સુષમા સ્વરાજની રાજય અને રાષ્ટ્રીય સ્તરે 45 વર્ષની રાજકીય સફરની ઝાંખી

|

Aug 07, 2019 | 10:21 AM

ભારતના પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધન બાદ સમગ્ર રાજકીય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સુષ્મા સ્વરાજના નિધનબાદ અનેક રાજકીય નેતાઓ પણ તેમના ઘરે શ્રદ્ધાજંલી આપવા માટે પહોંચ્યા હતા અને તેમના પાર્થિવદેહના દર્શન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સુષ્મા સ્વરાજે પોતાની નિષ્ઠાપૂર્વક કામગીરીથી વિપક્ષના દિલમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. ત્યારે તેમનો રાજકીય સફર પણ […]

સુષમા સ્વરાજની રાજય અને રાષ્ટ્રીય સ્તરે 45 વર્ષની રાજકીય સફરની ઝાંખી

Follow us on

ભારતના પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધન બાદ સમગ્ર રાજકીય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સુષ્મા સ્વરાજના નિધનબાદ અનેક રાજકીય નેતાઓ પણ તેમના ઘરે શ્રદ્ધાજંલી આપવા માટે પહોંચ્યા હતા અને તેમના પાર્થિવદેહના દર્શન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સુષ્મા સ્વરાજે પોતાની નિષ્ઠાપૂર્વક કામગીરીથી વિપક્ષના દિલમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. ત્યારે તેમનો રાજકીય સફર પણ ખુબ યાદગાર રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજ્ય સ્તરે રાજકીય સફર

1. સુષમા સ્વરાજ વર્ષ 1977થી 1982 સુધી હરિયાણા વિધાનસભાના સભ્ય બન્યા હતા.

2. 25 વર્ષની ઉંમરમાં સુષ્મા સ્વરાજે અંબાલાની છાવની વિધાનસભા સીટ મેળવી લીધી હતી. ત્યારબાદ ફરી વર્ષ 1987થી1990 સુધી વિધાનસભાના સભ્ય બન્યા.

3. વર્ષ 1977માં સુષમા સ્વરાજે હરિયાણા જનતા પાર્ટીની સરકારમાં મજુર અને રોજગાર વિભાગમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તે દરમિયાન મુખ્યમંત્રી દેવીલાલના નેતૃત્વવાળી સરકાર હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

4. સુષમા સ્વરાજ જ્યારે રાજયના ભાજપ અધ્યક્ષ બન્યા તે સમયે તેમની ઉંમર માત્ર 27 વર્ષની હતી.

5. ત્યારબાદ વર્ષ 1987થી 1990ના સમય દરમિયાન સુષમા સ્વરાજ ભારતીય જનતા પાર્ટી અને લોક દળના ગઠબંધનવાળી સરકારમાં હરિયાણાના શિક્ષણ,ખાદ્ય અને સિવિલ સપ્લાઈ મંત્રી બન્યા.

રાષ્ટ્રીય સ્તરે રાજકીય સફર

1. એપ્રિલ 1990માં સુષમા સ્વરાજ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને તે ત્યાં સુધી સભ્ય બની રહ્યા જ્યાં સુધી તે વર્ષ 1996માં દક્ષિણ દિલ્હી મતક્ષેત્રમાંથી 11મી લોકસભા માટે ચૂંટાયા નહી.

2. વર્ષ 1996માં PM અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન સૂચના અને પ્રસારણ માટે કેન્દ્રીય મંત્રી હતા. તેના 2 વર્ષ પછી 1998માં સુષમાજીને ફરીથી લોકસભા સભ્ય માટે ચૂંટવામાં આવ્યા. આ વખતે તેમને દૂરસંચાર મંત્રાલય સિવાય સૂચના અને પ્રસારણ મંત્રાલયનો કાર્યભાર સોંપવા માટે શપથ લેવડાવવામાં આવી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

3. આ સમય દરમિયાન તેમનો સૌથી ઉલ્લેખનીય નિર્ણય ફિલ્મ નિર્માણને એક ઉદ્યોગ તરીકે જાહેર કરવાનો હતો. જેને ભારતીય ફિલ્મ ઉદ્યોગને બૅન્ક ફાઈનાન્સ માટે યોગ્ય બનાવ્યા. તેમને વિશ્વવિદ્યાલયો અને અન્ય સંસ્થાઓમાં સમુદાય રેડિયો શરૂ કર્યા.

4. વર્ષ 1998ના ઓક્ટોબર મહિનામાં તેમના જીવનનો મહત્વપૂર્ણ સમય હતો. જ્યારે તે બીજા એવા મહિલા બન્યા તેમની દિલ્હીના મુખ્યમંત્રી તરીકે નિમૂણક કરવામાં આવી. જેને લઈને તેમને કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામુ આપી દીધુ.

આ પણ વાંચો: એક અજોડ નેતા અને વિરલ વ્યક્તિત્વઃ સુષમા સ્વરાજના જીવનની 20 અનોખી વાત, જુઓ PHOTO

5. તે દરમિયાન હરિયાણામાં ભાજપ વિધાનસભા ચૂંટણી હારી ગયુ હતું. ત્યારબાદ તેમને પુરી રીતે તેમની વિધાનસભા સીટ છોડીને રાષ્ટ્રીય સ્તરની રાજનીતિમાં પરત ફરવાનો નિર્ણય લીધો.

6. વર્ષ 1999માં સપ્ટેમ્બરમાં સુષમા સ્વરાજ એક વાર ફરી લોકસભા ચૂંટણીમાં કર્ણાટકના વેલ્લારી મતક્ષેત્રમાંથી ચૂંટણીમાં ઉભા થયા. તે સમયે સુષમા સ્વરાજે સ્થાનિક ભાષા કન્નડમાં જનસભાઓને સંબોધિત કરી પણ આ ચૂંટણીમાં જીત મેળવી શક્યા નહી.

7. વર્ષ 2000થી 2006 સુધી સુષમા સ્વરાજ ઉત્તરપ્રદેશના રાજ્યસભા સભ્ય તરીકે સાંસદ બન્યા અને આ પ્રકારે તેમને ફરીથી રાજ્ય સ્તરની રાજનીતિની સફરની શરૂઆત કરી. તે દરમિયાન તે સૂચના અને પ્રસારણ મંત્રી બન્યા અને આ પદ પર તે વર્ષ 2003 સુધી કાર્યરત હતા.

[yop_poll id=”1″]

8. સુષમા સ્વરાજ ઉતરપ્રદેશથી રાજ્યસભા સાંસદ બન્યા પછી આવનારા 3 વર્ષ MPથી રાજ્યસભામાં તેમના ત્રીજા કાર્યકાળ માટે સંસદના સભ્ય બન્યા. ત્યારે વર્ષ 2009 સુધી રાજ્યસભાના સાંસદ બન્યા રહ્યા.

9. સુષમા સ્વરાજ વર્ષ 2009માં MPની વિદિશા લોકસભા ક્ષેત્રમાં લોકસભાના સભ્ય બન્યા. તે વર્ષે ડિસેમ્બરમાં તેમને લાલ કૃષ્ણ અડવાણીના સ્થાન પર લોકસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ બજાવી. વર્ષ 2014માં તે લોકસભા સભ્યના પદ પર કાર્યરત હતા. તે સમયે લોકસભામાં ચૂંટણીમાં તેમની પાર્ટીની આ મોટી જીત હતી.

10. મે 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી સુષમા સ્વરાજ ફરી લોકસભાના સભ્ય બન્યા અને તેમને વિદેશ નીતિને લાગૂ કરવા માટે સત્તા આપવામાં આવી અને તેમની વિદેશ મંત્રી તરીકે નિમણુક કરવામાં આવી. સુષમા સ્વરાજ ઈન્દિરા ગાંધી પછી આ પદને સંભાળનારા બીજા મહિલા બન્યા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article