સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો, જીવનસાથીની પ્રતિષ્ઠા અને કારકિર્દી બગાડાવી એ માનસિક ક્રૂરતા

|

Feb 27, 2021 | 12:17 PM

સુપ્રીમે શુક્રવારે મોટો ચૂકાદો આપ્યો છે. સુપ્રીમે કહ્યું કે શિક્ષિત વ્યક્તિનું પોતાના જીવન સાથીની પ્રતિષ્ઠા અને કેરીયર ખરાબ કરવું, અને અપૂર્ણ ક્ષતિ પહોચાડવી એ માનસિક ક્રુરતા છે.

સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો, જીવનસાથીની પ્રતિષ્ઠા અને કારકિર્દી બગાડાવી એ માનસિક ક્રૂરતા
સુપ્રીમ કોર્ટ

Follow us on

ન્યાયાધીશ સંજય કિશન કૌલ, ન્યાયાધીશ દિનેશ મહેશ્વરી અને ન્યાયાધીશ ઋષિકેશ રાયની ખંડપીઠે પતિની અરજી સ્વીકાર કરતા ઉત્તરાખંડ હાઈકોર્ટના નિર્ણયને ફગાવી દીધો હતો અને છૂટાછેડાના હુકમનામું આપવા માટેના ફેમિલી કોર્ટના નિર્ણયને ફરીથી સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઇકોર્ટએ તૂટેલા સંબંધને મધ્યમ વર્ગના વિવાહિત જીવનનો ભાગ કહ્યો એ ખોટું છે. આ કેસ નિશ્ચિતરૂપે પત્ની દ્વારા પતિ પર કરવામાં આવતી ક્રૂરતા વિશેનો છે અને પતિ આ આધારે છૂટાછેડા મેળવવાનો હકદાર છે.

શું કહ્યું સુપ્રીમે

સુપ્રીમ કોર્ટે છૂટાછેડા માટે માનસિક ક્રૂરતાના આધારોને સ્વીકારતા કહ્યું કે માનસિક ક્રૂરતા એટલી હદે હોવી જોઈએ કે જીવનસાથી માટે એક સાથે રહેવું અને લગ્ન જીવન જીવવાનું અશક્ય બની ગયું હોય. જોકે સહનશીલતાની હદ દરેક દંપતીમાં અલગ અલગ હોઈ શકે છે. ખંડપીઠે કહ્યું કે અદાલતે માનસિક ક્રૂરતાના આધારે છૂટાછેડા કેસનો નિર્ણય લેતી વખતે શિક્ષણનું સ્તર અને પક્ષકારોની સ્થિતિ ધ્યાનમાં લેવી જોઈએ. ખંડપીઠે જણાવ્યું હતું કે સમર ઘોષના અગાઉના ચુકાદામાં કોર્ટે માનસિક ક્રૂરતાના દાખલા આપ્યા છે, તેમ છતાં તે એમ પણ કહ્યું હતું કે આ મામલે કોઈ સમાન ધોરણ નક્કી કરી શકાય નહીં, તે દરેક કેસના આધારે નક્કી કરવામાં આવશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પત્નીએ પતિ સામે કરી ફરિયાદ

ખંડપીઠે જણાવ્યું હતું કે આ કેસમાં પત્નીએ સેનાના ઉચ્ચ અધિકારીઓને તેના પતિ વિરુદ્ધ અનેક ફરિયાદો કરી હતી. જેના માટે સેનાએ તેના પતિ વિરુદ્ધ કોર્ટ ઓફ ઈન્કવાયરી કરી. આનાથી પતિની પ્રગતિ અને કારકિર્દીને અસર થઈ. એટલું જ નહીં, પત્નીએ પતિ વિરુદ્ધની ફરિયાદ અન્ય ઘણા અધિકારીઓને પણ મોકલી હતી. અન્ય પ્લેટફોર્મ પર પતિ વિરુદ્ધ અપમાનજનક સામગ્રી પણ પોસ્ટ કરી છે. પરિણામે અરજદાર પતિની પ્રતિષ્ઠા અને કારકિર્દીને અસર થઈ.

પતિના કરિયર અને જીવન પર અસર

કોર્ટે કહ્યું કે પત્ની દ્વારા લગાવવામાં આરોપોને કારણે પતિના જીવન અને કારકિર્દી પર અસર પડી છે. જેના કારણે પત્નીએ એના કાનૂની ચુકાદા ભોગવવા પડશે. અદાલતે એના આરોપોને જુઠા નથી કહ્યા એનાથી તે બચી ના શકે. હાઈકોર્ટએ આ કેસને બરાબર જોયો નથી. આ કેસમાં માત્ર એટલું જોવામાં આવશે કે પત્નીનો વ્યવહાર માનસિક ક્રુરતામાં આવે છે કે નહીં. આ કેસમાં પત્નીના આરોપથી પતિના જીવન, પ્રતિષ્ઠા અને કારકિર્દી પર અસર પડી છે. પત્નીનું એમ કહેવું યોગ્ય નથી કે તેણે આ બધી ફરિયાદો પોતાની વિવાહિત જીવન બચાવવા માટે કરી હતી. કોર્ટે કહ્યું કે ખોટી બાજુ લગ્નના સંબંધો ચાલુ રહેવાની અપેક્ષા કરી શકશે નહીં. પતિએ તેનાથી અલગ રહેવાની માંગ કરવી ન્યાયી છે.

આ આખો મામલો હતો

આ કેસમાં પતિ એમ.ટેકની ડિગ્રી ધરાવતા સૈન્ય અધિકારી હતા અને પત્નીએ પી.એચ.ડી.ની ડીગ્રી સાથે સરકારી કોલેજમાં ભણાવતી હતી. 2006 માં બંનેના લગ્ન થયા હતા. તેઓ થોડા મહિના એક સાથે રહ્યા, પછી તેમની વચ્ચે ઝઘડો થયો. લગ્નના એક વર્ષથી બંને અલગ રહેતા હતા. આ કેસમાં પતિએ ફેમિલી કોર્ટમાં અરજી કરી છૂટાછેડાની માંગ કરી હતી. પતિએ કહ્યું કે તેની પત્નીએ તેમની સામે ઘણી ફરિયાદો કરી છે, આક્ષેપ કરીને તેમની પ્રતિષ્ઠા અને કારકિર્દીને નુકસાન પહોંચાડ્યું છે. પત્નીનું આ વર્તન માનસિક ક્રૂરતા છે, તેથી તેને છૂટાછેડા જોઈએ. જ્યારે પત્નીએ અરજી કરી હતી, કે સંબંધોને પુનસ્થાપિત કરવામાં આવે. કૌટુંબિક કોર્ટે કેસના તથ્યો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને પતિની છૂટાછેડાની અરજીને મંજૂરી આપી હતી. પરંતુ હાઈ કોર્ટે ફેમિલી કોર્ટના છૂટાછેડાને આપવાના નિર્ણયને ફગાવી દીધો હતો અને પત્નીના લગ્ન સંબંધો ફરીથી સ્થાપિત કરવાની માંગ સ્વીકારી હતી.

 

Next Article