Assam: પૂર અને ભૂસ્ખલનથી 20 જિલ્લામાં 1. 97 લાખ લોકો અસરગ્રસ્ત, આસામમાં 2 અને અરૂણાચલ પ્રદેશમાં 5ના મોત

|

May 17, 2022 | 9:06 AM

બ્રહ્મપુત્રા નદી (Brahmaputra River) નું જળસ્તર જોરહાટ જિલ્લાના નીમિઘાટ અને નાગાંવ જિલ્લાના કામપુર ક્ષેત્રમાં કોપિલી નદી (River )માં ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે.

Assam: પૂર અને ભૂસ્ખલનથી 20 જિલ્લામાં 1. 97 લાખ લોકો અસરગ્રસ્ત, આસામમાં 2 અને અરૂણાચલ પ્રદેશમાં 5ના મોત
Assam Floods

Follow us on

આસામ (Assam) માં સતત થઈ રહેલા વરસાદ(Rain)ને પગલે પૂર (Flood)અને ભૂસ્ખલનની પરિસ્થિતિ ઉભી થઈ છે. રાજ્યના 20 જિલ્લામાં આશરે 1.97 લાખ લોકો પૂરને કારણે અસરગ્રસ્ત થયા છે. આસામમાં પૂરના કારણે 2 તથા અરૂણાચલ પ્રદેશમાં 5 લોકોના મોત થયા છે. આસામમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના અહેવાલ અનુસાર કછોર જિલ્લામાં 51, 357 લોકો અસરગ્રસ્ત થયા છે. પૂરને કારણે 46 રાજસ્વ મંડળના 652 ગામને અસર થઈ છે. અને પૂરના પાણીમાં 16, 645.61 હેક્ટર જમીન ડૂબમાં ગઈ છે.

બ્રહ્મપુત્ર નદીનું જળસ્તર જોરહાટ જિલ્લાના નીમિતઘાટ અને નાગાંવ જિલ્લાના કામપુર ક્ષેત્રની કોપિલી નદીમાં ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે.નાગાંવ જિલ્લાના કામપુર વિસ્તારમાં પૂરની સ્થિતિને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ન્યૂ કુજંગ, ફિયાંગપુઇ, મૌલહોઈ, નામજુરંગ, દક્ષિણ બગેતર, મહાદેવ ટીલા,કાલીવાડી, ઉત્તરી બગેતર , સિયોન અને લોદી પંગમૌલ ગામમાં ભૂસ્ખલનની સૂચના મળી હતી.

બે દિવસ બાદ 2 ટ્રેનના આશરે 2800 મુસાફરોને સુરક્ષિત કાઢવામાં આવ્યા

ભારે ભૂસ્ખલન અને સતત વરસાદને પગલે પાટા ઉપર પાણી ભરાઈ જવાને કારણે આસામના લુમડિંગ- બદરપુરના પહાડી ખંડ વિસ્તારમાં ફસાયેલી બે ટ્રેનમાં 2800 મુસાફરોને કાઢવામાં આવ્યા. હતા આ બચાવ કાર્ય માટે વાયુ સેના અને અન્ય એજન્સીઓની મદદથી કરવામાં આવ્યા હતા. પૂર્વોત્તર સીમાંત રેલ્વેના પ્રવક્તાએ જાણકારી આપી હતી કે મુસાફરોને વાયુસેના દ્વારા સુરક્ષિત કાઢવામાં આવ્યા હતા. કારણ કે શનિવારથીસતત થઈ રહેલા વરસાદને પગલે બચાવ કાર્યમાં અવરોધ આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એનએફઆરના પ્રવક્તાએ ગુવાહાટીમાં કહ્યું હતું કે પ્રભાવિત ક્ષેત્રમાં શનિવારથી ખંડની નજીક 18 ટ્રેન રદકરવામાં આવી છે અને 10થી વધુ ટ્રેનને કેટલાક સમય માટે રદ કરવામાં આવી છે. સતત વરસાદ હોવા છતાં પાટાનું સમારકામ પણ ચાલું છે. દીમા હસાઓ જિલ્લાના મુખ્યમથક હાફલોંગના અહેવાલમાં જણાવાયું છે કે ન્યૂ હાફલોંગ રેલ્વે સ્ટેશનનો મોટા ભાગનો હિસ્સો પાણીમાં ડૂબી ગયો છે અને ત્યાં ફસાઈ ગયેલી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. સતત વરસાદ અને ભૂસ્ખલનને પગલે ઘણા સ્થળે રોડ રસ્તા ધોવાઈ જતા સ્થાનિક લોકોનો સંપર્ક પણ તૂટી ગયો છે.  સરકાર દ્વારા રાહત અને બચાવ માટે ભારતીય સેના , અર્ધસૈનિક દળો, ફાયર તથા એસડીઆરએફ અને તાલીમબદ્ધ સ્વયંસેવકને પણ તૈનાત કરવામાં આવ્યા છે. હાલમાં આસામમાં અતિશય વરસાદ થઈ રહ્યો છે જ્યારે  દેશના અન્ય ભાગોમાં  લોકો તીવ્ર ગરમીનો માર સહન કરી રહ્યા છે.

Next Article