CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુરમાં દુર્ઘટનાગ્રસ્ત, 11 લોકોના મોત, રાજનાથ સિંહ CDS રાવતના ઘરે પહોંચ્યા

|

Dec 08, 2021 | 4:01 PM

વાયુસેનાના અધિકારીએ હવામાન ખરાબ હોવાના કારણે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયાનું અનુમાન હોવાનું જણાવ્યુ હતુ. વાયુસેનાના અધ્યક્ષ ઘટનાસ્થળે જવા રવાના થયા છે.

CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુરમાં દુર્ઘટનાગ્રસ્ત, 11 લોકોના મોત, રાજનાથ સિંહ CDS રાવતના ઘરે પહોંચ્યા
Army Chopper crashes

Follow us on

તમિલનાડુ(Tamil Nadu)ના કુન્નુર(Coonoor)માં સેનાનું MI-17 હેલિકોપ્ટર(MI-17 helicopter) ક્રેશ થયુ છે. CDS બિપિન રાવત સહિત સેનાના મોટા અધિકારીઓ હેલિકોપ્ટરમાં સવાર હોવાની માહિતી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત(Bipin Rawat) સહિત મોટા અધિકારીઓ સાથેનું આર્મીનું હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું હતું. ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા હોવાની માહિતી છે. હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. રક્ષા પ્રધાન રાજનાથ સિંહ CDS રાવતના ઘરે પહોંચ્યા

મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં બિપિન રાવતની સાથે તેમના પત્ની પણ હેલિકોપ્ટરમાં સવાર હતા. બિપિન રાવતને હોસ્પિટલ લઇ જવાયા હોવાની પણ માહિતી છે. વેલિંગ્ટન મિલિટ્રી હોસ્પિટલમાં બિપિન રાવતની સારવાર ચાલી રહી છે. ઘટનાસ્થળ પર 6 એમ્બ્યુલન્સ તૈનાત રખાયાની માહિતી છે.

CDSના ઘર બહાર સુરક્ષા વધારાઇ

દિલ્હીમાં બિપિન રાવતના ઘર બહાર સુરક્ષા વધારી દેવાઇ છે. એક પછી એક અધિકારીઓ તેમના ઘરે પહોંચી રહ્યા છે. દિલ્હી પોલીસે મલ્ટી લેયર સુરક્ષા વધારી.

 

ક્યાં ક્રેશ થયુ હેલિકોપ્ટર ?

CDSનું આ સેનાનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુરમાં ક્રેશ થયું હતું. સમગ્ર વિસ્તાર ખૂબ જ જંગલવાળો છે. તે જ સમયે, જેમને બચાવી લેવામાં આવ્યા છે, તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે. ઘટનાસ્થળે હાલમાં બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વાયુસેનાએ હેલિકોપ્ટર દુર્ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે.

હેલિકોપ્ટર કયાં જઇ રહ્યુ હતુ?

CDS બિપિન રાવત એક વ્યાખ્યાન શ્રેણી માટે ઊટી વેલિંગ્ટન ગયા હતા. તેમની સાથે તેમની પત્ની અને બ્રિગેડિયર રેન્કના અધિકારી પણ હતા. CDS બિપિન રાવત સુલુરથી કુન્નુર આવી રહ્યા હતા. તેમને અહીંથી દિલ્હી જવાનું હતું.

PM નરેન્દ્ર મોદીને જાણકારી અપાઇ

રક્ષા પ્રધાન રાજનાથસિંહે સમગ્ર ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાણકારી આપી છે. રાજનાથ સિંહ સમગ્ર ઘટના અને બચાવ કામગીરી પર સતત નજર રાખી રહ્યા છે. સંસદમાં રક્ષા પ્રધાન ઘટના અંગે નિવેદન આપશે.

તમિલનાડુના મુખ્ય પ્રધાને ડીજીપીને તાત્કાલિક ઘટનાસ્થળે જવાના આદેશ આપ્યા છે. તમિલનાડુના મુખ્ય પ્રધાન પણ ઘટનાસ્થળ પર જશે.

 

હેલિકોપ્ટરમાં સવાર લોકોના નામની યાદી

હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત, હવલદાર સતપાલ સવાર હતા.

 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સમગ્ર ઘટનાને લઇને ટ્વીટ કર્યુ છે. તેમણે લખ્યુ છે કે ”બિપિન રાવત તેમના પત્ની અને હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો માટે સલામતીની આશા રાખુ છુ.”

 

 

 

Published On - 1:33 pm, Wed, 8 December 21

Next Article