Automobile: હવે ટાયર બચાવશે પેટ્રોલ-ડીઝલ, સરકાર બદલવા જઈ રહી છે નિયમો

|

May 22, 2021 | 7:07 PM

આ પ્રણાલી 1 ઓક્ટોબર, 2021થી નવા મોડેલ ટાયર માટે લાગુ કરવામાં આવશે અને 1 ઓક્ટોબર 2022થી હાલના મોડેલ ટાયર માટે લાગુ કરવામાં આવશે.

Automobile: હવે ટાયર બચાવશે પેટ્રોલ-ડીઝલ, સરકાર બદલવા જઈ રહી છે નિયમો

Follow us on

સમગ્ર દેશમાં પેસેન્જર કાર અને કોમર્શિયલ વાહનોના ટાયરોને રસ્તા પર માઈલેજ અને વધુ સુરક્ષાના હિસાબે નવા નિયમો લાગુ કરી દેવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે એક ડ્રાફ્ટ નિયમ રજૂ કર્યો છે જેમાં કાર, બસો અને ટ્રકોના ટાયરના રોલિંગ રેઝિસ્ટન્સ (રિકરિંગ-ફ્રિક્શન)ને પહોંચી વળવા, ભીના રસ્તા પર ટાયરની પકડ અને વાહન ચલાવતા સમયે ટાયરથી પેદા થતા અવાજના ધોરણોને પૂરા કરવાના રહેશે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

સરકારનું આ પગલું ટાયરની ગુણવત્તા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવાનું છે. સરકારે પ્રસ્તાવ મૂક્યો છે કે આ પ્રણાલી 1 ઓક્ટોબર, 2021થી નવા મોડેલ ટાયર માટે લાગુ કરવામાં આવશે અને 1 ઓક્ટોબર 2022થી હાલના મોડેલ ટાયર માટે લાગુ કરવામાં આવશે. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે વાહનોના ટાયર વધુ વિશ્વસનીય અને સલામત રહે.

 

 

મંત્રાલય દ્વારા એક પછી એક કરેલી ટ્વીટની શ્રેણીમાં જણાવ્યું છે કે “માર્ગ પરિવહન મંત્રાલયે એક ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કર્યું છે, જેમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે કાર, બસ અને ટ્રકના ટાયરોને મોટર વાહન ઉદ્યોગ ધોરણો (AIS) 142:2019ના ચરણ બેમાં નિર્દેશ કરેલા અને સમય સમય પર સંશોધિત ઘર્ષણ, ભીના રસ્તાઓમાં ટાયરની પકડ અને વાહન ચલાવતી વખતે થતો અવાજ ધારા ધોરણ મુજબનું હોવું જોઈએ.

 

 

મંત્રાલયના જણાવ્યા અનુસાર ટાયરના રોલિંગ રેઝિસ્ટન્સની અસર વાહનની બળતણ ક્ષમતા પર પડે છે. જ્યારે ભીના રસ્તા પર ટાયરની પકડ ભીની સ્થિતિમાં ટાયરના બ્રેકિંગ પર્ફોર્મન્સથી સંબંધિત હોય છે. વાહન ચલાવતા સમયે ટાયરમાંથી નીકળતો અવાજ, દોડતા વાહનના ટાયર અને રસ્તાની સપાટી વચ્ચેના સંપર્કથી નીકળતા અવાજ સાથે સંબંધિત છે.

 

મંત્રાલયે કહ્યું હતું કે “ધોરણસર તેમના અવાજ ઉત્સર્જન, રોલિંગ રેઝિસ્ટન્સ અને ભીની સપાટી પરની પકડ કામગીરી અંગેના યુરોપિયન નિયમોના સ્ટેજ- IIના ધોરણો અનુસાર ટાયરની કામગીરી લાવશે. આ ગ્રાહકોને વધુ માહિતી આપશે, જેથી તેઓ ખરીદી સમયે વધુ સારા નિર્ણયો લેવામાં પણ સક્ષમ હશે.”

 

 

આ ઉપરાંત, નજીકના ભવિષ્યમાં સરકાર ટાયર માટે સ્ટાર રેટિંગ સિસ્ટમ વિકસાવી શકે છે. આ ધોરણો યુરોપમાં 2016માં લાગુ કરાયેલા નિયમો સમાન છે. મંત્રાલયે કહ્યું કે આ મુસદ્દા નિયમો અંગે વાંધા અને સૂચનો સરકારને મોકલી શકાય છે.

 

આ પણ વાંચો: Board Exams 2021: આવતીકાલે 12મા બોર્ડની પરીક્ષા અંગે મોટો નિર્ણય લેવાશે, કેન્દ્રીય શિક્ષણ પ્રધાને એક બેઠક બોલાવી

Next Article