Corona : ભોપાલમા Delta Plus Variantનો નવો કેસ આવ્યો, આ વેરિઅન્ટ પર એન્ટીબોડી કોકટેલ પણ બેઅસર

|

Jun 17, 2021 | 8:41 AM

Bhopal : કોરોનાનું નવું વેરિઅન્ટ જે બહાર આવ્યું છે તે ડેલ્ટા વેરિએન્ટ જેવું જ છે. તેનું નામ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ(Delta Plus Variant) રાખવામાં આવ્યું છે.

Corona : ભોપાલમા Delta Plus Variantનો નવો કેસ આવ્યો, આ વેરિઅન્ટ પર એન્ટીબોડી કોકટેલ પણ બેઅસર
Delta Plus Variantનો કેસ આવ્યો

Follow us on

Bhopal : કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે પરંતુ બેદરકારી હજી ભારે થઈ શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાના નવા વેરિએન્ટ વિશે માહિતી આપવામાં આવી છે. કોરોનાનું નવું વેરિઅન્ટ જે બહાર આવ્યું છે તે ડેલ્ટા વેરિએન્ટ જેવું જ છે. તેનું નામ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ (Delta Plus Variant) રાખવામાં આવ્યું છે.

ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ એ ડેલ્ટા વેરિઅન્ટનું જ મ્યુટેશન છે. કોરોનાની બીજી લહેર દરમિયાન મોટાભાગના ડેલ્ટા વેરિએન્ટનો શિકાર હતા. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, ડેલ્ટા વેરિઅન્ટ મ્યુટેટ થઈને ડેલ્ટા પ્લસ બની ગયો છે.

મધ્યપ્રદેશમાં કોરોનાના વેરિએન્ટ ગભરાહટ ફેલાવ્યો છે. ભોપાલમાં કોરોનાનું નવું વેરિઅન્ટ ડેલ્ટા પ્લસનો કેસ સામે આવ્યો છે. આ ડેલ્ટા વેરિઅન્ટ ( B.1.617.2) નું બદલાયેલું સ્વરૂપ છે. નિષ્ણાતો કહે છે કે મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ આ વેરિઅન્ટ પર અસર કરતું નથી. તાજેતરમાં બે ફાર્માસ્યુટિકલ કંપનીઓએ આ કોકટેલ ઇન્જેક્શન બનાવ્યું હતું. આ સાથે જ આશા રાખવામાં આવી હતી કે આ ઇન્જેક્શન કોરોનાની સારવારમાં ખૂબ અસરકારક રહેશે.

1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત

આ મહિને ભોપાલની ગાંધી મેડિકલ કોલેજ તરફથી 15 સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. મંગળવારે આવેલા એક રિપોર્ટમાં, એક સેમ્પલમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ મળ્યો છે, બાકીના ડેલ્ટા અને અન્ય વેરિએન્ટ્સ છે. જોકે, અધિકારીઓ નવા વેરિઅન્ટ અંગે પૃષ્ટિ કરી નથી. ભોપાલના સીએમએચઓ ડો.પ્રભાકર તિવારીએ કહ્યું કે તેમણે હજી રિપોર્ટ જોયો નથી, તેથી કંઇ કહી શકાય નહીં.

તો મીડિયા સાથેની વાતચીતમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 6 કેસ છે. જયારે આખી દુનિયામાં 150 કેસ છે. આ ડેલ્ટા વેરિઅન્ટ છે. આ સાથે જ જણાવ્યું હતું કે, તમિલનાડુ સહીત ઘણા રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના મામલા સામે આવ્યા છે.

ભોપાલના એમ્સના નિર્દેશકએ કહ્યું હતું કે, ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દેશમાં અત્યાર સુધીમાં બહુ ઓછા કેસો નોંધાયા છે, પરંતુ સંક્ર્મણ વધવામાં વધારે સમય લાગતો નથી. મોનોક્લોનલ એન્ટિબોડીઝને પણ આનો ફાયદો નથી. રસીની અસર પણ નહીં હોય. ડેલ્ટા વેરિઅન્ટ ફક્ત ફેબ્રુઆરીમાં જ મળી આવ્યો હતો, પરંતુ ડેલ્ટા પ્લસ હજી પણ એઈમ્સમાં જિનોમ સિક્વિન્સીંગમાં મળી આવ્યો નથી.

Next Article