Arunachal Pradesh : ચીન સરહદે બાંધકામ કરતા 19 મજૂરો ગુમ, કુમી નદીના પૂરમાં તણાઈ ગયાની આશંકા

|

Jul 19, 2022 | 7:50 AM

અરુણાચલ પોલીસને એવી પણ શંકા છે કે મજૂરો કુરુંગ કુમે જિલ્લાના ગાઢ જંગલોમાં ગુમ થયા છે. જો કે નદીમાંથી મૃતદેહ મળ્યા બાદ તમામ મજૂરો નદીમાં ડૂબી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Arunachal Pradesh : ચીન સરહદે બાંધકામ કરતા 19 મજૂરો ગુમ, કુમી નદીના પૂરમાં તણાઈ ગયાની આશંકા
construction work on China border (symbolic image)

Follow us on

અરુણાચલ પ્રદેશમાં (Arunachal Pradesh) એક મોટો અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. અરુણાચલ પ્રદેશની કુમી નદીમાં ડૂબી જવાથી ઓછામાં ઓછા 19 મજૂરોના મોત થયા હોવાનું કહેવાય છે. આ તમામ મજૂરો કુરુંગ કુમે જિલ્લામાં ભારત-ચીન બોર્ડર (Indo-China Border) પાસે રોડ બનાવવાના કામમાં રોકાયેલા હતા. એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે મજૂરો ગત સપ્તાહે કન્સ્ટ્રક્શન સાઇટ પરથી ગુમ થયા હતા. તેમાંથી એક કામદારની લાશ કુમી નદીમાંથી મળી આવી હતી. જે બાદ એવી આશંકા છે કે નદીમાં આવેલા પૂરમાં (Kumi river floods) ડૂબી જવાથી બાકીના તમામ મજૂરોના મોત થયા છે.

જ્યારે પોલીસ અધિકારીનું કહેવું છે કે મજૂરોએ કોન્ટ્રાક્ટરને ઈદ નિમિત્તે રજા પર આસામ જવા માટે વિનંતી કરી હતી. જોકે, કોન્ટ્રાક્ટરે તેમને રજા આપવાની ના પાડી હતી. આથી તમામ મજૂરો અરુણાચલ પ્રદેશથી પગપાળા આસામ જવા રવાના થયા હતા. પોલીસને પહેલા એવી પણ શંકા હતી કે મજૂરો કુરુંગ કુમે જિલ્લાના ગાઢ જંગલોમાં ગુમ થયા છે. જો કે કુમી નદીમાંથી એકનો મૃતદેહ મળી આવ્યા બાદ, પોલીસનું માનવું છે કે, તમામ મજૂરોના મોત નદીમાં ડૂબી જવાથી થયા હોઈ શકે છે અને તેમના મૃતદેહ નદીના વહેણમાં તણાઈ ગયા હોઈ શકે છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે મજૂરો નદીમાં ડૂબી ગયા છે કે અન્ય કોઈ અકસ્માતનો ભોગ બન્યા છે તે અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ કુમી નદીમાં ડૂબી જવાથી તે તમામના મોત થયા હોવાની આશંકા છે. કારણ કે નદીમાંથી જ એક મજૂરનો મૃતદેહ મળી આવ્યો હતો. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન પૂર્વોત્તર રાજ્યોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું મોટું નેટવર્ક બનાવી રહ્યું છે. આ મજૂરોને ભારત-ચીન સરહદ નજીકના દૂરના વિસ્તાર દામિન સર્કલમાં માર્ગ નિર્માણના કામો પૂરા કરવા માટે કામે લગાડવામાં આવ્યા હતા. કન્સ્ટ્રક્શન સાઈટ ચીન બોર્ડર પાસે દામીનની અંદર આવેલી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

Next Article