ATAL TUNNELમાં હવે નિયમ તોડયા તો થશે કાર્યવાહી, પ્રવાસીઓ સાથે પોલીસની પણ બધી ગતિવિધિઓ થશે રેકોર્ડ

|

Jan 20, 2021 | 6:33 PM

રોહતાંગમાં(ROHTANG) આવેલી અટલ ટનલમાં(ATAL TUNNEL) હવે ટ્રાફિકના નિયમો તોડશો તો કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે. કુલ્લુ પોલીસે અટલ ટનલમાં ઉચ્ચ ગુણવત્તાવાળા એએનપીઆર ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા લગાવ્યા છે.

ATAL TUNNELમાં હવે નિયમ તોડયા તો થશે કાર્યવાહી, પ્રવાસીઓ સાથે પોલીસની પણ બધી ગતિવિધિઓ થશે રેકોર્ડ
ATAL TUNNEL

Follow us on

રોહતાંગમાં(ROHTANG) આવેલી અટલ ટનલમાં(ATAL TUNNEL) હવે ટ્રાફિકના નિયમો તોડશો તો કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે. કુલ્લુ પોલીસે અટલ ટનલમાં ઉચ્ચ ગુણવત્તાવાળા એએનપીઆર ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા લગાવ્યા છે. ટનલમાંથી પસાર થતા દરેક વાહનનો નંબર પ્લેટ સાથે ડેટાબેસમાં તૈયાર કરવામાં આવશે. જો કોઈ વાહન અટકે છે અથવા કોઈ પણ રીતે ટનલમાં નિયમ તોડે છે તો તેના વાહનને નંબર પ્લેટથી ઓળખવામાં આવશે અને ઉલ્લંઘન કરનારાઓ સામે તરંત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અટલ ટનલમાં તૈનાત પોલીસ(POLICE) બોડી વિયર કેમેરાથી સજ્જ કરવામાં આવી છે, જેથી પોલીસની વર્તણૂક અને જાહેરમાં ખાસ કરીને પ્રવાસીઓની પ્રવૃત્તિને લઈને ઉભી થયેલી પરિસ્થિતિઓ વિશે જાણી શકાય.

 

જિલ્લા પોલીસ પ્રવાસીઓને તમામ સંભવિત સુવિધાઓ પુરી પાડવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે અને અટલ ટનલનો યાદગાર અનુભવ સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે. પોલીસનું કહેવું છે કે ટનલમાં નિયમ ભંગ કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ટનલ મર્યાદિત ટ્રાફિક વાહનની ક્ષમતા માટે બનાવવામાં આવી છે. નોંધનીય છે કે નાતાલ દરમિયાન એક જ દિવસમાં 5500થી વધુ વાહનો ટનલમાંથી પસાર થયા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

નવું વર્ષ મનાવવા મનાલી પહોંચનારા પર્યટકોએ અટલ ટનલમાં ધમાલ મચાવી હતી. આ પછી પોલીસે એક પર્યટકને મારમાર્યો હતો, જેના આધારે અધિકારીઓએ દોષિત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. એસપી કુલ્લુ ગૌરવસિંહે જણાવ્યું હતું કે, ટનલની અંદર ઉચ્ચ ગુણવત્તાવાળા એએનપીઆર ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમણે પર્યટકોને વિનંતી કરી કે શાંતિપૂર્ણ રીતે અટલ ટનલનો આનંદ લે અને સંસ્કારી નાગરિકોનો પરિચય કરાવો.

 

આ પણ વાંચો: LIVERને મજબૂત કરવા માટે ભોજનમાં આ ફળ અને શાકભાજીને કરો સામેલ

Published On - 6:32 pm, Wed, 20 January 21

Next Article