APJ Abdul Kalam Death Anniversary: જાણો મિસાઇલ મેન ઓફ ઈન્ડિયાનાં વિજ્ઞાન ક્ષેત્રે આપેલા એ અભૂતપૂર્વ યોગદાન વિશે

|

Jul 27, 2021 | 12:06 PM

APJ Abdul Kalam Death Anniversary: ડો. એપીજે અબ્દુલ કલામનો જન્મદિવસ, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2010માં વિશ્વ વિદ્યાર્થી દિવસ (World Student Day) તરીકે જાહેર કરાયો હતો. આજે દેશના પૂર્વ રાષ્ટ્રપતિની પુણ્યતિથિ છે

APJ Abdul Kalam Death Anniversary: જાણો મિસાઇલ મેન ઓફ ઈન્ડિયાનાં વિજ્ઞાન ક્ષેત્રે આપેલા એ અભૂતપૂર્વ યોગદાન વિશે
Dr. APJ Abdul Kalam Death Anniversary 2021

Follow us on

APJ Abdul Kalam Death Anniversary: ડો. APJ અબ્દુલ કલામ, કરોડો ભારતીયોના પ્રેરણાસ્ત્રોત અને દેશના 11મા રાષ્ટ્રપતિ (11th President of India) હતા, ડો. કલામનો યુવાવર્ગ પર ઘણો પ્રભાવ હતો અને રાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ તેમણે શિક્ષણ ક્ષેત્રે કામ કરવાનું શરૂ કર્યું હતું.

આ જ કારણ છે કે 15 ઓક્ટોબર, ડો. એપીજે અબ્દુલ કલામનો જન્મદિવસ, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2010માં વિશ્વ વિદ્યાર્થી દિવસ (World Student Day) તરીકે જાહેર કરાયો હતો. આજે દેશના પૂર્વ રાષ્ટ્રપતિની પુણ્યતિથિ છે, જેને મિસાઇલ મેન (Missile Man of India) તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે આપણે તેને વિજ્ઞાન ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ અને તેની અમુક રસપ્રદ વાતો જણાવીશું.

એક સમયે જ્યારે ભારતનું પોતાનું સેટેલાઇટ લોંચ વ્હીકલ (SLV ) રાખવાનું એક સ્વપ્ન કરતાં ઓછું ન હતું, ત્યારે ડો કલામની સખત મહેનત અને એક દાયકાથી પ્રયત્નો થકી દેશને પોતાનું પ્રથમ સ્વદેશી SLV શક્ય બન્યું હતું. SLV III ડો. કલામ દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું જેનો ઉપયોગ રોહિણી ઉપગ્રહને પૃથ્વીની કક્ષામાં તરતો મૂકવા માટે કરવામાં આવ્યો હતો. સ્પેસ ક્લબમાં ભારતના પ્રવેશમાં પણ કલામનું મહત્વનુ યોગદાન રહ્યું છે.બે વર્ષથી પણ વધુ ISRO સાથે કામ કર્યા બાદ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) ખાતે સ્વદેશી મિસાઇલોના વિકાસની જવાબદારીઑ ઉપાડી લીધી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તેમણે 40 યુનિવર્સિટીઓમાંથી 7 ડોક્ટરલ ડિગ્રી મેળવી હતી. ISRO અને DRDOમાં તેમના યોગદાન માટે, ડો. કલામને 1981માં પદ્મ ભૂષણ, 1990માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ડો.કલામે પોખરણમાં બીજા પરમાણુ પરિક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ડો.કલામને દેશના મિસાઇલ પ્રોજેક્ટમાં તેમના શ્રેષ્ઠ યોગદાન માટે મિસાઇલ મેનનું બિરુદ અપાયું હતું. અગ્નિ અને પૃથ્વી મિસાઇલોના વિકાસનો શ્રેય માત્ર ડો કલામને જ જાય છે.

ડો.કલામે ભારતના પ્રથમ કોરોનરી સ્ટેન્ટના વિકાસ માટે કાર્ડિયોલોજિસ્ટ ડો. બી.સોમા રાજુ સાથે હાથ મિલાવ્યા હતા. સ્ટેન્ટનું નામ કલામ-રાજુ-સ્ટેન્ટ હતું અને તેનું ડેવલોપમેન્ટ 1994માં થયું હતું. તેના કારણે ભારતમાં આયાતી કોરોનરી સ્ટેન્ટના ભાવમાં 50 ટકાનો ઘટાડો થયો હતો. આ સ્ટેન્ટના અપગ્રેડ વર્ઝન હવે માર્કેટમાં ઉપલબ્ધ છે. ડો કલામ જ્યારે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગમાં પાસ થયા, ત્યારથી તેઓ એવિઓનિક્સ સાથે સંકળાયેલા હતા. તે દેશના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલા હતા અને ફાઇટર પ્લેન ઉડાવનારા પહેલા ભારતીય રાષ્ટ્રપતિ પણ બન્યા હતા.

કલામ-રાજુ-સ્ટેન્ટની સફળતા બાદ, ડો. કલામે ડો. બી સોમા રાજુ સાથે મળીને એક ટેબ્લેટ કમ્પ્યુટર વિકસિત કર્યું હતું, જેનો હેતુ ભારત માં ગ્રામીણ લોકોની સંભાળ લેતા આરોગ્ય કર્મચારીઓની મદદ કરવાનો હતો, જે મેડિકલ ઈમરજન્સીની પરિસ્થિતિઓમાં ઉપયોગમાં આવી શકે. આપને જણાવી દઈએ કે 27મી જુલાઈ, 2015 ના રોજ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, શિલોંગમાં વિદ્યાર્થીઓને પ્રવચન આપતી વખતે હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. આમ છેલા સ્વસ સુધી તેને દેશની સેવા કરીને ભારતીયોના હરદાયમાં એક વિશેષ સ્થાન મેળવ્યું હતું.

આ પણ વાંચો: Bhakti : આ ગણેશ પ્રતિમા તો સ્વયં જ વધારે છે તેનું કદ ! જાણો વરસિદ્ધિ વિનાયકનો મહિમા

આ પણ વાંચો: Karnataka : બી.એલ. સંતોષ બની શકે છે કર્ણાટકના મુખ્યપ્રધાન, ટુંક સમયમાં થશે નામની જાહેરાત

Next Article