અશોક ગેહલોત દિલ્હીની મુલાકાતે, સોનિયા ગાંધીને મળશે, કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નોંધાવી શકે છે ઉમેદવારી

|

Sep 28, 2022 | 7:31 PM

બુધવારે સીએમ ગેહલોતે કોંગ્રેસના (Congress) પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતસરા, મંત્રી શાંતિ ધારીવાલ અને મંત્રી ખાચરીયાવાસ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. ગેહલોતને મળ્યા બાદ ખાચરીયાવાસએ કહ્યું કે ગેહલોત હજુ રાજીનામું નથી આપી રહ્યા અને તેઓ દિલ્હી જઈને હાઈકમાન્ડ સાથે વાત કરશે.

અશોક ગેહલોત દિલ્હીની મુલાકાતે, સોનિયા ગાંધીને મળશે, કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નોંધાવી શકે છે ઉમેદવારી
Ashok Gehlot

Follow us on

રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ અને રાજકીય ડ્રામા વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot) દિલ્હી જઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેહલોત રાત્રે 8 વાગ્યે વિશેષ વિમાન દ્વારા દિલ્હી જવા રવાના થશે. ગેહલોતની દિલ્હી મુલાકાતને લઈને માનવામાં આવી રહ્યું છે કે તેઓ કોંગ્રેસ (Congress) અધ્યક્ષ પદ માટે ચૂંટણી માટે ફોર્મ ભરી શકે છે, જો કે હજુ આશંકા છે. તે જ સમયે, સચિન પાયલટ મંગળવારથી દિલ્હીમાં છે અને તેના રાજકીય ભવિષ્યને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. સાથે જ એવું માનવામાં આવે છે કે ગેહલોત દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને (Sonia Gandhi) પણ મળી શકે છે.

બુધવારે સીએમ ગેહલોતે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતસરા, મંત્રી શાંતિ ધારીવાલ અને મંત્રી ખાચરીયાવાસ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. ગેહલોતને મળ્યા બાદ ખાચરીયાવાસએ કહ્યું કે ગેહલોત હજુ રાજીનામું નથી આપી રહ્યા અને તેઓ દિલ્હી જઈને હાઈકમાન્ડ સાથે વાત કરશે. એવી અટકળો ચાલી રહી હતી કે ગેહલોત આજે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી શકે છે.

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે

બીજી તરફ ગેહલોત મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે તેવી અટકળોને ખાચરીયાવાસએ ફગાવતા કહ્યું કે તેઓ આવું કંઈ કરી રહ્યા નથી. બીજી તરફ, ગેહલોત મોડી સાંજે દિલ્હી જવા રવાના થશે જ્યાં તેઓ હાઈકમાન્ડને 102 ધારાસભ્યોના અભિપ્રાય વિશે માહિતગાર કરશે. ખાચરીયાવાસએ વધુમાં કહ્યું કે, સોનિયા ગાંધી અમારા નેતા છે, દેશનો દરેક કોંગ્રેસી કાર્યકર તેમને પોતાના નેતા માને છે, હવે સીએમ દિલ્હી જઈ રહ્યા છે અને મુલાકાત કરશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મંત્રીએ કહ્યું કે હવે કોંગ્રેસ પરિવારમાં કોઈ અંગત અદાવત નથી, કોઈ ઝઘડો નથી. અહીં, નિરીક્ષકોના અહેવાલ પછી, કોંગ્રેસ નેતૃત્વએ ગેહલોતને ક્લીનચીટ આપી છે, જે પછી માનવામાં આવે છે કે તેઓ ફરીથી કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં સામેલ થઈ શકે છે.

અશોક ગેહલોત સ્પીકર જોશી અને મંત્રીઓને મળ્યા હતા

અશોક ગેહલોતે દિલ્હી જતા પહેલા સંસદીય બાબતોના મંત્રી શાંતિ ધારીવાલ, સરકારના મુખ્ય દંડક મહેશ જોશી અને RTDC અધ્યક્ષ ધર્મેન્દ્ર રાઠોડ સાથે મુલાકાત કરી, જેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રીએ તેમની સાથે કારણ બતાવો નોટિસ અંગે ચર્ચા કરી. આ સાથે જ ગેહલોતે વિધાનસભા અધ્યક્ષ સીપી જોશી સાથે પણ વાત કરી છે. જાણવા મળે છે કે રવિવારે ગેહલોત સમર્થકો સ્પીકર જોશીના ઘરે ગયા હતા અને રાજીનામું સુપરત કર્યું હતું.

Published On - 7:31 pm, Wed, 28 September 22

Next Article