નેતૃત્વની પ્રશંસા કરી હતી. આ બેઠક દરમિયાન ઓમરાજેની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ પક્ષપલટાના સંકેત આપી રહ્યા છે (જોકે સત્તાવાર રીતે આ ક્લિપની પુષ્ટિ થઈ નથી).

સત્તા સાથે રહેવું કેમ જરૂરી છે?

વાયરલ ઓડિયો ક્લિપ અનુસાર, ધારાશિવના સાંસદ ઓમરાજે નિંબાલકરે કાર્યકરોને સંબોધતા કહ્યું કે, “આપણે જનકલ્યાણના કામો કરવા માટે ભંડોળ (ગ્રાન્ટ) ની જરૂર પડશે, તેથી આપણે સત્તામાં રહેલા નેતૃત્વને સ્વીકારવું પડશે. આપણી ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને ત્યારબાદ એકનાથ શિંદેએ અમિત શાહ સાથે આ અંગે ચર્ચા પણ કરી છે. સામાન્ય કાર્યકરોને પણ પોતાના કામો કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. અમે એક પણ નગરપાલિકા જીતી શક્યા નથી. જનતાના કામો કરાવવા માટે સત્તાનો ઉપયોગ કરવો પડશે, તેથી હું કેટલાક મહત્વના નિર્ણયો લેવા જઈ રહ્યો છું અને તમારે બધાએ મારા આ નિર્ણયને સમર્થન આપવું જોઈએ.”

છબી ખરાબ થવાના સવાલ પર આપ્યો જવાબ

જ્યારે કેટલાક કાર્યકરોએ ચિંતા વ્યક્ત કરી કે આ નિર્ણયથી તેમની રાજકીય છબી ધૂંધળી થઈ શકે છે, ત્યારે ઓમરાજે રોકડિયો જવાબ આપતા કહ્યું, “શું હું અહીં માત્ર મારી છબી બનાવવા આવ્યો છું? હું જનતાનો સાંસદ છું. ચૂંટણી પરિણામો પછી મારે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે સાથે વાત કરવી પડી હતી. તમે બધા મારા આ નિર્ણયમાં મારી સાથે રહો.”

નિંબાલકરને મંત્રી બનાવવાની કાર્યકરોની માંગ

બેઠકમાં ઉપસ્થિત કાર્યકરો અને પદાધિકારીઓએ એકસૂરે કહ્યું હતું કે ઓમરાજે નિંબાલકરે સરકાર સાથે જોડાવું જોઈએ. કાર્યકરોએ સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના નેતાના દરેક નિર્ણયને સ્વીકારવા તૈયાર છે. આ સાથે જ કાર્યકરોએ એવી પણ માંગ કરી હતી કે શિંદે જૂથમાં સામેલ થયા બાદ સાંસદ ઓમરાજે નિંબાલકરને સરકારમાં મંત્રી પદ આપવામાં આવે.

વારસદારો માટે શેર-મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્સફર કરવું બન્યું સરળ, PAN અને વસીયતની જરૂર નહીં

Follow Us