ભારત બાયોટેકે કોવાક્સિનના નક્કી કર્યા ભાવ, રાજ્ય સરકારોને 600 અને ખાનગી હોસ્પિટલોને 1200માં મળશે ડોઝ

|

Apr 24, 2021 | 11:18 PM

દેશમાં કોરોના વાયરસના રોજબરોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસથી, રોજે રોજ ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યાં છે. કોરોનાના કેસ ત્રણ લાખે પહોચતા જ દેશભરમાં હાહાકાર મચી ગયો છે. આવા સંજોગોમાં કેન્દ્ર સરકાર કોરોના સામે રક્ષણ આપતી રસીકરણની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવાના પ્રયત્નો પણ કરી રહી છે. દરમિયાન, સ્વદેશી કોરોના રસી […]

ભારત બાયોટેકે કોવાક્સિનના નક્કી કર્યા ભાવ, રાજ્ય સરકારોને 600 અને ખાનગી હોસ્પિટલોને 1200માં મળશે ડોઝ
દેશી "કોવેક્સિન"ની અસર

Follow us on

દેશમાં કોરોના વાયરસના રોજબરોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસથી, રોજે રોજ ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યાં છે. કોરોનાના કેસ ત્રણ લાખે પહોચતા જ દેશભરમાં હાહાકાર મચી ગયો છે. આવા સંજોગોમાં કેન્દ્ર સરકાર કોરોના સામે રક્ષણ આપતી રસીકરણની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવાના પ્રયત્નો પણ કરી રહી છે. દરમિયાન, સ્વદેશી કોરોના રસી નિર્માતા ભારત બાયોટેકે ( Bharat Biotech ) આગામી તબક્કાની રસીકરણ પ્રક્રિયા માટે કોવાક્સિનના ( covexin ) ભાવની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર અને ખાનગી હોસ્પિટલોએ કોવાક્સિનના દરેક ડોઝ માટે અલગ અલગ ભાવ ચૂકવવા પડશે. રાજ્ય સરકારે કોવાક્સિનના ડોઝ માટે રૂ. 600 જ્યારે ખાનગી હોસ્પિટલોએ ડોઝ દીઠ રૂ. 1200 ચૂકવવા પડશે.

દેશમાં કોરોનાની રસીકરણનો આગામી તબક્કો 1 મેથી શરૂ થશે. આ તબક્કામાં, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. જો કે આ માટે રસીનો ભાવ અલગથી રાખવામાં આવ્યો છે. રસીના ભાવ જાહેર કરતાં ભારત બાયોટેકે જણાવ્યું હતું કે, ભારત સરકારની સૂચના મુજબ અમે કોવાક્સિન વેક્સિનની કિંમત જાહેર કરીએ છીએ. રાજ્ય સરકારની માલિકીની સરકારી હોસ્પિટલો માટે ડોઝ દીઠ રૂ. 600 અને ખાનગી હોસ્પિટલો માટે ડોઝ દીઠ રૂ. 1200 લેવામાં આવશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

દેશની ઘણી રાજ્ય સરકારોએ આગામી તબક્કા માટે તેમના લોકોને વિના મૂલ્યે રસી આપવાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યો છે, જ્યાં કોવિડની રસી નિશુલ્ક જાહેર કરવામાં આવી છે. ભારતમાં સ્વદેશી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકના કોવાક્સિન નામની બે રસીઓને જાન્યુઆરીમાં દેશમાં કટોકટીના સમયે ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપવામાં આવી હતી.

જેના થોડા દિવસો પછી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. કોરોના વોરિયર્સ તરીકે કામ કરતા આરોગ્યક્ષેત્રના કર્મચારીઓને રસી આપવાાં પ્રાથમિકતા આપવામાં આવી હતી. ત્યારબાદ ફ્રન્ટ લાઇન વોરિયર્સ તરીકે કામ કરતા પેરામેડીકલ સહીતના કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ત્યારે જે લોકો 60 વર્ષથી વધુ વયના અને ત્યાર બાદ 45 વર્ષથી ઉપરની ઉંમરના લોકો તેમજ જે ગંભીર બીમારીથી પીડિત છે, તેમને રસી આપવામાં આવી છે. હાલમાં, 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે.

પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ( sii)એ આ અઠવાડિયાની શરૂઆતમાં રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર સાથેના નવા કરાર માટે રસીની કિંમત 400 રૂપિયા અને ખાનગી હોસ્પિટલો માટે ડોઝ દીઠ 600 રૂપિયા નક્કી કરી હતી. રાજ્ય અને કેન્દ્રના જુદા જુદા ભાવોને કારણે વિવાદ સર્જાયો છે. જેના પગલે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટતા રજૂ કરતા કહ્યું કે હવે ઉત્પાદન ક્ષમતા વધારવા માટે તેમજ વધુ રોકાણ કરવાની જરૂર છે.

Next Article