BBCએ વર્ષ 2012માં કર્યો હતો ભારતીય સંસ્કૃતિ પર વાર, માફી માંગવા ભારતે કરી હતી માંગ

|

Mar 03, 2021 | 9:59 PM

BBC  રેડિયોના કોલર દ્વારા પીએમ મોદીના માતા વિરુદ્ધ બોલવામાં આવેલા અપમાનજનક શબ્દોએ લોકોમાં બીબીસી પ્રત્યે આક્રોશ પેદા કર્યો છે. પરંતુ આ બધા વચ્ચે એ બાબત સમજવાની જરૂર છે બીબીસી દ્વારા ભારતના લોકોનું અપમાન કરવાનો આ પ્રથમ કિસ્સો નથી.

BBCએ વર્ષ 2012માં કર્યો હતો ભારતીય સંસ્કૃતિ પર વાર, માફી માંગવા ભારતે કરી હતી માંગ

Follow us on

BBC  રેડિયોના કોલર દ્વારા પીએમ મોદીના માતા વિરુદ્ધ બોલવામાં આવેલા અપમાનજનક શબ્દોએ લોકોમાં બીબીસી પ્રત્યે આક્રોશ પેદા કર્યો છે. પરંતુ આ બધા વચ્ચે એ બાબત સમજવાની જરૂર છે બીબીસી દ્વારા ભારતના લોકોનું અપમાન કરવાનો આ પ્રથમ કિસ્સો નથી. પરંતુ આ પૂર્વે પણ બીબીસી રેડિયો અને ટેલિવિઝન ભારત પ્રત્યે સતત નકારાત્મક પ્રચાર અને ભારતીય સંસ્કૃતિનો ઉપહાસ કરતાં આવ્યા છે. જેમાં વર્ષ 2012માં ભારતે ભારતીય સંસ્કૃતિની મજાક ઉડાવવા બદલ બીબીસીના પ્રસ્તુતકર્તા જેરેમી ક્લાર્કસન દ્વારા માફી માંગવા જણાવવામાં આવ્યું છે. જેમી ક્લાર્કસન, સૌથી વધુ કમાણી કરનારા BBC પ્રસ્તુતકર્તાઓમાંના એક છે. જે વિવાદિત ટિપ્પણીઓ માટે જાણીતા છે.

 

જેમાં ક્લાર્કસને ‘ટોપ ગિયર’ કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમના પ્રસારણ વિરુદ્ધ જાતિવાદ સહિતની અન્ય ઘણી ફરિયાદો મળી છે. ભારતીય હાઈકમિશને 6 જાન્યુઆરી 2012ના રોજ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા ક્રિસ હેલ અને બીબીસીના ડાયરેક્ટર જનરલ માર્ક થોમસનને મોકલવામાં આવેલા પત્રમાં કહ્યું છે કે બીબીસીએ સ્પષ્ટપણે ભારત સાથે કરેલા કરારનું ઉલ્લંઘન કર્યું છે. પત્રમાં જણાવાયું છે કે આ કાર્યક્રમમાં નબળી સમજણ અને વિવાદિત રમૂજ સાથે સાંસ્કૃતિક સંવેદનશીલતાનો અભાવ હતો. બીબીસી પાસેથી આવી અપેક્ષા નથી. આ શોમાં ક્લાર્કસને ભારતની ટ્રેનો, શૌચાલયો, પોશાક, ખાણી પીણી અને ઈતિહાસ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. બીબીસીના આ કાર્યક્રમ વિશે 23 ફરિયાદો મળી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

આ શો ક્રિસમસ પર પ્રસારિત થયો હતો. જેમાં ક્લાર્કસન ભારતભરમાં 2,000 કિ.મી.નું પરિભ્રમણ કરે છે. જેમાં તે ભારતીય ખોરાક, કપડાં, શૌચાલયો, ટ્રેનો અને દેશના ઈતિહાસ વિશે રમુજ કરે છે. તેમણે આ કાર્યક્રમમાં ભારતીય ઝૂંપડપટ્ટી પર કહ્યું હતું કે ” આ ભારત માટે યોગ્ય છે, કારણ કે અહીં આવનારા દરેકને ડાયેરિયા થાય છે. આ બધા વચ્ચે દરેક ભારતીયના મનમાં એ સવાલ ઉઠી રહ્યો છે. જો ભારતમાં કશું જ સારું અને લોકો સારા ન હતા તો ભારત પર રાજ કેમ કર્યું . તેમજ જ્યારે આજે ભારત પોતાની સંસ્કૃતિ અને એકતામાં વિવિધતાના લીધે આત્મનિર્ભર બન્યું છે. ત્યારે તેની વિરુદ્ધ સતત નકારાત્મકતા કેમ ઉભી કરવામાં આવી રહી છે. બીબીસી રેડિયો અને ટેલિવિઝનની આ સતત નકારાત્મકતા પ્રત્યે ભારતના લોકોમાં આક્રોશ તો જોવા મળી રહ્યો છે.

 

આ પણ વાંચો: બ્રિટનમાં બીબીસીના લાઇવ રેડિયો કાર્યક્રમમાં કોલરે પીએમ મોદીના માતાને કહ્યાં અપશબ્દો, લોકોમાં આક્રોશ

Next Article