Bank privatization: સરકાર આ 2 બેંકોનો 51% હિસ્સો વેચી શકે છે, જાણો બેંક કર્મચારીઓ અને ગ્રાહકોનું શું થશે

|

Jun 21, 2021 | 7:38 PM

Bank privatization: ફેબ્રુઆરીમાં રજૂ થયેલા બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જાહેરક્ષેત્રની બે બેંકો અને એક વીમા કંપનીના ખાનગીકરણની જાહેરાત કરી હતી.

Bank privatization:  સરકાર આ 2 બેંકોનો 51% હિસ્સો વેચી શકે છે, જાણો બેંક કર્મચારીઓ અને ગ્રાહકોનું શું થશે
બેંકનું ખાનગીકરણ

Follow us on

Bank privatization: બેંક ખાનગીકરણને લઈને તાજેતરનું અપડેટ એ છે કે કેન્દ્ર સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ માટે 2 બેંકોનાં નામ શોર્ટલિસ્ટ કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં તેનો હિસ્સો વેચશે. સીએનબીસી આવાઝના એક અહેવાલ મુજબ, ડિસઇન્વેસ્ટમેન્ટના પહેલા તબક્કામાં સરકાર બંને બેંકોનો 51 ટકા હિસ્સો વેચી શકે છે.

ડિસઇન્વેસ્ટમેન્ટ માટે, કેન્દ્ર સરકાર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં ફેરફાર કરશે. સેન્ટ્રલ બેંક આરબીઆઈ સાથે ચર્ચા અને કેટલાક અન્ય કાયદામાં પરિવર્તન પણ હોવાનું જણાવાયું છે. જણાવી દઈએ કે આ મહિનાના પહેલા અઠવાડિયામાં, એનઆઈટીઆઈ આયોગે ડિસઇન્વેસ્ટમેન્ટ માટે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકના નામની ભલામણ કરી હતી. ખાનગીકરણ માટેની જાહેરક્ષેત્રની બે બેંકો અને એક વીમા કંપનીનાં નામ નક્કી કરવાની જવાબદારી આ પંચને સોંપવામાં આવી હતી.

બેંકર્સ અને ગ્રાહકોનું શું થશે?
જ્યારે પણ બેંકોના ખાનગીકરણ અંગે ચર્ચા થાય છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે લાખો કર્મચારીઓ અને બેંકના કરોડો ગ્રાહકોનું શું થશે ! અગાઉ સ્પષ્ટતા કરવામાં આવી છેકે ગ્રાહકોને પહેલાંની જેમ સેવાઓ મળવાનું ચાલુ રહેશે, ફક્ત ઔપચારિક ફેરફારો કરવામાં આવશે. તે જ સમયે, બેંક કામદારોની નોકરી પર કોઈ તલવાર લટકશે નહીં.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

એએનઆઈના એક અહેવાલ મુજબ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 16 માર્ચે અગાઉ ખાતરી આપી હતી કે જે બેંકોના ખાનગીકરણ કરવામાં આવશે તેના તમામ કર્મચારીઓના હિતનું ધ્યાન રાખવામાં આવશે. તેમના પગારથી લઈને પેન્શન સુધીની બધી સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવશે.

તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં જાહેર ક્ષેત્રની કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટથી રૂ. 1.75 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક આપ્યો છે. જાહેર ક્ષેત્રની બે બેંકો અને એક સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ પણ સરકારના આ લક્ષ્યનો એક ભાગ છે.

આ 4 બેંકોનાં નામ બહાર આવ્યાં હતાં
ફેબ્રુઆરીમાં રજૂ થયેલા બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જાહેર ક્ષેત્રની બે બેંકો અને એક વીમા કંપનીના ખાનગીકરણની જાહેરાત કરી હતી. આ પછી એવા અહેવાલો આવ્યા હતા કે સરકારે ખાનગીકરણ માટે જે 4 મધ્યમ કદની બેંકોની પસંદગી કરી છે. તે છે બેન્ક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઈન્ડિયા (બીઓઆઇ), ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના નામ સમાવવામાં આવ્યા છે. તમામ બેંકોની સ્થિતિની સમીક્ષા કર્યા પછી, નામ સૂચવવા માટેની જવાબદારી નીતિ આયોગને સોંપવામાં આવી હતી.

કોર કમિટીને શું નામ સોંપવામાં આવ્યું ?
નીતી આયોગે બેંકોની સમીક્ષા કરી અને નામ કોર ગ્રુપ સમિતિમાં સુપરત કર્યું. સમિતિમાં આર્થિક બાબતોના સચિવ, કોર્પોરેટ અફેર્સના સેક્રેટરી, કાયદાકીય બાબતોના સચિવ, મહેસૂલ સચિવ, જાહેર ઉદ્યોગ વિભાગના સચિવ, રોકાણ અને જાહેર સંપત્તિ મેનેજમેન્ટ વિભાગના સચિવ અને વહીવટી સચિવનો પણ સમાવેશ થાય છે. વિભાગના અહેવાલો અનુસાર હવે કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર બે બેન્કો સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં તેનો હિસ્સો વેચશે.

બંને બેંકોના શેરો ઉછળ્યા
મીડિયા રિપોર્ટ્સમાં ડિસઇન્વેસ્ટમેન્ટની ચર્ચા બાદ, આજે બંને બેંકોના શેરમાં 20 ટકાનો ઉછાળો જોવાયો હતો. શેરબજારમાંથી બહાર આવેલા અહેવાલો મુજબ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો શેર 20 ટકા વધીને રૂ .24.30 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે ઇન્ડિયન ઓવરસીઝ બેન્કનો શેર 19.80 ટકા વધીને રૂ. 23.60 ની એક વર્ષના ઉચ્ચ સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયામાં સમય લાગી શકે છે.

Next Article