હિંદ મહાસાગરમાં બની રહ્યુ છે વધુ એક વાવાઝોડુ, કેરળમાં ચોમાસુ પહોચતા લાગશે હજુ 2-3 દિવસ

|

May 30, 2021 | 7:50 PM

અરબી સમુદ્રમાં તામિલનાડુ અને કર્ણાટકના દરિયાકાંઠે સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનને કારણે નૈઋત્યનુ ચોમાસુ આગળ ઘપતુ અટકી ગયુ છે. હિન્દ મહાસાગરમાં ( Indian Ocean ) વધુ એક વાવાઝોડુ ઉદભવે તેવુ વાતાવરણ હાલ સર્જાયુ છે.

હિંદ મહાસાગરમાં બની રહ્યુ છે વધુ એક વાવાઝોડુ, કેરળમાં ચોમાસુ પહોચતા લાગશે હજુ 2-3 દિવસ
કેરળમાં 31મી મે એ નહી પહોચે નૈઋત્યનું ચોમાસુ, હિન્દ મહાસાગરમાં વધુ એક વાવાઝોડુ સર્જાવાનો ભય

Follow us on

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે, નૈઋત્યનુ ચોમાસુ ( Southwest monsoon ) આગામી 31 મે સુધીમાં  કેરળમાં ( Kerala ) બેસી જશે. પરંતુ આ આગાહીમાં હવે હવામાન વિભાગે ફેરફાર કરીને જણાવ્યુ છે કે, નૈઋત્યના ચોમાસાને  કેરળમાં  પહોચતા આગામી બે કે ત્રણ દિવસ લાગશે.
દરમિયાન તાઉ તે ( cyclone tauktae ) અને યાસ વાવાઝોડુ ( cyclone yass ) જ્યા સર્જાયુ હતુ તે હિંદ મહાસાગરમાં ( Indian Ocean )વધુ એક વાવાઝોડુ આકાર પામે તેવા સંજોગો સર્જાયા છે. જો કે આ વાવાઝોડુ બનશે કે નહી તેની સ્પષ્ટતા આગામી 3 જુનની આસપાસ થઈ જશે.

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, કર્ણાટકમાં ( Karnataka ) થયેલા વાતાવરણીય ફેરફારને પગલે, કેરળ તરફ આગળ વધતુ નૈઋત્યનુ ચોમાસુ હાલ જ્યા છે ત્યા જ થંભી ગયુ છે. આ વર્ષે સમયસર ચોમાસુ બેસી જવા માટે સાનુકુળ વાતાવરણ સર્જાયુ હતું. પરંતુ અરબી સમુદ્રમાં તામિલનાડુ ( Tamil Nadu ) અને કર્ણાટકના દરિયાકાંઠે સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનને ( Cyclonic circulation ) કારણે ચોમાસુ આગળ ઘપતુ અટકી ગયુ છે.

દરમિયાન અરબી સમુદ્રમાં આકાર પામેલ વાવાઝોડુ તાઉ તે અને બંગાળની ખાડીમાં આકાર પામેલ વાવઝોડુ યાસ, પહેલા હિન્દ મહાસાગરમાં હવાના હળવા દબાણ સાથે ઉદભવ્યા હતા. આવુ જ વધુ એક હવાનું હળવુ દબાણ સર્જાય તેવુ વાતાવરણ બન્યુ છે. જો કે આ હવાનું હળવુ દબાણ વાવાઝોડામાં પરિવર્તીત થશે કે નહી તેની સ્પષ્ટતા 3 જુન સુધીમાં થવાની ગણતરી હવામાનશાસ્ત્રીઓ રાખી રહ્યાં છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

જો કે કેરળમાં દક્ષિણ પશ્ચિમ દિશામાંથી હવા આવી રહી છે. જેના કારણે, કેરળમાં પ્રિ મોન્સુન એક્ટિવીટીના ભાગરૂપે સારો વરસાદ વરસશે. અને આગામી 3 જૂન સુધીમાં ચોમાસુ બેસી જવાની ધારણા છે. આગામી પાંચ દિવસ પૂર્વોતરના રાજ્યોમાં પણ સારો અને નોંધપાત્ર વરસાદ વરસવાની સંભાવના છે.

Published On - 7:32 pm, Sun, 30 May 21

Next Article