કોરોના વ્યવસ્થાપન પર ઓસ્ટ્રેલિયન સાંસદે કર્યા સીએમ યોગીના વખાણ, કહ્યું કોઇ રસ્તો હોય તો સીએમ અમને આપો

|

Jul 12, 2021 | 7:26 PM

ઉત્તર પ્રદેશની યોગી સરકાર 'થ્રી ટી' એટલે કે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ મોડેલ પર કોરોના નિયંત્રણ માટે કામ કરી રહી છે, જેના પરિણામો ખૂબ સારા રહ્યા છે અને રાજ્યમાં કોરોના સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું જણાય છે.

કોરોના વ્યવસ્થાપન પર ઓસ્ટ્રેલિયન સાંસદે કર્યા સીએમ યોગીના વખાણ, કહ્યું કોઇ રસ્તો હોય તો સીએમ અમને આપો
Australian MP praises Yogi Adityanath for COVID management (File Photo)

Follow us on

યુપી(UP)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કોરોના(Corona)  રોગચાળાના સંચાલન માટે દેશ ઉપરાંત હવે વિદેશમાં પણ પ્રશંસા થઈ રહી છે. આ સંદર્ભમાં ઓસ્ટ્રેલિયન સાંસદ ક્રેગ કેલીનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેમણે યુપી સરકારના કોવિડ મેનેજમેન્ટની પ્રશંસા કરી છે.

તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ઉત્તર પ્રદેશ, ભારતનું એક રાજ્ય … ત્યાં કોઈ એવો રસ્તો છે કે જેથી તે અમને તેમના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને થોડા દિવસો માટે  આપી શકે, જેથી તે અમને આઇવરમેક્ટિનના (દવા) ની અછતમાંથી મુક્ત કરી શકે. જેના કારણે અમારા રાજ્યમાં મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઈ છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આ સિવાય ક્રેગએ જય ચીમેનું એક ટ્વીટ શેર કર્યું છે, જેમાં જણાવાયું છે કે છેલ્લા 30 દિવસમાં ભારતની 17 ટકા વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશમાં મૃત્યુનું પ્રમાણ 2.5 ટકા અને નવા ચેપનું પ્રમાણ એક ટકા કરતા ઓછું હતું.

જ્યારે મહારાષ્ટ્રનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે આ રાજ્યમાં ભારતની 9 ટકા વસ્તી છે અને અહીં કોરોનાના કેસ 18 ટકા છે. કુલ મૃત્યુનો 50 ટકા હિસ્સો અહીંનો છે. મહારાષ્ટ્ર ફાર્મા હબ છે પરંતુ યુપી આઇવરમેક્ટિનના (દવા)ના ઉપયોગમાં ચેમ્પિયન છે.

ખરેખર ઉત્તર પ્રદેશની યોગી સરકાર ‘થ્રી ટી’ એટલે કે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ મોડેલ પર કોરોના નિયંત્રણ માટે કામ કરી રહી છે, જેના પરિણામો ખૂબ સારા રહ્યા છે અને રાજ્યમાં કોરોના સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું જણાય છે.

 

આ પણ  વાંચો : Bhavnagar : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સર તખ્તસિંહ હોસ્પિટલમાં કર્યું બે ઑક્સીજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ

આ પણ  વાંચો : Dharamshala Flash Floods : ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, હિમાચલ પ્રદેશમાં સર્જાયા તારાજીના દ્રશ્યો

Published On - 7:20 pm, Mon, 12 July 21

Next Article