PMC બૅન્ક કૌભાંડનો મામલો 6,500 કરોડ રૂપિયાની પાર, 10.5 કરોડ રૂપિયાની રોકડ રકમની કોઈ જાણકારી નહીં

|

Oct 18, 2019 | 3:44 AM

પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) કૌભાંડ મામલે મોટો ખુલાસો થયો છે. બૅન્કની ઈન્ટરનલ ઈનવેસ્ટિગેશન ટીમની તપાસમાં એ વાત સામે આવી છે કે બૅન્ક રેકોર્ડમાંથી 10.5 કરોડ રૂપિયાની રોકડ રકમ ગાયબ છે. તપાસ ટીમને રિયલ એસ્ટેટ કંપની હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL) અને તેની સંબંધિત કંપનીઓ દ્વારા આપેલા ઘણા ચેક મળ્યા છે. આ ચેક બૅન્કમાં […]

PMC બૅન્ક કૌભાંડનો મામલો 6,500 કરોડ રૂપિયાની પાર, 10.5 કરોડ રૂપિયાની રોકડ રકમની કોઈ જાણકારી નહીં

Follow us on

પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) કૌભાંડ મામલે મોટો ખુલાસો થયો છે. બૅન્કની ઈન્ટરનલ ઈનવેસ્ટિગેશન ટીમની તપાસમાં એ વાત સામે આવી છે કે બૅન્ક રેકોર્ડમાંથી 10.5 કરોડ રૂપિયાની રોકડ રકમ ગાયબ છે. તપાસ ટીમને રિયલ એસ્ટેટ કંપની હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL) અને તેની સંબંધિત કંપનીઓ દ્વારા આપેલા ઘણા ચેક મળ્યા છે.

આ ચેક બૅન્કમાં ક્યારેય જમા કરવામાં આવ્યા નથી, તે છતાં તેમને રોકડ રકમ આપી દેવામાં આવી. સાથે જ એક હેરાન કરનારી જાણકારી સામે આવી છે. પહેલા કહેવામાં આવતુ હતુ કે PMCનું આખું કૌભાંડ 4 હજાર 355 કરોડ રૂપિયાનું છે પણ હકીકતમાં આ 6,500 કરોડ રૂપિયાથી પણ વધારેનું કૌભાંડ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

10 કરોડ રૂપિયાથી વધારેના ચેક છે

તપાસ ટીમને જે ચેક મળ્યા છે, તે 10 કરોડ રૂપિયાથી વધારેના છે. જેમને બૅન્કમાં જમા કરાવ્યા વગર જ રોકડ રકમ આપી દીધી. બાકીના 50-55 લાખ રૂપિયાનો કોઈ હિસાબ નથી, તે સિવાય બૅન્ક અધિકારીઓએ કૌભાંડની રકમ પહેલા 4,355 કરોડ રૂપિયા બતાવી હતી, જે હવે 6,500 કરોડ રૂપિયાથી વધારેના આંકડાને પાર કરી ગઈ છે.

10.5 કરોડ રૂપિયા રોકડ ગાયબ

બૅન્કના રેકોર્ડમાંથી માત્ર 10.5 કરોડ રૂપિયા રોકડ રકમ ગાયબ થવાની જાણકારી મળી. RBI દ્વારા નિયુક્ત ટીમ આ મામલે તપાસ કરી રહી હતી, જેના દ્વારા આ વાતની જાણકારી મળી છે. આ તપાસમાં કૌભાંડની રકમ વધારે હોવાની જાણકારી પણ સામે આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જોય થામસને ઘણા ચેક મોકલ્યા

તપાસમાં એ વાત પણ સામે આવી કે HDILની કંપનીઓને છેલ્લા 2 વર્ષમાં બૅન્કના પૂર્વ MD જોય થામસને ઘણા ચેક મોકલ્યા, તેમને રોકડ રકમ પણ આપવામાં આવી પણ ચેકને જમા કરવામાં આવ્યા નથી, ના આ ચેકની કોઈ એન્ટ્રી કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે થોમસે 50-55 લાખ રૂપિયા તેમની પાસે રાખ્યા.

FIRમાં જોડાઈ શકે છે આ રકમ

મળતી માહિતી મુજબ આ આખું કૌભાંડ લગભગ 6,500 કરોડ રૂપિયાનું છે. હવે FIRમાં આ રકમને જોડવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે PMCના પૂર્વ ડાયરેક્ટર જોય થામસને ગુરૂવારે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે, હાલમાં તે જેલમાં બંધ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ખાતાધારકોથી સંબંધિત અરજી પર સુનાવણી

ત્યારે સુપ્રીમ કોર્ટ આજે PMC બૅન્કના ખાતાધારકો સંબંધિત એક અરજી પર સુનાવણી કરશે. આ અરજી PMC બૅન્કમાં ખાતાધારકોની જમારાશિની સુરક્ષાને લઈ જોડાયેલી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article