સુપ્રીમ કોર્ટ તરફથી ભાગેડુ વિજય માલ્યાને મોટો ઝટકો, ED દ્વારા પ્રોપર્ટી જપ્ત કરવાની કાર્યવાહી પર રોક લગાવવાની અરજી ફગાવી

|

Jan 16, 2023 | 3:53 PM

વિજય માલ્યા પર 9,000 કરોડ રૂપિયાની લોન છે જે ચૂકવવામાં તે નિષ્ફળ ગયો છે. આ પછી દેશની કેન્દ્રીય તપાસ એજન્સીઓ તેની સામે તપાસ કરી રહી છે અને તેની સાથે જોડાયેલી ઘણી સંપત્તિઓ જપ્ત કરી છે. તેને ભારત લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટ તરફથી ભાગેડુ વિજય માલ્યાને મોટો ઝટકો, ED દ્વારા પ્રોપર્ટી જપ્ત કરવાની કાર્યવાહી પર રોક લગાવવાની અરજી ફગાવી
Vijay Mallya

Follow us on

સુપ્રીમ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની અરજી ફગાવી દીધી છે. અરજીમાં માલ્યાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પ્રોપર્ટી જપ્ત કરવાની કાર્યવાહી પર રોક લગાવવાની માગ કરી હતી. CJI DY ચંદ્રચુડની બેંચ સમક્ષ વિજય માલ્યાના વકીલ EC અગ્રવાલે કહ્યું કે અમે તમારા અગાઉના આદેશ મુજબ કેસ છોડવાની માગ કરતી અરજી દાખલ કરી છે. CJI ચંદ્રચુડે આદેશ આપ્યો કે અરજદારે વારંવાર પ્રયાસ કરવા છતાં વકીલનો સંપર્ક કર્યો નથી. અરજદારે આ કાર્યવાહી કરવા માટે કોઈ પગલાં લીધાં નથી. અમે તેની અરજી ફગાવી દઈએ છીએ.

આ પહેલા પણ માલ્યાને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે

નોંધનીય છે કે, માલ્યાએ અરજીમાં કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ખોટી રીતે તેની તમામ મિલકતો જપ્ત કરી રહ્યું છે. કિંગફિશર કેસમાં જ્યારે તપાસ ચાલી રહી છે ત્યારે તેની સાથે જોડાયેલી સંપત્તિ પણ જપ્ત કરવી જોઈએ, પરંતુ માલ્યા તરફથી હાજર રહેલા વકીલે આ કેસમાંથી ખસી જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને સુપ્રીમ કોર્ટે માલ્યાની અરજી ફગાવી દીધી હતી.

આ પહેલા પણ ભાગેડુ માલ્યાને અનેક મોરચે સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. અગાઉ તેમને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ સમયમર્યાદા બાદ પણ તેઓ કોર્ટમાં હાજર થયા ન હતા.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ પણ વાંચો : જોશીમઠ સંકટ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ પર લેવાશે નિર્ણય

વિજય માલ્યા પર પર 9,000 કરોડ રૂપિયાની લોન છે જે ચૂકવવામાં તે નિષ્ફળ ગયો

આ પછી તેમના પર કોર્ટની અવમાનનાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેની સામે તે કોર્ટ પહોંચ્યા હતા પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. માલ્યા પર 9,000 કરોડ રૂપિયાની લોન છે જે ચૂકવવામાં તે નિષ્ફળ ગયો છે. આ પછી દેશની કેન્દ્રીય તપાસ એજન્સીઓ તેની સામે તપાસ કરી રહી છે અને તેની સાથે જોડાયેલી ઘણી સંપત્તિઓ જપ્ત કરી છે.

ભાગેડુ વિજય માલ્યાને ભારત લાવવાની પ્રક્રિયામાં ઘણો સમય લાગી રહ્યો છે, પરંતુ દરેક વખતે તે એક યા બીજી રીતે છટકી જાય છે. પ્રત્યાર્પણની પ્રક્રિયા 2 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી, પરંતુ ત્યારથી મામલો કાનૂની ગૂંચમાં ફસાઈ ગયો છે.

Published On - 3:53 pm, Mon, 16 January 23

Next Article