સ્વદેશી વેક્સિન છે દમદાર: કોવેક્સિનના ત્રીજા ટ્રાયલના આંકડા આવ્યા સામે, જાણો કેટલી છે અસરકારક

|

Jul 03, 2021 | 11:12 AM

સ્વદેશી વેક્સિન ભારત બાયોટેક (Bharat Biotech)ની કોવેક્સિનનું ત્રીજું ટ્રાયલ પૂર્ણ થઇ ગયું છે. તેના પરિણામનાં આંકડા ઘણા સારા છે, ચાલો તમને જણાવીએ સંપૂર્ણ અહેવાલ.

સ્વદેશી વેક્સિન છે દમદાર: કોવેક્સિનના ત્રીજા ટ્રાયલના આંકડા આવ્યા સામે, જાણો કેટલી છે અસરકારક
Covaxin (પ્રતિકાત્મક તસ્વીર)

Follow us on

ભારત હવે વેક્સિનેશનમાં સારા મુકામ તરફ આગળ વધી રહ્યું છે. આવામાં સારા સમાચાર એવા આવ્યા છે કે ભારત બાયોટેક (Bharat Biotech)ની કોવેક્સિનનું ત્રીજું ટ્રાયલ પૂર્ણ થઇ ગયું છે. જી હા આ ટ્રાયલ કોરોનાના 130 દર્દીઓ પર કરવામાં આવ્યું. જેના પરિણામ ખુબ સારા અને સંતોષકારક છે.

કોવેક્સિન કેટલી છે અસરકારક?

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તમને જાણીને આનંદ થશે કે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં આ વેક્સિન કોરોનાના દર્દીઓ પર 77.8 % અસરકારક નીવળી છે. જ્યારે ગંભીર દર્દીઓની વાત કરીએ તો તેના આંકડા પણ આનંદદાયક છે. જી હા આ આંકડા પ્રમાણે વેક્સિન ગંભીર દર્દીઓ પર 93.4 % પ્રભાવી છે. એટલું જ નહીં ડેલ્ટા વરિએન્ટ પર પણ આ વેક્સિન 65.2 % પ્રભાવી છે.

અમેરિકાએ પણ માની હતી અસરકારકતા

આ પહેલા અમેરિકાની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ (NIH)એ પણ કોવેક્સિનને લઈને અસરકારકતાની પુષ્ટિ કરી હતી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થે અહેવાલ આપ્યો હતો કે આલ્ફા (B.1.1.7) અને ડેલ્ટા (B.1.617) સામે કોવેક્સિન સંપૂર્ણપણે અસરકારક છે.

આલ્ફા અને બીટાને કરે છે નિષ્ક્રિય

લોકોના લોહીના સીરમમાં એન્ટિબોડીઝની તપાસમાં જાણવા મળ્યું હતું કે કોવેક્સિન દ્વારા તૈયાર એન્ટિબોડીઝ આલ્ફા અને બીટા વાયરસ સામે લડે છે. અને બંનેને ખૂબ જ સારી રીતે નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે. જો કોવેક્સિન ઇનએક્ટિવેટ વાયરસની મદદથી તૈયાર કરવામાં આવે તો તેનાથી શરીરને કોઈ નુકસાન થતું નથી.

વિશ્વભરમાં 2.5 કરોડ ડોઝ 

તમને જણાવી દઈએ કે ભારતમાં આ વેક્સિનને ICMR અને NIV પુણેમાં તૈયાર કરવામાં આવે છે. આ વેક્સિનના અત્યાર સુધી 2.5 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આ આંકડો વૈશ્વિક છે. આ તરફ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેકશીયસ ડીઝીઝ (NIAID) ના ડિરેક્ટર, એન્થની એસ ફૌસીએ કહ્યું કે વૈશ્વિક રોગચાળાને સમાપ્ત કરવા વૈશ્વિક પ્રતિસાદની જરૂર છે.

25 જુદી જુદી હોસ્પિટલોમાં કોવેક્સિનનું ટ્રાયલ

ભારત બાયોટેકના જણાવ્યા મુજબ, દેશની 25 જુદી જુદી હોસ્પિટલોમાં કોવેક્સિનનું ટ્રાયલ થયું. આમાં આશરે 25800 સ્વયંસેવકો સામેલ થયા હતા, જેઓ 18 થી 98 વર્ષની વય જૂથમાં હતા. ત્રીજા તબક્કાના ટ્રાયલમાં ભાગ લેનારા લોકોને રસીના બંને ડોઝ એટલે કે પ્લેસબો આપવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચો: પાકમાં ભારતીય દૂતાવાસ પર જોવા મળ્યું ડ્રોન, પાકિસ્તાનનો અવળચંડાઇ ભર્યો જવાબ

Published On - 10:33 am, Sat, 3 July 21

Next Article