સોનાલી ફોગાટના મૃત્યુ પહેલાનો વધુ એક વીડિયો સામે આવ્યો, બળજબરીથી ડ્રિંક પીવડાવતો જોવા મળ્યો પીએ સુધીર સાંગવાન

|

Aug 27, 2022 | 8:05 PM

સોનાલીના (Sonali Phogat) મોતના મામલામાં અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સોનાલીના પીએ સુધીર સાંગવાન, મિત્ર સુખવિંદર, ગોવા કર્લીઝ પબના માલિક અને ડ્રગ પેડલરનો સમાવેશ થાય છે.

સોનાલી ફોગાટના મૃત્યુ પહેલાનો વધુ એક વીડિયો સામે આવ્યો, બળજબરીથી ડ્રિંક પીવડાવતો જોવા મળ્યો પીએ સુધીર સાંગવાન
Sonali Phogat

Follow us on

ગોવાના (Goa) કર્લીઝ પબના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સોનાલી ફોગાટના (Sonali Phogat) પીએ સુધીર સાંગવાન અને સોનાલીને એક સાથે ડાન્સ કરતા જોઈ શકાય છે. સીસીટીવી ફૂટેજમાં એવું પણ દેખાઈ રહ્યું છે કે સુધીર સોનાલીને બળજબરીથી ડ્રિંક આપી રહ્યો છે. જણાવી દઈએ કે, સોનાલીના મોતના મામલામાં અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સોનાલીના પીએ સુધીર સાંગવાન, મિત્ર સુખવિંદર, ગોવા કર્લીઝ પબના માલિક અને ડ્રગ પેડલરનો સમાવેશ થાય છે. સુધીર અને મિત્ર સુખવિંદરને કોર્ટે 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. આ બંને પર સોનાલીની હત્યાનો આરોપ છે. પોલીસે સોનાલીના મોતમાં હત્યાની કલમ પણ ઉમેરી છે.

પોલીસે ગોવાના અંજુના બીચ પર સ્થિત કર્લીઝ પબના માલિક અને ડ્રગ પેડલરની પણ ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સોનાલી જે હોટલમાં ગઈ હતી તે જ બાથરૂમમાંથી સિન્થેટિક ડ્રગ્સ મળી આવ્યું હતું. બંને આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે પાર્ટી માટે 1.5 ગ્રામ MDMA ડ્રગની બોટલમાં નાખીને તૈયાર કરવામાં આવ્યું હતું. સોનાલી ફોગાટને આ બોટલમાંથી ડ્રગ્સ આપવામાં આવ્યું હતું, જે પીધા બાદ સોનાલીની હાલત ખરાબ થઈ ગઈ હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

પબમાં હાજર લોકો પર ગોવા પોલીસની તપાસ ચાલી રહી છે, જેઓ તે રાત્રે પાર્ટીમાં હાજર હતા. આ કિસ્સામાં, પોલીસ હવે બે છોકરીઓને શોધી રહી છે, જે ઘટનાની રાત્રે કર્લીઝ પબમાં હાજર હતી. આ સાથે પોલીસ સુધીરની બે રહસ્યમય યુવતીઓ વિશે પણ પૂછપરછ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, સોનાલી કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. સાથે જ ઘણા વીડિયો પણ સામે આવી રહ્યા છે. સાથે જ વિપક્ષી નેતાઓ આ મામલામાં સીબીઆઈ તપાસની માગ કરી રહ્યા છે.

કોંગ્રેસે CBI તપાસની માગ કરી

કોંગ્રેસે સોનાલી ફોગાટની હત્યાની સીબીઆઈ તપાસની માગ કરી છે. પાર્ટીનો આરોપ છે કે પોલીસ આ મામલાને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે. ગોવા વિધાનસભામાં વિપક્ષના નેતા માઈકલ લોબોએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, ઘણા નેતાઓએ કહ્યું કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું, પરંતુ અંતે એ વાત સામે આવી છે કે તેમની હત્યા કરવામાં આવી છે. હત્યાના આ કેસમાં જે જોવા મળે છે. તે સિવાય પણ ઘણું બધું છુપાયેલું છે. દરેક પાસાની તપાસ કરવાની જરૂર છે. સત્ય જાણવા માટે આવા કેસોની સીબીઆઈ દ્વારા તપાસ કરવાની જરૂર છે.

Published On - 8:05 pm, Sat, 27 August 22

Next Article