પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાનની પૂર્વ પત્ની રેહમ ખાન પર હુમલો, ટ્વીટ કરીને આપી જાણકારી

રેહમ ખાન પર અજાણ્યા શખ્શોએ હુમલો કર્યો છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાનની પૂર્વ પત્ની રેહમ ખાન પર હુમલો, ટ્વીટ કરીને આપી જાણકારી
Reham khan (File photo)
Follow Us:
| Updated on: Jan 03, 2022 | 8:12 AM

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પૂર્વ પત્ની  અને રાજકીય કાર્યકર રેહમ ખાન પર હુમલો થયો છે. રહેમ ખાને ટ્વીટ કરીને જાણકારી આપી છે. તો બીજી તરફ ઇમરાન ખાન ઉપર નિશાન સાધ્યું છે. રહેમ ખાન  લગ્નમાંથી પરત ફરી રહી તે સમયે તેના પર જાન લેવા હુમલો થયો હતો.  સદનસીબે જાનહાની ટળી હતી.

રહેમ ખાને ટ્વીટમાં જણાવ્યું હતું કે, મારા ભત્રીજાના લગ્નમાંથી પાછા ફરતી વખતે મારી કાર પર ગોળીબાર થયો અને મોટરબાઈક પર આવેલા બે માણસોએ બંદૂકની અણીએ વાહન પકડ્યું હતું!! મેં હમણાં જ વાહનો બદલ્યા હતા. મારા પીએસ અને ડ્રાઈવર કારમાં હતા. આ છે ઈમરાન ખાનનું નવું પાકિસ્તાન? કાયર, ઠગ અને લાલચુ રાજ્યમાં આપનું સ્વાગત છે!!

નોંધનીય છે કે, રેહમે લગ્ન પહેલા જ ઈમરાન ખાન પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. રેહમના કહેવા પ્રમાણે, જ્યારે તે બીજી વખત ઈમરાનને મળી અને ફરવા ગઈ ત્યારે ઈમરાને તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો. રેહમે કહ્યું, ‘જ્યારે અમે ફરવા ગયા ત્યારે ઈમરાને તેની રાજનીતિ, બાળકો વિશે વાત કરી અને મારા વખાણ પણ કર્યા હતા. પછી અમે રાત્રિભોજન કર્યું, ત્યારબાદ તેણે મારી છેડતી કરી. હું ડરી ગઈ  અને વિચારવા લાગી  કે હું અહીં કેમ આવી છું. મેં ઈમરાનને ધક્કો માર્યો. આ પછી ઈમરાને કહ્યું કે હું જાણું છું કે તમે તે છોકરી નથી અને તેથી જ હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. મેં કહ્યું તું પાગલ છે. હું તને ઓળખતી પણ નથી અને તું મારી સાથે લગ્ન કરવાની વાત કરે છે.

પાકિસ્તાની ક્રિકેટર અને રાજનેતા ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને તેના નવા પુસ્તકમાં દાવો કર્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અધ્યક્ષને કેટલાક ભારતીયો સહિત પાંચ ગેરકાયદેસર બાળકો છે.

આ પણ વાંચો : Children Corona Vaccination: આજથી 15-18 વર્ષના બાળકોને લાગશે વેક્સીન, અત્યાર સુધીમાં થયા 6.79 લાખ થયા રજીસ્ટ્રેશન

આ પણ વાંચો : Sensex ની Top-10 કંપનીઓમાંથી 9 ની માર્કેટ કેપમાં રૂપિયા 1.11 લાખ કરોડનો વધારો થયો, ટ્રેન્ડથી વિપરીત RIL ને 2700 કરોડનું નુકસાન

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">