ANDHRA PRADESH : પત્નીના અપમાન પર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા પૂર્વ CM ચંદ્રબાબૂ નાયડૂ, વિધાનસભામાં પગ ન મુકવાની લીધી પ્રતિજ્ઞા

|

Nov 19, 2021 | 6:12 PM

Chandrababu Naidu : ચંદ્રબાબૂ નાયડૂએ કહ્યું કે તેમની પત્નીને પણ શાસક પક્ષના સભ્યોએ નિશાન બનાવ્યા હતા. તેણે વધુમાં કહ્યું કે તે તેના પરિવારના સભ્યોની ચારિત્ર્યહનનને સહન કરી શકે નહીં.

ANDHRA PRADESH : પત્નીના અપમાન પર  ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા પૂર્વ CM ચંદ્રબાબૂ નાયડૂ, વિધાનસભામાં પગ ન મુકવાની લીધી પ્રતિજ્ઞા
Telugu Desam Party President N. Chandrababu Naidu.

Follow us on

ANDHRAPRADESH : તેલુગુ દેશમ પાર્ટી (Telugu Desam Party)ના પ્રમુખ તેમજ પૂર્વ મુખ્યપ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ (N Chandrababu Naidu) એ શુક્રવારે કહ્યું હતું કે તેઓ સત્તામાં પાછા ફર્યા બાદ જ ફરીથી આંધ્રપ્રદેશ વિધાનસભામાં પ્રવેશ કરશે. વિધાનસભા સત્રના પ્રથમ દિવસે શાસક પક્ષના સભ્યોની ટિપ્પણી બાદ, તેલુગુ દેશમ પાર્ટી અને વિપક્ષના નેતા નાયડુએ વચન આપ્યું હતું કે તેઓ આગામી ચૂંટણીઓમાં તેમના પક્ષની જીત પછી જ ગૃહમાં પાછા ફરશે.

આંધ્રપ્રદેશ વિધાનસભા ગૃહમાં સત્તાધારી YSR કોંગ્રેસના સભ્યો દ્વારા સતત અપશબ્દોના ઉપયોગથી ચંદ્રાબાબુ નાયડુને દુઃખ થયું હતું, ત્યારબાદ તેમણે સત્તામાં પાછા નહીં આવે ત્યાં સુધી વિધાનસભામાં નહીં આવવાની વાત કરી હતી. નાયડુ શુક્રવારે એક પત્રકાર પરિષદને સંબોધિત કરી રહ્યા હતા. દરમિયાન, તેઓ રડી પડ્યા. શાસક પક્ષના નેતાઓ દ્વારા તેમની પત્ની વિરુદ્ધ કરવામાં આવેલી કેટલીક ટીપ્પણીઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે ભારતીય રાજકારણમાં તેમના ચાર દાયકાના કાર્યકાળ દરમિયાન તેમને ક્યારેય આવા અપમાનજનક વર્તનનો સામનો કરવો પડ્યો નથી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આંધ્રપ્રદેશ વિધાનસભા ગૃહમાં શિયાળુ સત્રમાં મહિલા સશક્તિકરણ પર ચર્ચા દરમિયાન, YSRCP સભ્યોએ કથિત રીતે નાયડુ અને તેમની પત્ની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી, જેના પર નાયડુએ સખત નારાજગી વ્યક્ત કરી હતી. નાયડુએ કહ્યું, “છેલ્લા અઢી વર્ષથી હું અપમાન સહન કરી રહ્યો છું,પરંતુ હું શાંત રહ્યો. આજે તેઓએ મારી પત્નીને પણ નિશાન બનાવી છે. હું હંમેશા આદર અને સન્માન સાથે જીવ્યો છું. પણ હવે મારાથી સહન થતું નથી.”

શાસક પક્ષના સભ્યોએ નાયડુની પત્ની પર નિશાન સાધ્યું
ચંદ્રબાબૂ નાયડૂએ કહ્યું કે તેમની પત્નીને પણ શાસક પક્ષના સભ્યોએ નિશાન બનાવ્યા હતા. તેણે વધુમાં કહ્યું કે તે તેના પરિવારના સભ્યોની ચારિત્ર્યહનનને સહન કરી શકે નહીં. નાયડુની પત્ની એનટી રામારાવ (NT Rama Rao)ની પુત્રી છે, જેમણે આંધ્ર પ્રદેશમાં TDP ની સ્થાપના કરી હતી અને તેને બે વખત જીત અપાવી હતી.

આવી જ ઘટના 25 માર્ચ 1989ના રોજ તમિલનાડુ વિધાનસભામાં બની હતી, જ્યારે AIADMK નેતા જે.જયલલિતા(J. Jayalalithaa) ગૃહમાં અપમાનનો સામનો કર્યા બાદ આગામી ચૂંટણીમાં મુખ્યપ્રધાન તરીકે ચૂંટાઈ ન આવે ત્યાં સુધી વિધાનસભામાં પાછા નહીં ફરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

Next Article