Corona Update: ત્રીજી લહેરનો દેશમાં સપાટો, કેસ 3 લાખને પાર, ઓમિક્રોનના જ 9 હજાર કેસ નોંધાયા બાદ તંત્ર એક્શન મોડમાં

|

Jan 20, 2022 | 10:40 AM

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા મુજબ 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,17,532 નવા કેસ સામે આવ્યા.

Corona Update: ત્રીજી લહેરનો દેશમાં સપાટો, કેસ 3 લાખને પાર, ઓમિક્રોનના જ 9 હજાર કેસ નોંધાયા બાદ તંત્ર એક્શન મોડમાં
File Image

Follow us on

દેશમાં કોરોના વાઈરસ (Corona Virus)નો હાહાકાર વધી રહ્યો છે. ગયા વર્ષે 15 મે બાદ હવે દેશમાં એક દિવસમાં 3 લાખથી વધારે કોરોનાના કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર (Maharashtra)માં અત્યારે પણ સૌથી વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron)ના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા મુજબ 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,17,532 નવા કેસ સામે આવ્યા. ઓમિક્રોનના કેસ વધીને 9,285 થઈ ગયા છે.

દેશમાં અત્યાર સુધી 71 કરોડ કોવિડ સેમ્પલની તપાસ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે બુધવા ર સુધી દેશમાં કુલ 70,93,56,830 કોવિડ સેમ્પલની તપાસ કરવામાં આવી ચૂકી છે. તેમાંથી 19,35,180 સેમ્પલની તપાસ દેશમાં બુધવારે કરવામાં આવી હતી.

દેશભરમાં અત્યાર સુધી 159 કરોડ વેક્સિનના ડોઝ અપાયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશભરમાં રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધી 158.96 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પાસે પણ 12.72 કરોડથી વધારે ડોઝ ઉપલબ્ધ છે.

ગુજરાતમાં બુધવારે કોરોનાના નવા 20,966 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધુ ભયાનક રીતે આગળ વધી રહ્યું છે અને રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 20,966 કેસ નોંધાયા છે. ગઈકાલે કોરોનાના 17,119 નવા કેસ સામે આવ્યા હતા. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14,605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1,607 કેસ પર આવી હતી. ખાસ કરીને મહાનગરોમાં સૌથી વધુ સંક્રમણ ફેલાતું નજરે પડી રહ્યું છે.

બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે એક જ દિવસમાં 12 દર્દીઓનાં મોત થયા છે.અમદાવાદ શહેરમાં 6, વલસાડ અને સાબરકાંઠામાં 2-2, સુરત અને ભરૂચમાં 1-1 મળી કુલ 12નાં મોત થયાં છે.

આ પણ વાંચો: Surat : નવી સિવિલ હોસ્પિટલને પણ હવે અંગદાનની મંજૂરી મળી, 21 ડોક્ટર્સની કમિટી બનાવાઈ

આ પણ વાંચો: Novak Djokovic: રસી વિના કોરોનાનો ઈલાજ શોધવામાં નોવાક જોકોવિચ વ્યસ્ત, ફાર્મા કંપનીમાં કર્યું મોટું રોકાણ

Next Article