Assam Flood: આસામમાં પૂરની સ્થિતિથી 21 જિલ્લા, 950 ગામોમાં 3.63 લાખથી વધુ લોકો થયા અસરગ્રસ્ત

|

Aug 31, 2021 | 7:30 AM

આસામમાં સતત વરસાદના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. રાજ્યના ઘણા જિલ્લાઓ અને ગામો પૂરની ગંભીર પરિસ્થિતિ સાથે ઝઝૂમી રહ્યા છે.

Assam Flood: આસામમાં પૂરની સ્થિતિથી 21 જિલ્લા, 950 ગામોમાં 3.63 લાખથી વધુ લોકો થયા અસરગ્રસ્ત
Incessant rains worsen the situation in Assam - (File Photo)

Follow us on

આસામમાં સતત વરસાદના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. રાજ્યના ઘણા જિલ્લાઓ અને ગામો પૂરની ગંભીર પરિસ્થિતિ સાથે ઝઝૂમી રહ્યા છે. પૂરને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે પૂરની સ્થિતિ વધુ વણસી હતી, જેમાં બે લોકોના મોત થયા હતા અને 21 જિલ્લાઓમાં 3.63 લાખથી વધુ લોકોને અસર થઈ હતી. આ માહિતી સત્તાવાર બુલેટિનમાં આપવામાં આવી છે.

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) અનુસાર, બારપેટા જિલ્લાના ચાંગા અને મોરીગાંવના માયોંગમાં પૂરના પાણીમાં 2 બાળક ડૂબી ગયા હતા. તેમણે કહ્યું કે, બારપેટા, વિશ્વનાથ, કાચર, ચિરાંગ, દારંગ, ધેમાજી, ધુબરી, ડિબ્રુગઢ, ગોલાઘાટ, જોરહાટ, કામરૂપ, પશ્ચિમ કાર્બી આંગલોંગ, લખીમપુર, માજુલી, મોરીગાંવ, નાગાંવ, નલબારી, શિવસાગર, સોનીતપુર, દક્ષિણ સલમારા અને તિનસુકિયા જિલ્લામાં પૂર આવ્યું છે. તેનાથી 3,63,100 થી વધુ લોકો પ્રભાવિત થયા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત લખીમપુર

આસામનો સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો લખીમપુર છે, જ્યાં 1.3 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ પછી, માજુલીમાં લગભગ 65,000 લોકો અને દારંગમાં 41,300 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. રવિવાર સુધી જ્યાં રાજ્યના 14 જિલ્લાઓમાં 2.58 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા હતા. તે જ સમયે, આસામના 21 જિલ્લાઓના 950 ગામોમાં પૂરની સ્થિતિ છે અને ભારે વરસાદને કારણે કુલ 3,63,135 લોકો પ્રભાવિત થયા છે. રાજ્યમાં 30 ઓગસ્ટ સુધી કુલ 44 રાહત શિબિરો શરુ કરવામાં આવી છે.

ASDMAએ કહ્યું કે, હાલમાં 950 ગામો પાણીમાં ડૂબી ગયા છે અને સમગ્ર આસામમાં 30,333.36 હેક્ટર પાક વિસ્તારને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, અધિકારીઓ 10 જિલ્લાઓમાં 44 રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રો ચલાવી રહ્યા છે, જ્યાં 321 બાળકો સહિત 1,619 લોકો આશ્રય લઈ રહ્યા છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે વિવિધ રાહત એજન્સીઓએ રાજ્યના વિવિધ ભાગોમાંથી 470 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

સાથે જ 621.34 ક્વિન્ટલ ચોખા, કઠોળ અને મીઠું, 578.82 લિટર સરસવનું તેલ, 100 ક્વિન્ટલ પશુ આહાર અને અન્ય પૂર રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. બારપેટા, વિશ્વનાથ, બોંગાઇગાંવ, ડિબ્રુગઢ, ગોલપરા, મોરીગાંવ, નલબારી અને દક્ષિણ સલમારા જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં ધોવાણ જોવા મળ્યું છે. આ વિગતો સત્તાવાર બુલેટિનમાં જણાવા મળી હતી.

 

આ પણ વાંચો:  GATE Registration 2022: GATE પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા ક્યારે યોજાશે

આ પણ વાંચો: Navsari : ફળફળાદિ ચીકુના પાકમાં માખીઓનો ઉપદ્રવ વધ્યો, ખેડૂતોને નુકસાનની ભીતિ

Next Article