Breaking News: દાનના પૈસા, ગર્લફ્રેન્ડ પર પ્રેમ અને મોંઘી કાર… અવિનાશે રામ મંદિરના ₹19 લાખ ક્યાં અને કેવી રીતે વાપર્યા?

અયોધ્યા રામ મંદિરના દાનની ઉચાપતના કેસમાં એસઆઈટી (SIT) ની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ આ મામલામાં ઘણા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ કેસના મુખ્ય આરોપી અવિનાશ શુક્લાએ પોલીસ પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું છે કે, તેણે દાનમાં મળેલી રકમમાંથી લાખો રૂપિયા પોતાના મિત્રો, પરિવાર અને અંગત મોજશોખ પાછળ વાપરી નાખ્યા હતા.

Breaking News: દાનના પૈસા, ગર્લફ્રેન્ડ પર પ્રેમ અને મોંઘી કાર... અવિનાશે રામ મંદિરના ₹19 લાખ ક્યાં અને કેવી રીતે વાપર્યા?
| Updated on: Jul 07, 2026 | 7:07 PM

રામ મંદિર દાન ચોરીના કેસમાં એસઆઈટી (SIT) ની તપાસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન, કેસના આરોપીઓમાં સંડોવાયેલ અવિનાશ શુક્લાએ પૂછપરછ દરમિયાન કંઈક એવું સ્વીકાર્યું છે કે, જે ચોંકાવનારું છે. તેણે કથિત રીતે સ્વીકાર્યું છે કે, દાનની ઉચાપત કરેલી રકમમાંથી અંદાજે 19 લાખ રૂપિયા પોતાના મિત્રો અને પરિવારજનો પાછળ ખર્ચ કર્યા.

ગર્લફ્રેન્ડને i Phone ગિફ્ટ કર્યો

આ સિવાય તેણે પોતાની ગર્લફ્રેન્ડને એક i Phone ગિફ્ટ કર્યો હતો અને આશરે 2.5 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર પણ કર્યા હતા. તપાસ એજન્સીઓ આ તમામ નાણાકીય લેવડદેવડ, બેંક ખાતાઓ અને સંબંધિત મિલકતોની તપાસ કરી રહી છે.

આરોપી અવિનાશ શુક્લાએ તપાસકર્તાઓને જણાવ્યું કે, તેણે પોતાના એક ભાઈના લગ્ન પ્રસંગ પાછળ અંદાજે 6 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા, જ્યારે બીજા ભાઈને 5 લાખ રૂપિયા આપ્યા હતા. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, તેણે અંદાજે 3.5 લાખ રૂપિયાની એક કાર ખરીદી હતી, જેને જપ્ત કરી લેવામાં આવી છે.

મિત્ર પર પણ ઉડાવી દાનની રકમ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અવિનાશે પોતાના એક મિત્રના ખાતામાં અંદાજે 2.5 લાખ રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા અને સાથે જ તેને એક મોંઘો મોબાઈલ ફોન પણ ભેટમાં આપ્યો હતો.

અવિનાશ શુક્લાના ભાઈઓ પણ તપાસના દાયરામાં

તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, તેણે અન્ય કેટલાક લોકોને પણ નાની-નાની રકમ વહેંચી હતી. પોલીસે અવિનાશના બે ભાઈઓની પૂછપરછ કરી છે અને તપાસ સંબંધિત દસ્તાવેજો જપ્ત કર્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેના ભાઈ અભિષેક શુક્લાના નામે વર્ષ 2024માં ખરીદાયેલી જમીનની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ તે બેંક ખાતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં કથિત રીતે નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

કબજામાંથી આ વસ્તુઓ મળી આવી

વિવિધ લોકોને ટ્રાન્સફર કરવામાં આવેલી રકમ રિકવર કરવા માટે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. અવિનાશ શુક્લાના કબજામાંથી 20.39 લાખ રૂપિયા રોકડા, 1,121 યુએસ ડોલર, સોનાના દાગીના, ચાંદીના દાગીના, અન્ય કિંમતી સામાન અને એક કાર પણ મળી આવી છે.

Breaking News : કેતન અગ્રવાલ હત્યાકાંડમાં સામે આવ્યું સોનમ રઘુવંશી કનેક્શન ! ફરી થયો મોટો ખુલાસો

Follow Us
Loading...
Unable to load recommendations.