Pet Dog Policy: હવે પાલતુ પ્રાણી રાખવાનો શોખ પડશે મોંઘો, વાર્ષિક રજીસ્ટ્રેશનની સાથે ભરવી પડશે આટલી ફી

|

Sep 16, 2021 | 1:45 PM

ઘણી વાર એવું બનતુ હોય કે પડોશીઓને આપણા પેટને કારણે પરેશાની થઇ રહી હોય છે. તેવામાં જો કોઇ પાડોશી દ્વારા પેટ્સની કોઇ ફરિયાદ કરવામાં આવશે તો માલિકે દંડ પણ ભરવો પડશે.

Pet Dog Policy: હવે પાલતુ પ્રાણી રાખવાનો શોખ પડશે મોંઘો, વાર્ષિક રજીસ્ટ્રેશનની સાથે ભરવી પડશે આટલી ફી
Annual registration with fees becomes mandatory for Pets

Follow us on

Pet Dog Policy: આપણામાંથી ઘણા લોકોને પેટ્સ (Pet)રાખવાનો શોખ હશે.સામાન્ય રીતે લોકો ઘરમાં ડોગી (Pet Dog) અથવા તો બિલાડી (Cat)ને રાખતા હોય છે. આવા એનિમલ લવર્સ (Animal Lovers) પોતાના પેટ્સને પરિવારના સભ્યોની જેમ રાખતા હોય છે અને તેમની ખૂબ જ કેયર કરતા હોય છે. જો તમે પણ પેટ ઓનર (Pet Owner) છો અથવા તો તમારા કોઇ ઓળખીતા પાસે પેટ છે તો હવે તમારે તેનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. પણ આ નિયમ હાલમાં ફક્ત નોએડા પૂરતો જ લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે જો તમે નોએડામાં રહો છો અને તમારી પાસે પેટ છે તો તમારે તેની નોંધણી કરાવવી પડશે.

આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે નોએડા પ્રાધિકરણે એક એપ પણ લોન્ચ કરી છે જેનું નામ ‘નોએડા પેટ રજીસ્ટ્રેનશન એપ’ છે. આ એપના માધ્યનથી ઓનરે પોતાના પેટનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જોકે એપના માધ્યથી તે ઘર બેઠા સરળતાથી થઇ શક્શે. આ એપ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. જોકે હજી આ એપ પર કામ ચાલી રહ્યુ છે. પ્રશાસનનું કહેવુ છે કે આ એપ જલ્દીથી જ લોકોની સેવા માટે ચાલુ કરી દેવામાં આવશે.

એપમાં પેટનું રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ એપ પર જ લેટર અને તેને પાળવા માટેની જાણકારી મળી જશે. રજીસ્ટ્રેશન માટે 1000 રૂપિયા ખર્ચવાના રહેશે જેના બદલામાં એક વર્ષ માટેનું લાયસન્સ મળશે. પેટ માલિકોએ દર વર્ષે આ રજીસ્ટ્રેશન રિન્યૂ કરવાવાનું રહેશે. આ એપમાં તેમણે પોતાના પેટનો ફોટો પણ અપલોડ કરવાનો રહેશે. ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરીને તમામ માહિતીઓ એન્ટર કર્યા બાદ તમારે ફી જમા કરાવવાની રહેશે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ઘણી વાર એવું બનતુ હોય કે પડોશીઓને આપણા પેટને કારણે પરેશાની થઇ રહી હોય છે. તેવામાં જો કોઇ પાડોશી દ્વારા પેટ્સની કોઇ ફરિયાદ કરવામાં આવશે તો માલિકે દંડ પણ ભરવો પડશે. નોએડા પ્રાધિકરણ પેટ લવર્સ માટે સેક્ટર 137 માં ડોગ પાર્ક બનાવવા પણ જઇ રહ્યા છે. આ માટે થોડા દિવસો પહેલા 2 કરોડ 65 લાખ રૂપિયાનું ટેન્ડર પણ પાસ કરાવવામાં આવ્યુ છે.

આ પણ વાંચો –

ટ્વીટર પર અચાનક ટ્રેન્ડ થવા લાગ્યુ #BoycottShahRukhKhan, લોકોએ સુશાંત સાથે પણ જોડ્યા તાર, જાણો શું છે મામલો ?

આ પણ વાંચો –

Ganesh-Chaturthi-2021 : શ્રીગણેશે શા માટે ચંદ્રદેવને આપ્યો શ્રાપ ? જાણો સ્વયં ચંદ્રદેવના ઉદ્ધારની અને સંકષ્ટી વ્રતના પ્રારંભની કથા

આ પણ વાંચો –

KBC 13 : શ્રીજેશે અમિતાભ બચ્ચનને તેમની સંઘર્ષની સ્ટોરી સંભળાવી, પિતાએ તેમને ગાયો વેચીને ગોલકીપિંગ પેડ આપ્યા હતા

Next Article