ભારતકી બેટી કી ઊંચી ઉડાન: એર ઇન્ડિયાની મહિલા પાયલટે રચ્યો 16000 kmની લાંબી ઉડાનનો ઇતિહાસ

|

Jan 11, 2021 | 6:19 PM

ઉત્તર ધ્રુવમાં ઉડાન ખૂબ જ પડકારજનક છે અને એરલાઇન કંપનીઓ આ માર્ગ પર તેમના શ્રેષ્ઠ અને સૌથી અનુભવી પાઇલટ્સને મોકલે છે. તેમણે કહ્યું કે, આ વખતે એર ઈન્ડિયાએ સાન ફ્રાન્સિસ્કોથી બેંગ્લોર સુધીના ધ્રુવીય માર્ગ પર મુસાફરી કરવા માટે એક મહિલા કેપ્ટનને જવાબદારી સોંપી છે.

ભારતકી બેટી કી ઊંચી ઉડાન: એર ઇન્ડિયાની મહિલા પાયલટે રચ્યો 16000 kmની લાંબી ઉડાનનો ઇતિહાસ
Air India Women Pilot

Follow us on

એર ઇન્ડિયાની મહિલા પાયલટે અમેરિકના સેન ફ્રાન્સિસ્કોથી બેંગલુરુ સુધી એમ 16000 km લાંબી હવાઈ યાત્રા કરીને ઇતિહાસ રચ્યો છે. આટલું લાંબુ અંતર કાપીને બેંગ્લુરુમાં બોઈંગ 777 વિમાનનું સફળતાપૂર્વક લેન્ડ કર્યું હતું. આ હવાઈ યાત્રાની ખાસ વાત એ છે કે,વિશ્વમાં પ્રથમ વખત કોઈ મહિલા પાયલટની ટીમે ઉત્તર ધ્રુવથી પસાર થઈને આટલા લાંબા અંતરની ફ્લાઈટ રન કરી હશે.

આ વિમાન આજે સવારે 4 વાગ્યે બેંગ્લુરુમાં ઉતર્યું હતું. આ મહિલા પાયલટ ટીમનું નેતૃત્વ કેપ્ટન અગ્રવાલ ઝોયા કરી રહી હતી. તેમની સાથે સાથે કેપ્ટન શિવાની, કેપ્ટન આકાંક્ષા, અને કેપ્ટન પાપાગીરી થાનમઈ પણ વિમાન ઉડાડી રહ્યા હતા. એર ઇન્ડિયાએ આ ક્ષણને ગૌરવની ક્ષણ ગણાવી હતી. ભરતના ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ ટ્વિટ કરીને મહિલા પાયલટોની પ્રશંસા કરી હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

એર  ઇન્ડિયાના એક અધિકારીની પ્રક્રિયા અનુસાર ઉત્તર ધ્રુવમાં ઉડાન ખૂબ જ પડકારજનક છે અને એરલાઇન કંપનીઓ આ માર્ગ પર તેમના શ્રેષ્ઠ અને સૌથી અનુભવી પાઇલટ્સને મોકલે છે. તેમણે કહ્યું કે, આ વખતે એર ઈન્ડિયાએ સાન ફ્રાન્સિસ્કોથી બેંગ્લોર સુધીના ધ્રુવીય માર્ગ પર મુસાફરી કરવા માટે એક મહિલા કેપ્ટનને જવાબદારી સોંપી છે.

Next Article