BHARUCH : કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનું દિલ્લી-મુંબઇ એક્સપ્રેસનું નિરીક્ષણ, 2022માં કેબલ બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનો અંદાજ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં મુદ્રા પોર્ટની કનેક્ટિવિટી સહીત ૩ મુખ્ય માર્ગની નિર્માણ અંગે પણ જાહેર કરી હતી સાથે પરિવહન ક્ષેત્રના વિકાસ દ્વારા દેશની ઉન્નતિ માટે આશા વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજરોજ ભરૂચ ખાતે દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આગામી વર્ષ 2022 દરમ્યાન આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.
24 કલાકમાં બે કિમી લાંબો કોન્ક્રીટ રોડ બનાવવાનો વિશ્વ વિક્રમ
ભરૂચ નજીક એક્સપ્રેસ વે ના નિર્માણ દરમ્યાન 24 કલાકમાં બે કિમી લાંબો કોન્ક્રીટ રોડ બનાવવાનો વિશ્વ વિક્રમ બન્યો છે. આજે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક્સપ્રેસ વે અને તેના ભાગરૂપે નર્મદા નદી ઉપર આકાર પામી રહેલા એક્સ્ટ્રા ડોઝ કેબલ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. 98,000 કરોડના ખર્ચે તૈયાર થતો આ 1,380 કિલોમીટર લાંબો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બનશે.
હાઇવે નિર્માણથી મુસાફરીનો સમય 11 કલાક ઘટી જશે
આ માર્ગ દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડશે. દિલ્લી – મુંબઈ મહાનગરો વચ્ચે મુસાફરીનો સમય 24 કલાકથી ઘટીને 13 કલાક થઈ જશે. આ ઉપરાંત, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના છ રાજ્યોમાંથી પસાર થતા આ એક્સપ્રેસ વેમાં જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ, વડોદરા, સુરત જેવી આર્થિક કેન્દ્રો સાથે જોડાણ સુધારવાની સાથે લાખો લોકો માટે આર્થિક સમૃદ્ધિ લાવશે.
નીતિન ગડકરી પોતાની અલગ કાર્યપ્રણાલી માટે જાણીતા
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમની અલગ તરી આવતી કાર્યપ્રણાલી માટે જાણીતા છે. નીતિન ગડકરીએ કેન્દ્રીય મંત્રી ઇન્દ્રજીત સિંહ અને તેમના પોતાના સસરાના મકાન માર્ગના વિકાસની કામગીરીમાં અડચણ બનતા તોડી પડી કાયદા અને દેશથી ઉપર કોઈ સંબંધી કે વ્યક્તિ ન હોવાનો સંદેશ આપ્યો હોવાનું ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું .
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી લોકોમાં એ હદે લોકપ્રિય બન્યા છે કે તેમના પ્રાસંગિક સંબોધન અને ગડકરી દ્વારા પોસ્ટ કરાયેલ વિડીયો એ હદે વાઇરલ થઇ રહ્યા છે કે જેમણે મંત્રીને 4 લાખ રૂપિયાની આવક આપી છે. નીતિન ગડકરીએ આ રકમ કોવીડ કેર ફંડમાં આપી છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં મુદ્રા પોર્ટની કનેક્ટિવિટી સહીત ૩ મુખ્ય માર્ગની નિર્માણ અંગે પણ જાહેર કરી હતી સાથે પરિવહન ક્ષેત્રના વિકાસ દ્વારા દેશની ઉન્નતિ માટે આશા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : IGNOUએ બેન્કિંગ અને ફાઇનાન્સમાં MBA અભ્યાસક્રમ શરૂ કર્યો, જાણો અભ્યાસક્રમની તમામ વિગત