માતૃભાષા ના અભિમાન અને એના પર વળગી રહેવા માટે સિડની ખાતે સ્વામિનારાયણ સંસ્થા અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ત્યાના નાગરિકે ફોરેનર હોવા છતાં આ કાર્યક્ર્મમાં સ્ટેજ પરથી હિન્દીમાં વાત કરીને એક મેસેજ આપ્યો છે. જેમાં તે લોકોને પોતાની માતૃભાષાને વળગી રહેવા માટે કહે છે. તેને કહ્યું કે અંગ્રેજ છે એટલેકે વિદેશના લોકોને આની ભાષા આવડટી નથી. પરંતુ હિંદુસ્તાનમાં લોકો એક નહીં પરંતુ 5 ભાષા જાણે છે.
આ પણ વાંચો : RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું- નવી પેઢીને મંદિરો દ્વારા સંસ્કાર આપવા પડશે
તેમણે કહ્યું કે હિંદુસ્તાનમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ભાષા બોલે છે. પરંતુ તેમનું કહેવું છે કે દિલ્હી સહિતના વિવિધ રાજ્યોમાં ઘરના લોકો પોતાના બાળકોને અંગ્રેજી પર ભાર મૂકે છે. માતૃભાષામાં વાત કરવાની જગ્યાએ તેઓ અંગ્રેજીમાં ગણન આપે છે પરંતુ પોતાની માતૃ ભાષાને મહત્વ આપતા નથી જેથી તેમણે આ વિચારધારા બદલવાની જરૂર છે તેવું જણાવ્યુ હતું.