અસમ પોલીસની નશા વિરુદ્ધ જીરો ટોલરન્સ પોલિસી, 1920 કરોડ રૂપિયાના ડ્રગ્સનો કર્યો નાશ

|

Jul 31, 2022 | 3:12 PM

Assam Police Destroyed Drugs: અસમની રાજધાની ગૌહાટીમાં પોલીસે મોટી માત્રામાં જપ્ત કરેલા 100 કરોડથી વધુની કિંમતના નશીલા માદક પદાર્થોનો નાશ કર્યો.

અસમ પોલીસની નશા વિરુદ્ધ જીરો ટોલરન્સ પોલિસી, 1920 કરોડ રૂપિયાના ડ્રગ્સનો કર્યો નાશ
અસમ પોલીસે1920 કરોડ રૂપિયાના ડ્રગ્સનો કર્યો નાશ
Image Credit source: Twitter

Follow us on

અસમ (Assam)માં અનેક સ્થળોએ દરોડા દરમિયાન કરોડો રૂપિયાના ડ્રગ્સ (Drugs)નો નાશ કરવામાં આવ્યો છે. પોલીસે જાણકારી આપી કે કછાર જિલ્લામાં અનેક સ્થળોએ કરવામાં આવેલા દરોડામાં લગભગ 1920 કરોડ રૂપિયાનુ ડ્રગ્સ જપ્ત કર્યુ હતુ. જેનો નાશ કરવામાં આવ્યો છે. અસમ પોલીસે (Assam Police) જે ડ્રગ્સનો નાશ કર્યો છે તેની આંતરરાષ્ટ્રીય બજારો (International Market)માં 1920.02 કરોડ રૂપિયાની કિંમત હતી. DIG કંગકાન જ્યોતિ સૈકિયાએ જણાવ્યુ કે CM હિંમત બિસ્મા સરમાના આદેશ પર ડ્રગ વિરુદ્ધ આ અભિયાન શરૂ કરવામાં આવ્યુ જે આગળ પણ શરૂ રહેશે.

પોલીસના જણાવ્યા અનુસાર, 31.07 કરોડનુ લગભગ 6 હજાર 214 કિલો હેરોઈન, 1 હજાર 751 કરોડ રૂપિયાનો 683 કિલો ગાંજો, 16.26 કરોડની કિંમતની 271 કિલો કફ સિરપની બોટલ્સ અને 120.80 કરોડની યાબા ટેબ્લેટના 6.04 લાખ ટૂકડાનો શનિવારે નાશ કરવામાં આવ્યો. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા મુજબ DIG સૈકિયાએ જણાવ્યુ કે “1920.02 કરોડ રૂપિયાની કિંમતના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના આદેશ અનુસાર 10 મે 2021થી ડ્રગ્સ વિરુદ્ધ આ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. અમારુ આ અભિયાન આગળ પણ શરૂ રહેશે”

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

ગૌહાટીમાં 100 કરોડ રૂપિયાના ડ્રગ્સનો નાશ

આ તરફ અસમની રાજધાની ગૌહાટીમાં પોલીસે શનિવારે મોટી માત્રામાં જપ્ત કરેલ 100 કરોડ રૂપિયાની કિંમતના નશીલા પદાર્થોનો નાશ કર્યો હતો. પોલીસ કમિશનર હરમીતસિંહે જણાવ્યુ હતુ કે ગૌહાટી પોલીસે શહેરના બહારના વિસ્તારમાં પ્રાગજ્યોતિષપુર થાણા વિસ્તારના હતીશિલા દામપારામાં જપ્ત કરેલુ 935 કિલોગ્રામ માદક પદાર્થોને ભસ્મીભૂત કરી નાખ્યા છે. તેમણે જણાવ્યુ કે નાશ કરાયેલા ડ્રગ્સમાં મોટી માત્રામાં હેરોઈન, ભાંગ, કાચી મેથાફેટામાઈન સહિત મેથની 19 લાખથી વધુ ટેબ્લેટ અને 3 લાખ 70 હજારથી વધુ કફ સિરપનો સમાવેશ થાય છે.

કમિશનરના હરમિત સિંહના જોઈન્ટ પોલીસ કમિશનર પાર્થ સારથી મહંતની સાથે મળી મોટી સંખ્યામાં માદક પદાર્થોને આગને હવાલે કરવામાં આવ્યો. આ નાશ કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારોમાં માર્કેટ વેલ્યુ 100 કરોડથી વધુ હોવાનુ પણ અનુમાન છે. અસમના કરીમગંજ જિલ્લામાં પણ આ જ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે જેમા પોલાસે શનિવારે 68 કરોડ રૂપિયાના ડ્રગ્સનો નાશ કર્યો હતો. આ રીતે વિશ્વનાથ અને હૈલાકાંડી જિલ્લામાં પણ મોટી માત્રામાં જપ્ત કરેલ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો.

Next Article