1લી મેથી થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો, બેંકના ચાર્જિસથી લઈને LPG સિલિન્ડરના ભાવમાં આવી રહ્યા છે આ બદલાવ- વાંચો

|

Apr 30, 2024 | 10:28 PM

દેશમાં 1લી મેથી મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. દર મહિનાની પહેલી તારીખે કોઈને કોઈ બદલાવ થતા હોય છે. 1લી મે થી દેશમાં મોટા બદલાવ થવા જઈ રહ્યા છે. જેમા LPG સિલિન્ડરથી લઈને બેંક એકાઉન્ટના નિયમો સુધી અનેક ફેરફાર સામેલ છે.

1લી મેથી થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો, બેંકના ચાર્જિસથી લઈને LPG સિલિન્ડરના ભાવમાં આવી રહ્યા છે આ બદલાવ- વાંચો

Follow us on

દર મહિનાની પહેલી તારીખ આવે અને અનેક મોટા બદલાવ થતા આપણે જોઈએ છીએ. આવતીકાલથી મે મહિનો શરૂ થઈ રહ્યો છે. આ મે મહિનાની પહેલી તારીખથી પણ અનેક મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર સામાન્ય માણસના ખીસ્સા પર પડશે. તમારા માટે આ ફેરફારો વિશે અગાઉથી જાગૃત રહેવુ મહત્વપૂર્ણ છે. જેથી તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

અહીં અમે તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. વરિષ્ઠ નાગરિકો માટે HDFC દ્વારા ચલાવવામાં આવતી યોજનાની સમયમર્યાદા 10 મે, 2024 ના રોજ સમાપ્ત થઈ રહી છે. આમાં પણ રોકાણ માટે ઘણો ઓછો સમય બચ્યો છે. જ્યારે યસ બેંક અને ICICI બેંકના બચત ખાતાઓમાં, ગ્રાહકોએ 1લી મેથી સેવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. આ બેંકોએ તેમના બચત ખાતામાં ઘણા ચાર્જ વધાર્યા છે. ચાલો તમને જણાવીએ  1લી મેથી થનારા ફેરફારો વિશે.

HDFC બેંક સિનિયર સિટિઝન્સ માટે લાવી છે ખાસ FD સ્કીમ

દેશમાં દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. કંપનીઓ 14 કિલોના ઘરેલુ અને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતો નક્કી કરે છે. આ સાથે સીએનજી અને પીએનજીના ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં પહેલી મેના રોજ ગેસના ભાવમાં ફેરફાર થઈ શકે છે. HDFC બેંકે વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ FD સ્કીમ શરૂ કરી છે, તેમાં જોડાવા માટેની અંતિમ તારીખ 10 મે છે. આ યોજનામાં વરિષ્ઠ નાગરિકો માટે 0.75% વધારાના વ્યાજ દર ઉપલબ્ધ છે.

Tea-Coffee : ખાંડની જગ્યાએ ચા-કોફીમાં નાખો આ 4 વસ્તુઓ, સ્વાદ અને સ્વાસ્થ્ય રહેશે સારુ
શું હાર્દિક અને નતાશા વચ્ચેનો અણબનાવ થયો પૂરો? અભિનેત્રીએ આપ્યા ગુડ ન્યૂઝ
આજનું રાશિફળ તારીખ : 03-06-2024
તુલસીના છોડને પાણી આપવાનો યોગ્ય સમય અને નિયમો જાણો
પતિથી થઈ અલગ, 5 વર્ષ મોટા અભિનેતા સાથે જોડાયું નામ, બાદમાં સંબંધો પર બોલી અભિનેત્રી
કયા રે, કૈસા હે...? જ્યારે CM યોગીએ ટાઈગરને પૂછ્યો સવાલ, જુઓ ટાઈગરની પ્રતિક્રિયાનો વીડિયો

ખાતાના નિયમોમાં ફેરફાર

યસ બેંક અને ICICI બેંકના બચત કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. યસ બેંકના વિવિધ પ્રકારના બચત ખાતાઓ માટે લઘુત્તમ સરેરાશ બેલેન્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બેંકની વેબસાઈટ અનુસાર, હવે યસ બેંક પ્રો મેક્સ સેવિંગ્સ એકાઉન્ટ્સ માટે લઘુત્તમ સરેરાશ બેલેન્સ 50,000 રૂપિયા અને મહત્તમ ચાર્જ 1,000 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે, “Pro Plus”, “Yes Respect SA” અને “Yes Essence SA” એકાઉન્ટ્સ માટે, મિનિમમ એવરેજ બેલેન્સ મર્યાદા રૂ. 25,000 અને મેક્સિમમ ચાર્જ રૂ. 750 છે. એકાઉન્ટ પ્રોમાં મિનિમમ બેલેન્સ 10,000 રૂપિયા છે અને તેમાં મહત્તમ ચાર્જ 750 રૂપિયા છે.

તે જ સમયે, ICICI બેંકે તેના બચત ખાતા સાથે સંબંધિત સર્વિસ ચાર્જના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. હવે ડેબિટ કાર્ડ માટે ગ્રાહકોએ શહેરી વિસ્તારોમાં 200 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારોમાં 99 રૂપિયાની વાર્ષિક ફી ચૂકવવી પડશે. આ સાથે બેંકે 25 પેજની ચેકબુક માટે કોઈ ચાર્જ નહીં લેવાનો નિર્ણય કર્યો છે, પરંતુ તે પછી પ્રતિ પેજની ચેકબુક માટે 4 રૂપિયા લેવા પડશે. IMPS ટ્રાન્ઝેક્શનની રકમ પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 2.50 થી રૂ. 15 નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો: tv9 સાથેની વાતચીતમાં પવન ખેરાનો મોટો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ- Video

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article