Shocking Video: પાર્ટીમાં ડાન્સ કરતા-કરતા આ ડોક્ટર ઢળી પડ્યા, હાર્ટએટેક આવવાથી ક્ષણવારમાં થયુ મોત

ભોપાલના વરિષ્ઠ ડોક્ટર સી.એસ. જૈનનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, પાર્ટીમાં ડાન્સ કરતી વખતે જ તેને અચાનક હાર્ટએટેક આવ્યો હતો.

Shocking Video: પાર્ટીમાં ડાન્સ કરતા-કરતા આ ડોક્ટર ઢળી પડ્યા, હાર્ટએટેક આવવાથી ક્ષણવારમાં થયુ મોત
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 6:37 PM

Shocking Video: વરિષ્ઠ ફોરેન્સિક દવાના નિષ્ણાત ડોક્ટર સી.એસ. જૈનનું હાર્ટ એટેકના (Heart Attack) કારણે નિધન થયું છે. તે પાર્ટીમાં મિત્રો સાથે ડાન્સ કરી રહ્યો હતા, તે દરમિયાન અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો. બાદમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

પાર્ટીમાં અચાનક ડૉ.જૈનને હાર્ટએટેક આવ્યો

ભોપાલના અગ્રણી ફોરેન્સિક નિષ્ણાત સીએસ જૈનનું (CS Jain) 67 વર્ષની વયે અવસાન થયું છે. જૈન પાર્ટીમાં અન્ય ડોક્ટરો સાથે ડાન્સ કરી રહ્યા હતા. ત્યારે ડાન્સ દરમિયાન જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે ડાન્સ કરતા-કરતા પડી જાય છે. બાદમાં ત્યાં હાજર લોકો તેને હોસ્પિટલ લઈ જાય છે, પરંતુ તેમને બચાવી શકાયા નહીં.

જુઓ વીડિયો

કારકિર્દી દરમિયાન ડૉ.જૈને ત્રણ હજારથી વધુ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કર્યું

કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે તેના સાથીઓ તેને નજીકની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં (Super Speciality Hospital) લઈ ગયા હતા. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેની પુત્રી યુએસએમાં રહે છે. તેમની કારકિર્દી દરમિયાન ડો,જૈને ત્રણ હજારથી વધુ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કર્યું છે.

ભોપાલ શહેરના સૌથી જૂના ફોરેન્સિક નિષ્ણાત હતા

તમને જણાવી દઈએ કે આ ઘટના રવિવારે બની હતી, જ્યારે ડોક્ટર સી.એસ. જૈન હોટલ જહાનુમામાં તેમના મિત્રો સાથે પાર્ટીમાં હતા. આ પાર્ટીમાં ઘણા નામાંકિત ડોકટરો હાજર રહ્યા હતા. દરેક લોકો ફિલ્મી ગીતોની ધૂન પર ઝૂમી રહ્યા હતા. ડોક્ટર સીએસ જૈન પણ ડાન્સ કરતા જોવા મળે છે. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવે છે અને તે પડી જાય છે. ડો. સીએસ જૈન 1975 બેચના ડોક્ટર હતા. તે ભોપાલ શહેરના સૌથી જૂના ફોરેન્સિક નિષ્ણાત હતા.16 સેકન્ડનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Video : ચાલુ ટ્રેનમાંથી ઉતરવાના ચક્કરમાં આ ગર્ભવતી મહિલા પડી ગઈ, પછી જે થયુ તે જોઈને તમે પણ ચોંકી જશો !

આ પણ વાંચો: Viral Video : 84 વર્ષના દાદીએ વિમાન ઉડાવ્યુ ! દાદીનું આ પરાક્રમ જોઈને તમે પણ ચોંકી જશો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">