અંકિતા ભંડારીનું મોત ડુબી જવાથી થયુ, શરીર પર મળ્યા ઈજાના નિશાન, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો

|

Sep 25, 2022 | 7:44 AM

આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી પુલકિત આર્ય, રિસોર્ટ મેનેજર સૌરભ ભાસ્કર અને આસિસ્ટન્ટ મેનેજર અંકિત ગુપ્તાએ યુવતીની હત્યા કરીને લાશને કેનાલમાં ફેંકી દીધી હોવાની કબૂલાત કરી હતી. શુક્રવારે કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો.

અંકિતા ભંડારીનું મોત ડુબી જવાથી થયુ, શરીર પર મળ્યા ઈજાના નિશાન, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો

Follow us on

ઉત્તરાખંડમાં (Uttarakhand) અંકિતા ભંડારી (Ankita Bhandari) મૃત્યુ કેસમાં મોટો ખુલાસો થયો છે. હવે આ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે અંકિતાનું મોત ડૂબી જવાને કારણે શ્વાસ રૂંધાવાથી થયું હતું. શનિવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અંકિતાના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અંકિતાનું પોસ્ટમોર્ટમ એઈમ્સ ઋષિકેશમાં કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. ઉત્તરાખંડમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી 19 વર્ષની અંકિતા ભંડારીના મોતથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે.

આ કેસના સંબંધમાં તેમના પુત્રની ધરપકડ બાદ ભાજપે પાર્ટીના નેતા વિનોદ આર્ય સામે પણ કાર્યવાહી કરી હતી. શુક્રવારે ગુમ થયેલા વ્યક્તિના કેસને લઈને રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે જે હત્યા કેસમાં ફેરવાઈ ગયો છે. અંકિતાનો મૃતદેહ શનિવારે ચિલ્લા કેનાલમાંથી મળી આવ્યો હતો, જ્યાં આરોપીઓએ તેને કથિત રીતે ફેંકી દીધી હતી.

આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી પુલકિત આર્ય, રિસોર્ટ મેનેજર સૌરભ ભાસ્કર અને આસિસ્ટન્ટ મેનેજર અંકિત ગુપ્તાએ યુવતીની હત્યા કરીને લાશને કેનાલમાં ફેંકી દીધી હોવાની કબૂલાત કરી હતી. શુક્રવારે કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હત્યા કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

‘સ્પેશિયલ સર્વિસ’ ન આપવા બદલ યુવતીની હત્યા

ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે રિસોર્ટના માલિક દ્વારા અંકિતા ભંડારી પર મહેમાનોને “ખાસ સર્વિસ” આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. ઉત્તરાખંડના ટોચના પોલીસ અધિકારીએ કહ્યું કે છોકરીની મિત્ર સાથેની વાતચીતમાંથી ઘણું જાણવા મળ્યું છે. આ પહેલા અંકિતા ભંડારીના એક ફેસબુક ફ્રેન્ડે કથિત રીતે કહ્યું હતું કે તેના મિત્રની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તેણે મહેમાનો સાથે શારીરિક સંબંધ બનાવવાનો ઈનકાર કર્યો હતો. અંકિતા પર કથિત રીતે રિસોર્ટના માલિકો દ્વારા મહેમાન સાથે સંબંધ રાખવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જેનો તેણે ઈનકાર કર્યો હતો.

SITની રચના, રિસોર્ટ તોડી પાડવામાં આવ્યો

શુક્રવારે અધિકારીઓએ ભાજપના નેતાના પુત્ર દ્વારા ચલાવવામાં આવતા રિસોર્ટ પર બુલડોઝર ફેરવીને તોડી પાડ્યું હતું. યુવતી આ રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. અધિકારીઓએ દાવો કર્યો હતો કે રિસોર્ટનું બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તરાખંડના ઋષિકેશમાં આવેલ વંતરા રિસોર્ટની માલિકી ભાજપ નેતાના પુત્ર પુલકિત આર્યની હતી. આર્યની ધરપકડ બાદ ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામીએ રિસોર્ટને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.

 

Next Article