AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યોગ દિવસ પર બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ કેસ દાખલ, પૈસા લઈ સારવાર ન કરવાનો લાગ્યો આરોપ

યોગગુરુ બાબા રામદેવ (Baba Ramdev) અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ બેગુસરાઈમાં કેસ દાખલ થયો છે. જેમાં બંન્ને પર પૈસા લઈ સારવાર ન કરવાનો આરોપ લાગ્યો છે.

યોગ દિવસ પર બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ કેસ દાખલ, પૈસા લઈ સારવાર ન કરવાનો લાગ્યો આરોપ
બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ કેસ દાખલImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 5:55 PM
Share

Baba Ramdev: યોગ દિવસ પર જ બેગુસરાય કોર્ટ (Begusarai Civil Court)માં યોગ ગુરુ બાબા રામદેવ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બાબા રામદેવ પર પૈસા લઈને સારવાર ન કરવાનો આરોપ લાગ્યો છે. બાબા રામદેવ (Baba Ramdev)ની સાથે આચાર્ય બાલકૃષ્ણ પર પણ આ કેસ દાખલ થયો છે. બેન્ને પર બરૌની પોલીસ સ્ટેશનના નીંગાના રહેવાસી મહેન્દ્ર શર્માએ આ ફરિયાદ દાખલ કરી છે. બંન્ને વિરુદ્ધ કલમ 420, 406, 467, 468, 120બી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સીજેએમ રૂમ્પા કુમારીની કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. બાબા રામદેવ વિરુદ્ધ કેસ દાખલ કરનાર મહેન્દ્ર શર્માએ આરોપ લગાવ્યો કે, તે પતંજલિ આર્યુર્વેદ પ્રાઈવેટ લિમીટેડ અને મહાર્ષિ કાટેજ યોગગ્રામ ઝૂલામાં સારવાર કરવાની હતી. આ સારવાર માટે સંસ્થાએ 90 હજાર 900 રુપિયા જમા કરાવ્યા હતા, પરંતુ તેની સારવાર કરી ન હતી.

પૈસા લઈ સારવાર ન કરવાનો આરોપ

આરોપ લગાવ્યો છે કે, જ્યારે તેમને સારવાર કરવા માટે કહ્યું તો તેની પાસે 1 લાખ રુપિયા માંગ્યા હતા. આ કેસને ગંભીરતાથી જોઈ કોર્ટે આ કેસને ટ્રાયલ માટે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મોહિની કુમારીની કોર્ટમાં મોકલી દીધો છે. બેગુસરાઈમાં કેસ 3 દિવસ પહેલા દાખલ થયો હતો પરંતુ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ હોવાથી તેમજ વિરોધ પ્રદર્શનના કારણે આ કેસ હવે સામે આવ્યો છે.

ધોની વિરુદ્ધ પણ બેગુસરાઈમાં કેસ

આ પહેલા પણ બેગુસરાયમાં જિલ્લા અદાલતના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ રૂમ્પા કુમારીની કોર્ટમાં, ચેક બાઉન્સના કેસમાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ CJM કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે 28 જૂનના રોજ સુનાવણી થશે. ધોની સામેની ફરિયાદ ડીએસ એન્ટરપ્રાઈઝના માલિક નીરજ કુમાર નિરાલા દ્વારા કોર્ટમાં કરવામાં આવી છે.

ધોની ફર્ટિલાઇઝર કંપનીની જાહેરાત કરે છે

આ કેસ એક ફર્ટિલાઇઝર કંપની સાથે જોડાયેલો છે, જેના માટે મહેન્દ્ર સિંહ ધોની જાહેરાત કરે છે, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ફર્ટિલાઇઝર કંપની માટે જાહેરાત કરી હતી. જેના માટે એસકે એન્ટરપ્રાઈઝના માલિક નીરજ કુમારે તેના પર ફરિયાદ દાખલ કરી છે, નીરજ કુમારે લીગલ નોટિસ અને ધોનીએ કરેલી જાહેરાતના પુરાવા જમા કરાવ્યા છે.

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
g clip-path="url(#clip0_868_265)">