કાશ્મીર ઘાટીમાં સેનાને મોટી સફળતા, આ ગેંગનો છેલ્લો આતંકવાદી પણ અથડામણમાં થયો ઠાર

|

May 03, 2019 | 11:08 AM

કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ભારતીય સેના સતત ઓપરેશન ચલાવી રહી છે અને બુરહાન ગેંગનો ખાત્મો બોલાવવામાં સેનાને મોટી સફળતા પણ મળી છે. દક્ષિણ કાશ્મીરમાં શુક્રવારના રોજ સુરક્ષા અધિકારીઓ અને આતંકવાદીઓની અથડામણ થઈ હતી અને તેમાં શનીવારના રોજ સેનાએ ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો હતો. બુરહાન વાની ગેંગ એ સેના માટે સૌથી મોટી સમસ્યા હતી અને […]

કાશ્મીર ઘાટીમાં સેનાને મોટી સફળતા, આ ગેંગનો છેલ્લો આતંકવાદી પણ અથડામણમાં થયો ઠાર

Follow us on

કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ભારતીય સેના સતત ઓપરેશન ચલાવી રહી છે અને બુરહાન ગેંગનો ખાત્મો બોલાવવામાં સેનાને મોટી સફળતા પણ મળી છે.

દક્ષિણ કાશ્મીરમાં શુક્રવારના રોજ સુરક્ષા અધિકારીઓ અને આતંકવાદીઓની અથડામણ થઈ હતી અને તેમાં શનીવારના રોજ સેનાએ ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો હતો. બુરહાન વાની ગેંગ એ સેના માટે સૌથી મોટી સમસ્યા હતી અને અગાઉ તેના લીડર બુરહાન વાનીના ખાત્મા પછી આ ગેંગ નબળી પડી હતી. બાદમાં ટાઈગર પણ સેના સાથેની અથડામણમાં માર્યો જવાથી સેનાને આ બાબતે મોટી સફળતા મળી છે.

આ પણ વાંચો: 16 વર્ષની ઉંમરનો છોકરો યૂ-ટયૂબ પર શીખ્યો કરન્સી ટ્રેડિંગ, કમાય છે લાખો રૂપિયા

શોપિયામાં સેનાના જવાનો અને આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી અને સેનાએ આ ઓપરેશનમાં 3 આતંકવાદીઓને ખત્મ કરી દીધા છે. સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન ચલાવીને આ સફળતા મેળવી  છે. હિજબુલનો કમાન્ડર લતીફ ટાઈગરને પણ સેનાએ અથડામણમાં ઠાર માર્યો હતો અને હવે અંતે કાશ્મીર ઘાટીમાં આતંકવાદના રુપે ઊભી થયેલી બુરહાન ગેંગના છેલ્લાં સદસ્યને પણ ખતમ કરવામાં સેનાને સફળતા મળી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

TV9 Gujarati

 

જ્યારે જ્યારે અથડામણ થાય છે ત્યારે પત્થરબાજો આવી જાય છે અને તેને હટાવવા માટે સેનાએ પેલેટ ગનનો ઉપયોગ કરવાની ફરજ પડે છે. કાશ્મીર ઘાટીમાંથી આ બીજી શાંતિની ખબર આવી રહી છે. 2 મેનાં રોજ આવેલી ખબરમાં કાશ્મીરી પંડિતની કાશ્મીરના શ્રીનગરમાં વાપસી થઈ અને તેમને સ્થાનિકોએ ભાવભેર આવકાર્યા હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article