અઝાન વિવાદ યથાવત : આ રાજ્યમાં હવે માત્ર નિર્ધારિત સ્થળો પર જ પઢી શકાશે નમાઝ, અત્યાર સુધીમાં 21 હજાર લાઉડસ્પીકર હટાવાયા

|

Apr 29, 2022 | 9:23 AM

મહારાષ્ટ્રથી (Maharashtra) શરૂ થયેલો અઝાન વિવાદ અટકવાનુ નામ નથી લઈ રહ્યો. ગુજરાત, ઉતરપ્રદેશ સહિતના રાજ્યોમાં હનુમાન ચાલીસાના પાઠ માટે લાઉડ સ્પીકરનું વિનામુલ્યે વિતરણ થતા આ મામલો વધુ ગરમાયો છે.

અઝાન વિવાદ યથાવત : આ રાજ્યમાં હવે માત્ર નિર્ધારિત સ્થળો પર જ પઢી શકાશે નમાઝ, અત્યાર સુધીમાં 21 હજાર લાઉડસ્પીકર હટાવાયા
Azaan Controversy

Follow us on

ઉત્તર પ્રદેશમાં Uttar Pradesh) અલવિદા નમાઝ  (Namaz) માટે રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. કેન્દ્રીય સુરક્ષા દળો દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શુક્રવારે રાજ્યમાં પૂર્વ નિર્ધારિત સ્થળોએ નમાઝ અદા કરી શકાય છે. રાજ્ય સરકારના નિયમો અનુસાર, કોઈપણ નવા અથવા જાહેર સ્થળે નમાઝની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની (CM Yogi Adityanath) સૂચના બાદ પોલીસ-પ્રશાસનને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ સંવેદનશીલ જિલ્લાઓમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે કહેવામાં આવ્યું છે.

માહિતી અનુસાર, રમઝાન મહિનામાં શુક્રવારે રાજ્યમાં પૂર્વ નિર્ધારિત 31,151 સ્થળોએ અલવિદા નમાઝ અદા કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. રાજ્યના ડીજીપી મુકુલ ગોયલે પ્રાર્થના સ્થળો અને અન્ય સંવેદનશીલ સ્થળોની સુરક્ષા માટે 46 કંપની પીએસી અને સાત કંપની સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ (Central Armed Police) ફોર્સ તહેનાત કરી છે. DGP હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર, શુક્રવારે 19949 મસ્જિદો, 7436 ઇદગાહ અને 2846 અન્ય સ્થળોએ નમાઝ યોજાશે. તેમાંથી 2846 સ્થળોને સંવેદનશીલ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. આ સાથે 2705 સ્થળોને પણ સંવેદનશીલ ગણવામાં આવ્યા છે અને આ સ્થળો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી

પોલીસ હેડક્વાર્ટરથી પ્રાપ્ત માહિતી અનુસાર, સંવેદનશીલ જિલ્લાઓની પોલીસ (UP Police) ઉપરાંત 46 કંપની પીએસી અને સાત કંપની સીએપીએફ તહેનાત કરવામાં આવી છે. આ સાથે બે નાયબ પોલીસ અધિક્ષકને પણ મુરાદાબાદ અને પ્રયાગરાજ મોકલવામાં આવ્યા છે. તમામ ઝોનલ એડીજી અને રેન્જના આઈજી-ડીઆઈજીને જિલ્લાના પોલીસ કેપ્ટન સાથે સંકલન કરવા કહેવામાં આવ્યું છે. જેથી કરીને અલવિદા નમાઝમાં શાંતિ સુનિશ્વિત થઈ શકે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

રાજ્યમાં અત્યાર સુધીમાં 21 હજાર લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા

ગુરુવારે પોલીસ પ્રશાસને પરસ્પર સંવાદ અને સંકલન દ્વારા ધાર્મિક સ્થળો પરથી ગેરકાયદે લાઉડસ્પીકર હટાવવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૂચના પર વાતચીતની પ્રક્રિયા ચાલુ રાખી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 21963 લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા છે. ડીજીપી હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર લાઉડસ્પીકરો હટાવવાની ઝુંબેશમાં હજુ સુધી કોઈ વિરોધ થયો નથી.

 

આ પણ વાંચોઃ

વિપક્ષી મુખ્યમંત્રીઓ પર હરદીપ સિંહ પુરીએ કર્યા પ્રહાર, કહ્યું દારૂના બદલે ઈંધણ પર VAT ઓછો કરો, સસ્તું થઈ જશે પેટ્રોલ

આ પણ વાંચોઃ

PM Narendra Modi: ભારતે પાકિસ્તાનને મોઢે ચોપડાવી દીધી, પાડોશી દેશને PMની જમ્મુ મુલાકાત પર ટિપ્પણી કરવાનો અધિકાર નથી

Next Article