શ્રદ્ધાના હત્યારા આફતાબ પર હુમલો, હિન્દુ સેના એ કર્યો હલ્લાબોલ

|

Nov 28, 2022 | 9:42 PM

મળતી માહિતી અનુસાર જેવો આફતાબ પોલીસ વાનમાં બેસીને જેલ જવા માટે રવાના થયો તે પહેલા હિન્દુ સેના એ તેને પર હુમલો કર્યો. આ દરમિયાન આફતાબને બહાર નીકાળી અને જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો.

શ્રદ્ધાના હત્યારા આફતાબ પર હુમલો, હિન્દુ સેના એ કર્યો હલ્લાબોલ
attack on shraddha murderer aftab van
Image Credit source: Twitter

Follow us on

દિલ્હીના મહરૌલીમાં શ્રદ્ધા વાલકર હત્યાકાંડના આરોપી આફતાબ પૂનાવાલા પર આજે રાત્રે લગભગ 8 કલાકે હુમલો થયો છે. ફોરેન્સિક સાયન્સ લાઈબ્રેરીમાં પોલીગ્રાફ ટેસ્ટ બાદ આફતાબ બહાર નીકળતા જ તેની પોલીસ વાન પર હુમલો કરવામાં આવ્યો હતો. હવામાં તલવાર લહેરાવી અને હાથમાં હથોડો લઈને હિન્દુ સેનાના કાર્યકર્તાઓએ આ હુમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર જેવો આફતાબ પોલીસ વાનમાં બેસીને જેલ જવા માટે રવાના થયો તે પહેલા હિન્દુ સેના એ તેને પર હુમલો કર્યો. આ દરમિયાન આફતાબને બહાર નીકાળી અને જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો.

તે જ સમયે પોલીસ જવાનો હુમલાખોરોને દૂર કરવા માટે પિસ્તોલ લઈને બહાર આવ્યા હતા. પોલીસ જવાનો એ હુમલાખોરોને પાછળ હટી જવા માટે ચેતવણી પણ આપી, સાથે સાથે તેમણે ફાયરિંગની પણ ચેતવણી આપી હતી. પોલીસે 2 હુમલાખોરોની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય હુમલાખોરો ભાગવામાં સફળ રહ્યા હતા. એક હુમલાખોરે જણાવ્યુ છે કે ગુડગાવથી આ તમામ 15 લોકો આફતાબના ટુકડા કરવા આવ્યા હતા. તેઓ સવારે 11 વાગ્યાથી આફતાબના બહાર આવવાની રાહ જોઈ રહ્યા હતા. તેઓ અમારી શ્રદ્ધા બહેનના 35 ટુકડા કર્યા હતા, અમે તેના 70 ટુકડા કરીશું.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

હત્યારા પર જીવલેણ હુમલો

આફતાબ પર થયેલા આ હુમલા દરમિયાન ત્યાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર આફતાબની સાથે વાનમાં તે સમયે 5 પોલીસ જવાનો હાજર હતા. આ 5 પોલીસ જવાનોમાં એક સબ ઈન્સ્પેકટર હતા, જે તેમના હેડ હતા. જ્યારે 2 પોલીસ જવાનો હથિયારો સાથે ડીસીપી થર્ડ બટાલિયનને જણાવ્યુ કે, જેલ વાન ખુબ સુરક્ષિત હોય છે, તેમ છતા પોલીસ જવાનો એ સાહસ અને સમજણનો પરિચય આપતા આફતાબને વાનમાંથી સુરક્ષિત બહાર કાઢયો હતો. હિન્દુ સેના દ્વારા તેમના કાર્યકર્તાઓના આ કામને સમર્થન આપવામાં આવ્યુ. હિન્દુ સેનાનું કહેવુ છે કે ભારતના કાયદા વિરુદ્ધ હોય તેવા કોઈ કામને અમે સમર્થન આપતા નથી. અમે ભારતના કાયદાને માનીએ છે.

Next Article