અપોલો કેન્સર સેન્ટર્સે ઓરલ કેન્સરના વહેલા નિદાન માટેનો સ્ક્રીનિંગ પ્રોગ્રામ ‘OraLife’ રજૂ કર્યો

અપોલોએ તમાકુના ઉપયોગની ચૂકવવી પડતી ખરી કિંમતને દર્શાવવા માટે #CutTheCost કેમ્પેઇન રજૂ કર્યો તથા સર્વાંગી નશામુક્તિ સમર્થન માટે ઇશા ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે.

અપોલો કેન્સર સેન્ટર્સે ઓરલ કેન્સરના વહેલા નિદાન માટેનો સ્ક્રીનિંગ પ્રોગ્રામ OraLife રજૂ કર્યો
| Edited By: | Updated on: May 30, 2025 | 5:26 PM

આઈસીએમઆર – નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઇન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચના એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં પુરષોમાં બે મુખ્ય કેન્સરની સાઇટ્સમાં મોંઢાના (21.5 ટકા) અને જીભના (11.5 ટકા) કેન્સરનો સમાવેશ થાય છે. મહિલાઓમાં મોંઢાના (5 ટકા) અને જીભના (4.4 ટકા) કેન્સર અનુક્રમે ચોથા તથા પાંચમા ક્રમની નોંધપાત્ર કેન્સર સાઇટ્સ છે.

ગુજરાતમાં તમાકુનું સેવન

ગુજરાતમાં દરેક વ્યક્તિ કોઇને કોઇ પ્રકારે તમાકુનું સેવન કરે છે, જેમાં મહિલાઓ (10.4 ટકા) કરતાં પુરુષોમાં (38.7 ટકા) આ પ્રમાણ નોંધપાત્ર રીતે ઊંચું છે. પુરુષોમાં 56.1 ટકા અને મહિલાઓમાં 18.6 ટકા કેન્સર સાઇટ્સમાં તમાકુનો ઉપયોગ સંકળાયેલો છે.

‘વર્લ્ડ નો ટોબેકો ડે’ના દિવસે અપોલો કેન્સર સેન્ટર્સ (એસીસી) ઓરલ કેન્સરના વહેલા નિદાન પર કેન્દ્રિત એક સક્રિય તપાસ પહેલ #OraLife લોન્ચ કરી રહી છે. આ પ્રોગ્રામમાં તમાકુ, આલ્કોહોલનું સેવન કરનારા, એચપીવી-16 ચેપ ધરાવતા અને અગાઉ મોંઢાના ઘા ધરાવતા લોકો સહિત લોકો માટે લક્ષ્યાંકિત હસ્તક્ષેપ, જાહેર જાગૃતતા તથા નિયમિત તપાસ પર ભાર મૂકવામાં આવ્યો છે.

એક્સપર્ટે શું કહ્યું?

અમદાવાદના અપોલો કેન્સર સેન્ટરના સર્જિકલ ઓન્કોલોજીના ડિરેક્ટર તથા સિનિયર કન્સલ્ટન્ટ ડો. એમ લક્ષ્મીધરે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં ઓરલ કેન્સરની સમસ્યા ઘણી વધુ છે. જો કે ચિંતાજનક બાબત એ છે કે, અમે યુવાન લોકોને અસરગ્રસ્ત થતા જોઈ રહ્યા છીએ જે બીજા પ્રદેશોમાં ખાસ જોવા મળતું નથી. અન્ય પ્રદેશોમાં આવા કેસો મોટાભાગે આધેડ વયના પુખ્તોમાં જોવા મળે છે. સ્મોકલેસ ટોબેકો ઉપયોગમાં વધારો થવાના લીધે આ પરિવર્તન જોવાયું છે. દુઃખની વાત એ છે કે મોટાભાગના કેસોનું સ્ટેજ 3 કે 4માં નિદાન થાય છે જ્યારે પરિણામો ખૂબ જ જટિલ બની જાય છે.”

અમદાવાદ સ્થિત અપોલો હોસ્પિટલ્સના સીઈઓ કમાન્ડર જેલ્સન કવલક્કટે જણાવ્યું હતું કે, “આ પહેલ સર્વગ્રાહી ઓન્કોલોજી કેરમાં અપોલોની લીડરશિપ દર્શાવે છે. અમારું મિશન સારવારથી આગળ વધે છે. અમારું લક્ષ્ય લોકોને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે સાધનો અને જ્ઞાનથી સજ્જ કરવાનું છે. ઇશા ફાઉન્ડેશન સાથેનો અમારો સહયોગ ઇન્ટિગ્રેટેડ કેરમાં અમારી માન્યતાનો પુરાવો છે, જ્યાં વહેલા નિદાન અને માનસિક સુખાકારી બંને મહત્વપૂર્ણ આધારસ્તંભ છે.”

#CutTheCost કેમ્પેઇન દ્વારા અપોલો કેન્સર સેન્ટર્સ તમાકુનો ઉપયોગ કરનારાઓને તેમની આદતો માટે ચૂકવવી પડતી ખરી કિંમતનું પુનઃમૂલ્યાંકન કરવા હાકલ કરે છે. આ કેમ્પેઇન નિવારણ માટેના સૌથી શક્તિશાળી સાધનો તરીકે વહેલા નિદાન અને લાંબા ગાળાના જીવનશૈલીમાં પરિવર્તનના મૂલ્યને મજબૂત બનાવે છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો